મુખ્ય સામગ્રી પર જાઓ

હિમાલયા બેબીકેરની નવી પહેલ: હવે બેબી ગિફ્ટિંગ બનશે વધુ અર્થપૂર્ણ અને યાદગાર

હિમાલયા બેબીકેર દ્વારા નવું 'ગોલ્ડન બેબી ગિફ્ટ પેક' લોન્ચ કરવામાં આવ્યું છે, જે નવી માતા-પિતા માટે એક પ્રીમિયમ ગિફ્ટ વિકલ્પ છે. સાથે જ, 'હિમાલયા ગોલ્ડન મોમેન્ટ્સ' પ્રોગ્રામ દ્વારા તમે રૂ. 1,00,000 સુધીનું ગોલ્ડ વાઉચર જીતવાની તક પણ મેળવી શકો છો. સંપૂર્ણ વિગતો જાણો.

હિમાલયા બેબીકેરની નવી પહેલ: હવે બેબી ગિફ્ટિંગ બનશે વધુ અર્થપૂર્ણ અને યાદગાર

હિમાલયા બેબીકેર, ભારતની સૌથી વિશ્વાસનીય બેબીકેર બ્રાન્ડ, જેને બાળકો ખૂબ જ પ્રેમ કરે છે, તે લઇને આવ્યું છે, હિમાલયા બેબી ગોલ્ડન બેબી ગિફ્ટ પૅક, એક વિચારીને ડિઝાઈન કરવામાં આવેલું જરૂરી પૅક છે, જે નવી શુભ શરૂઆતની ઉજવણીની સાથોસાથ બેબી ગિફ્ટીંગને વધુ અર્થપૂર્ણ, સરળ અને સાંકળતું બનાવે છે.

ભારતમાં, નવજાતને ભેટ આપવું એ લાગણી અને પરંપરાની સાથે જોડાયેલું છે, તેમાં પણ સોનું એ શુદ્ધતા, આશીર્વાદ અને સમૃદ્ધિનું પ્રતિક છે. આ જ સાંસ્કૃતિક બાબતને ધ્યાનમાં લઇને હિમાલયા બેબીકેર આ જ પરંપરાને આધુનિક વિચારસરણી સાથે રજૂ કરે છે, ગોલ્ડન બેબી ગિફ્ટ પેક, જેમાં બાળકની કાળજી અને સમૃદ્ધિને પ્રતિબિંબિત કરતી આકર્ષક સોનાની થીમ વાળા પેકની સાથે વિશ્વાસપાત્ર બેબીકેરની જરૂરિયાતને લાવે છે.

રૂ.501ની કિંમતનું આ ગોલ્ડન બેબી ગિફ્ટ પેક એ એટલું વિચારીને તૈયાર કરવામાં આવ્યું છે કે, મિત્રો અને પરિવારમાં નવજાતના આગમનની ઉજવણી માટે એક પ્રીમિયમ ગિફ્ટનું વિકલ્પ બની રહેશે. જેન્ટલ બેબી કેરની જરૂરિયાતની સાથે સુંદર રીતે આ પેકને રજૂ કરવામાં આવ્યું છે, જે આધુનિક માતા-પિતા માટે એક ખાસ ગિફ્ટનો અનુભવ બની રહેશે અને બાળકની સંભાળની જરૂરિયાત પૂરી કરવામાં તેમને સહયોગ પણ આપશે.

લોન્ચમાં એક ઇન્ટરેક્ટિવ અને આકર્ષક સ્તર ઉમેરીને, બ્રાન્ડે હિમાલયા ગોલ્ડન મોમેન્ટ્સ પ્રોગ્રામ રજૂ કર્યો છે, આ એક એવી પહેલ છે, જે માતાપિતાને તેમના બાળકના ખાસ સિમાચિન્હોની ઉજવણી કરવા અને તેને અન્ય સાથે શેર કરવા માટે પ્રોત્સાહિત કરે છે. માતા-પિતા તેમના બાળકની યાદગાર યાદોં અને ટૂંકી વાર્તા અપલોડ કરીને ભાગ લઈ શકે છે અને રૂ. 1,00,000ની કિંમતનું ગોલ્ડ વાઉચર અથવા રૂ. 10,000ની કિંમતનું સિલ્વર વાઉચર જીતવાની તક મેળવી શકે છે. દરેક માન્ય સહભાગીને રૂ.500ની કિંમતનું ખાતરીપૂર્વકનું હિમાલયા બેબીકેર "માય બેબી એન્ડ મી" ઇ-બુક પણ પ્રાપ્ત થશે.

આ રજૂઆત વિશે, ચક્રવર્થી એન.વી. ડિરેક્ટર- બેબીકેર, હિમાલયા વેલનેસ કંપની કહે છે, “હિમાલયા બેબીકેર ખાતે, અમે માતા-પિતા બનવાના શરૂઆતના પ્રવાસને સમજીને તે અંગત ક્ષણોના મૂલ્યોની ઉજવણી કરીને સમજીએ છીએ. આ તબક્કામાં કોઈને ભેટ આપવી એ ફક્ત પ્રોડક્ટ આપવાની નથી, પણ એક કાળજી, આશીર્વાદ, શુભેચ્છા અને વિશ્વાસને વ્યક્ત કરે છે. ગોલ્ડન બેબી ગિફ્ટ પેકની સાથે, અમારો હેતુ કંઈક વિચારપૂર્વક તૈયાર કરેલી વસ્તુ ઓફર કરવાનો છે, જે અમારા વિશ્વસનીય બાળકોની સંભાળ શ્રેણીને એવી રીતે જોડે છે કે, જે આવા પ્રસંગો માટે ખાસ અને સુસંગત લાગે. અમારા હિમાલયા ગોલ્ડન મોમેન્ટ્સ પ્રોગ્રામ દ્વારા, અમે માતાપિતા માટે તેમના બાળકની કિંમતી યાદોની ઉજવણી અને શેર કરવા માટે એક પ્લેટફોર્મ પણ બનાવી રહ્યા છીએ, જ્યા મહત્વપૂર્ણ ક્ષણો દ્વારા તેમની સાથે અમારા જોડાણને મજબૂત બનાવી રહ્યા છીએ.

ગોલ્ડન બેબી ગિફ્ટ પેકમાં જેન્ટલ બેબી સોપ (125 ગ્રામ), બેબી લોશન (100 એમએલ), બેબી પાઉડર (100 ગ્રામ), બેબી મસાજ ઓઇલ (50 એમએલ) અને જેન્ટલ બેબી શેમ્પૂ (50 એમએલ)ની સાથોસાથ એક સોફ્ટ કોટન ટોવેલનો પણ સમાવેશ થાય છે. આ દરેક પ્રોડક્ટ નવજાતની કોમળ ત્વચા માટે તૈયાર કરવામાં આવી છે, જે બાળકોની કાળજી સલામત અને અસરકારક રીતે કરવાની પ્રતિબદ્ધતાને તૈયાર કરે છે.

આ લોન્ચ સાથે, હિમાલયા બેબીકેર વિશ્વસનીય સંભાળને સાંસ્કૃતિક રીતે સુસંગત વાર્તા કહેવા અને અર્થપૂર્ણ ગ્રાહક જોડાણ સાથે જોડીને બેબી ગિફ્ટિંગ સેગમેન્ટમાં તેની હાજરીને મજબૂત કરવાનું આગળ વધારી રહી છે.

ગોલ્ડન મોમેન્ટ્સ પ્રોગ્રામને રિટેલ અને ડિજિટલ ટચપોઇન્ટ્સમાં વિસ્તૃત કરવામાં આવશે, જેમાં ક્યુઆર કોડ દ્વારા એક સીમલેસ ભાગીદારી યાત્રા સક્ષમ બનાવવામાં આવશે જે માઇક્રોસાઇટ અને વોટ્સએપ એકીકરણ તરફ દોરી જશે, જે માતાપિતા માટે સીમલેસ ભાગીદારી અનુભવ સુનિશ્ચિત કરશે.

Tags: હિમાલયા બેબીકેર Himalaya baby care Himalaya Babycare Golden Baby Gift Pack Baby skincare products

સંબંધિત સમાચાર