અમદાવાદ / ગાંધીનગર / ગુજરાત : ગાંધીનગરના કુડાસણ ખાતે નિર્માણધિન બિલ્ડીંગનો સ્લેબ પડી જવાથી એક મોટી દુર્ઘટના ઘટી હતી, જેમાં અનેક લોકો ઘાયલ થયા હતા. આ મુદ્દા પર આમ આદમી પાર્ટી દ્વારા ગાંધીનગર મહાનગરપાલિકા ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આ દરમિયાન આમ આદમી પાર્ટીના પ્રદેશ ઉપપ્રમુખ ડૉ.જ્વેલ વસરા, કચ્છ ઝોન કાર્યકારી પ્રમુખ કૈલાસદાન ગઢવી, ગાંધીનગર શહેર પ્રમુખ લાલભાઈ વણઝારા, અમદાવાદ શહેર મહામંત્રી જતીન પટેલ તથા વિદ્યાર્થી પાંખ ASAP ના મધ્યઝોન પ્રમુખ યાત્રીક પટેલ સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું હતું કે ગાંધીનગરમાં કુડાસણ ખાતે નિર્માણધિન બિલ્ડીંગનો સ્લેબ પડી જવાથી મોટી દુર્ઘટના ઘટી હતી જેમાં અનેક લોકો ઘાયલ થયા હતા. આ મામલો જન સુરક્ષા સાથે જોડાયેલ છે. 14 જેટલા ઘાયલ લોકોને હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા, જેમાંથી ચાર લોકો ICU માં છે અને અન્ય 8 લોકોની સારવાર ચાલી રહી છે. ઘટનાસ્થળ અને પરિસ્થિતિ જોઈને એવું લાગે છે કે આમાં ક્યાંકને ક્યાંક તંત્રની ભારે બેદરકારી છે, જે સ્લેબ તૂટ્યો છે તે અંગે અમે ઇજાગ્રસ્તો સાથે વાતચીત કરી તેમાં એક મુખ્ય મુદ્દો બહાર આવ્યો કે ક્યાંકને ક્યાંક માત્ર નોર્મલ સપોર્ટ આપવામાં આવ્યો હતો અને ઓવરવેટના કારણે સ્લેબ ધરાશાયી થયો હતો. ઇજાગ્રસ્તોમાં એક એવી માતા ICU માં છે જેનું છ મહિનાનું બાળક છે. તેથી અમારી એક જ માંગણી છે કે ગાંધીનગર મહાનગરપાલિકા એક તપાસ સમિતિની રચના કરે અને આ દુર્ઘટનામાં જે લોકો ભોગ બન્યા છે તે તમામ લોકોને યોગ્ય આર્થિક સહાય અને વળતર ચૂકવવામાં આવે. આ બિલ્ડિંગ કેવી રીતે પડી આમાં કોની બેદરકારી છે એ તમામ બાબતોની યોગ્ય તપાસ કરવામાં આવે એવી અમારી માંગ છે.
આમ આદમી પાર્ટી ગુજરાત