અમદાવાદ : આજના આધુનિક યુગમાં સ્ત્રી અને પુરુષની ત્વચાની સંભાળ (Skin Care) માત્ર બાહ્ય સુંદરતા પૂરતી મર્યાદિત નથી રહી, પરંતુ તે આત્મવિશ્વાસ અને સ્વસ્થ જીવનશૈલીનું પ્રતીક બની ગઈ છે. પ્રદૂષણ, માનસિક તણાવ અને બદલાતી જીવનશૈલીના કારણે મહિલાઓમાં ખીલ ના ખાડા,ડાઘ, પિગ્મેન્ટેશન અને નાની ઉંમરે કરચલીઓ પડવી જેવી સમસ્યાઓ સામાન્ય બની ગઈ છે. આ પરિસ્થિતિમાં, પરંપરાગત ક્રીમ કે ઉપરછલ્લી ટ્રીટમેન્ટના બદલે મેડિકલ સાયન્સની અદ્યતન ટેક્નોલોજી મહિલાઓ માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે.
તાજેતરમાં, અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલાં 'Skin N Smile Klinic' દ્વારા ગુજરાતમાં સૌપ્રથમવાર વિશ્વસ્તરીય POTENZA™ સારવાર શરૂ કરવામાં આવી છે, જે સ્ત્રી સૌંદર્યને નિખારવાની સાથે સાથે ચામડી ની આધુનિક સારવાર માં એક મોટો બદલાવ લાવશે.આ પદ્ધતિ સ્ત્રી અને પુરુષ બન્ને માટે લાભ કરાવી શકશે.
ગુજરાતમાં પ્રથમવાર: ડર્મેટોલોજિસ્ટ ડૉ. શાદાબ ડોઈનું નેતૃત્વ
અમદાવાદ અને સમગ્ર ગુજરાતમાં આ વિશ્વસ્તરીય સારવાર લાવવાનું શ્રેય Skin N Smile Klinic (પાલડી) ના જાણીતા ડર્મેટોલોજિસ્ટ ડૉ. શાદાબ ડોઈ (MD Dermatology) ને જાય છે. POTENZA જેવી આધુનિક ટેક્નોલોજી અને કુશળ ડોક્ટરના સમન્વયથી હવે ત્વચાને લાંબા સમય સુધી સ્વસ્થ, અને તેજસ્વી રાખી શકાશે. ત્વચા સારવાર ક્ષેત્રે એક નવો અધ્યાય શરૂ થવા જઇ રહ્યો છે.
આ પદ્ધતિ મહિલા અને પુરુષ બન્ને માટે લાભદાયક છે.ખીલ ના ખાડા હોવા થી સ્ત્રી અને પુરુષ બન્ને નું આત્મવિશ્વાસ ઓછો થઈ જાય છે.
શું છે POTENZA™ ટેક્નોલોજી?
POTENZA™ એ એક અત્યંત આધુનિક Microneedling Radiofrequency (MNRF) પ્લેટફોર્મ છે. ડર્મેટોલોજી (ચામડીના વિજ્ઞાન) ક્ષેત્રે આ સારવાર ખૂબ જ અસરકારક માનવામાં આવે છે. આ ટેક્નોલોજીમાં અતિસૂક્ષ્મ સોય દ્વારા ત્વચાની અંદરના સ્તર સુધી રેડિયોફ્રિક્વન્સી ઊર્જા પહોંચાડવામાં આવે છે. આ પ્રક્રિયા ત્વચાની અંદર સુષુપ્ત રહેલા કોલેજન અને ઇલાસ્ટિન નામના પ્રોટીનનું ઉત્પાદન કુદરતી રીતે વધારે છે. પરિણામે, ત્વચા નવજીવન થાય છે.
POTENZA ™ ના અગણિત ફાયદા
ખીલના ઊંડા ડાઘ અને મોટા પોર્સ (Pores) ની સમસ્યા દૂર કરી ત્વચાને કોમળ બનાવે છે.ચહેરા પરની ફાઇન લાઇન્સ, કરચલીઓ અને ઢીલી પડી ગયેલી ત્વચાને ટાઇટ કરી યુવાન લુક આપે છે. ત્વચા પરના કાળા ડાઘ અને અસમાન ટેક્સ્ચરને સુધારીને કુદરતી તેજ (ગ્લો) લાવે છે. શરીર પરના સ્ટ્રેચ માર્ક્સ અને કેટલીક પ્રકારની વાળ ખરવાની સમસ્યામાં પણ ઉપયોગી છે.
શા માટે આ સારવાર વિશેષ છે?
POTENZA™ ની નીડલ્સને દર્દીની જરૂરિયાત મુજબ અલગ-અલગ ઊંડાઈ પર સેટ કરી શકાય છે. ત્વચા સારવાર માટે આ ટેકનિક સંપૂર્ણ સુરક્ષિત છે.સર્જરી વગરની પ્રક્રિયા હોવાથી રિકવરી સમય ઓછો હોય છે અને પીડારહિત છે.