સ્થાનિક શેરબજારમાં સતત ત્રીજા દિવસે ઉછાળો જોવા મળ્યો છે. ડૉલર ઇન્ડેક્સમાં ઘટાડો અને યુએસ ફેડના નિર્ણય બાદ આજે ભારતીય શેરબજારમાં ઉછાળાની હેટ્રિક જોવા મળી છે. શુક્રવારે સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ સેશનમાં સેન્સેક્સ અને નિફ્ટી રેકોર્ડ સ્તરે બંધ થવામાં સફળ રહ્યા હતા. શુક્રવારે નિફ્ટી બેંક પણ રેકોર્ડ હાઈ પર બંધ રહ્યો હતો.
જો સેક્ટોરલ ધોરણે જોવામાં આવે તો આઈટી, મેટલ અને પીએસયુ બેંકોમાં ખરીદી જોવા મળે છે. એનર્જી, પીએસઈ અને બેન્કિંગ ઈન્ડેક્સ વધીને બંધ થયા છે.


