મુખ્ય સામગ્રી પર જાઓ

ગુજરાતમાં આપ દ્વારા એક મહિના સુધી બુથ અભિયાન ચલાવવાની જાહેરાત

આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાતમાં આગામી ૨૦૨૭ની વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને 'મિશન ૨૦૨૭' અંતર્ગત એક વિશાળ સંગઠન અભિયાનની જાહેરાત કરવામાં આવી છે. આપના રાષ્ટ્રીય નેતા અને પ્રદેશ પ્રભારી ગોપાલ રાય તથા પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવીની ઉપસ્થિતિમાં મળેલી બેઠકમાં આગામી એક મહિના સુધી રાજ્યના ૫૬,૦૦૦ બુથો પર સંગઠનને મજબૂત બનાવવા માટેનું સઘન આયોજન ઘડી કાઢવામાં આવ્યું છે. આ અભિયાન દ્વારા પાર્ટી જમીની સ્તરે પકડ મજબૂત કરવા માટે મેદાનમાં ઉતરી રહી છે.

ગુજરાતમાં આપ દ્વારા એક મહિના સુધી બુથ અભિયાન ચલાવવાની જાહેરાત

અમદાવાદ  | આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રભારી ગોપાલ રાયએ એક મોટી જાહેરાત કરતા જણાવ્યું હતુ કે ગુજરાતની અંદર તમામ પક્ષોએ 2027 ની વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. આમ આદમી પાર્ટીએ 2027 માં પરિવર્તનના લક્ષ્યને લઈને 'મિશન 2027' શરૂ કર્યું છે. મિશન 2027 ને સફળ બનાવવા માટે સંગઠનને દરેક બૂથ સુધી મજબૂત કરવા માટે પાર્ટી આજથી અભિયાન શરૂ કરી રહી છે. ગુજરાતની અંદર 56,000 બૂથ છે, SIR પછી 30,000 પ્લસ પોલિંગ સ્ટેશન છે. આજના મંથન પછી સમગ્ર રાજ્યમાં 56,000 બૂથ પર આમ આદમી પાર્ટીનું સંગઠન બનાવવાનું અભિયાન શરૂ થઈ રહ્યું છે. તેના માટે સમગ્ર પ્રદેશ નેતૃત્વની સાથે તમામ વિધાનસભા ક્ષેત્રના જે પ્રમુખ નેતૃત્વકારી સાથીઓ છે, 600 થી વધુ સમગ્ર પ્રદેશના લીડરો આજે દિવસભર આ મંથનમાં સામેલ થઈ રહ્યા છે, જેમાં બૂથ સંગઠનથી લઈને સમગ્ર પ્રદેશમાં જનતાના હક અને અધિકાર માટે આંદોલનની રણનીતિ તૈયાર કરીશું અને આમ આદમી પાર્ટી જમીન પર ઉતરીને ભાજપનો વિકલ્પ બનવા માટે પૂરી તાકાત સાથે મેદાનમાં ઉતરવા જઈ રહી છે. સમગ્ર ગુજરાતની અંદર ભાજપ સરકારના 30 વર્ષના શાસનથી ગુજરાતના લોકો આજે નિરાશ છે, લોકોની અંદર નારાજગી છે, સાથે સાથે કોંગ્રેસને 30 વર્ષ સતત લોકોએ બદલાવ માટે તક આપી પરંતુ લોકોની અંદર નિરાશા છે કે કોંગ્રેસથી કામ થઈ શકતું નથી. એવામાં આમ આદમી પાર્ટી જ્યાં પણ પહોંચી રહી છે, આમ આદમી પાર્ટી સાથે સતત લોકો જોડાઈ રહ્યા છે. આ સમગ્ર બૂથ સંગઠન નિર્માણ અભિયાન માટે અઢી હજારથી વધુ હોદ્દેદારોની અમે નિમણૂક કરી છે. આ અઢી હજાર જે હોદ્દેદારો છે, આ આગામી 10 તારીખથી લઈને 10 ઓક્ટોબર સુધી એક મહિનાનું આ આપણું સમગ્ર અભિયાન ચાલશે, જેમાં આપણે દરેક બૂથમાં જઈને મીટિંગ કરીશું, ત્યાંની સમસ્યાઓ પર ચર્ચા કરીશું, ગુજરાતમાં પરિવર્તન પર ચર્ચા કરીશું અને ત્યાં સંગઠન બનાવીને ગુજરાતમાં પરિવર્તનની લડાઈને આપણે આગળ વધારીશું. મને લાગે છે કે જે રીતે સમગ્ર ગુજરાતમાં ચાહે તે આદિવાસી ક્ષેત્રમાં ચૈતર વસાવાના નેતૃત્વમાં આંદોલન આગળ વધી રહ્યું છે, હમણાં ખેડૂતોને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા માટે આપણા પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીજીના નેતૃત્વમાં આંદોલન આગળ વધ્યું છે, જે રીતે સમગ્ર ગુજરાતની અંદર કોઈ પણ મુદ્દો હોય, કોઈ પણ જનતાની સમસ્યા હોય, હક-અધિકારની વાત હોય, આજે આમ આદમી પાર્ટી સૌથી મજબૂત અવાજ બનીને ઉભરી છે. આંદોલનની સાથે સંગઠનને મજબૂત કરવા માટે આજથી 56,000 બૂથો પર આ અભિયાન શરૂ થઈ રહ્યું છે અને આપણને અપેક્ષા છે કે આગામી એક મહિનાની અંદર આમ આદમી પાર્ટી ગુજરાતમાં સંગઠનના સ્તર પર નંબર વન પાર્ટી બનશે. એના માટે આજથી અમે લોકો તૈયારીઓ કરી રહ્યા છીએ.

આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે,આમ આદમી પાર્ટી માહોલ બનાવી લે છે, ખૂબ લોકોમાં આશા પણ જાગે છે. પરંતુ, ક્યાંક અમારી કચાશ 2022માં બૂથ સંગઠન ઉપર રહી ગઈ હતી. જેના ભાગરૂપે, અરવિંદ કેજરીવાલ જી, ગોપાલ રાય જી અને સેન્ટ્રલ ટીમે અને પ્રદેશની ટીમે મળીને એ નક્કી કર્યું છે કે આ બૂથ અભિયાન એક મહિના સુધી ચાલશે. જેમાં આજે અમે, વિધાનસભાના પ્રભારીઓ, સંગઠન મંત્રીઓથી લઈને પ્રદેશ નેતૃત્વ, લોકસભા અને જિલ્લા પ્રમુખો સહિત વિધાનસભાના જે પ્રભારી અને સંગઠન મંત્રીઓ છે, આજે એ લોકોને પણ બોલાવ્યા છે અને એમને આજે ટ્રેનિંગ આપીશું. આગળના સમયમાં ગ્રામ સમિતિઓ, બૂથ સમિતિઓ સુધી જવાય, એ માટેનો આજે આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. સાથે સાથે, જે રીતે ગુજરાતમાં દુષ્કાળ છે, ખૂબ હાલત ખરાબ છે. 108 તાલુકા લગભગ મળીને 58 વિધાનસભામાં અમે આંદોલન પણ કર્યું હતું, અને અત્યારે ધરણાં કર્યા હતાં અને ફેઝ 2 નવ તારીખથી શરૂઆત થાય છે બીજું ચરણ. કારણ કે સરકારને કંઈ પડી નથી. અત્યારે ગામડાઓમાં પીવાના પાણીની તંગી છે, ઘાસચારાની તંગી છે, તો ખૂબ હાલત ખરાબ છે. ત્યારે અમે જ્યારે એલાન કર્યું હતું, હવે આ ગુજરાતમાં 58-58 વિધાનસભાના 108 તાલુકામાં, જે દુષ્કાળગ્રસ્ત વિસ્તારમાં તેની માંગના પત્રો અને ફોર્મ ખેડૂતો પાસે ભરાવીશું. તો એના માટે પણ 108 તાલુકામાંથી ટીમો આજે આવી છે, એના માટે પણ અલગથી એક આયોજન કર્યું છે કે 108 જે તાલુકા છે, એમાં ખેડૂતોની સાથે ટીમો રાખી, અને લગભગ બધા ગામોમાં ગ્રામ સત્યાગ્રહ કરશે, અને ગ્રામ સત્યાગ્રહ બાદ એ તમામ વિસ્તારમાં નવ તારીખથી ફોર્મ ભરાવવાનું શરૂ થશે. 1લી ઓક્ટોબર તારીખ સુધી આ ફોર્મ ભરાશે, પછી બીજી તારીખે ગાંધીનગરમાં કૂચ કરીશું.

આમ આદમી પાર્ટી ગુજરાત

Tags: આમ આદમી પાર્ટી ગોપાલ રાય

સંબંધિત સમાચાર