મુખ્ય સામગ્રી પર જાઓ

જન્મદિવસ પર ગિફ્ટ સિટીની મુલાકાત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિકાસ કાર્યોનું કર્યું નિરીક્ષણ

પોતાના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે મુખ્યમંત્રીશ્રીએ ગિફ્ટ સિટીમાં ચાલી રહેલા વ્યાપારી, રહેણાંક અને સામાજિક માળખાકીય વિકાસના વિવિધ પ્રોજેક્ટ્સનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે ગિફ્ટ સિટીને 'વિકસિત ભારત @2047' ના વિઝનને સાકાર કરવા માટે એક મહત્વનું માધ્યમ ગણાવ્યું હતું.

જન્મદિવસ પર ગિફ્ટ સિટીની મુલાકાત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિકાસ કાર્યોનું કર્યું નિરીક્ષણ

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે તેમના જન્મદિને બપોર બાદ ગિફ્ટ સિટીની મુલાકાત લઈને વિવિધ નિર્માણાધીન પ્રોજેક્ટ્સની સમીક્ષા એક ઉચ્ચસ્તરીય બેઠકમાં કરી હતી.

ગિફ્ટ સિટી વૈશ્વિક અર્થતંત્રમાં ગુજરાતના નેતૃત્વને વધુ મજબૂત બનાવવાની સાથે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપેલા વિકસિત ભારત @2047ના વિઝનને સાકાર કરવામાં મહત્વપૂર્ણ યોગદાન આપશે એવો વિશ્વાસ આ સમિક્ષા મુલાકાતમાં મુખ્યમંત્રીશ્રીએ વ્યક્ત કર્યો હતો.

ગિફ્ટ સિટીના એમ.ડી. શ્રી સંજય કૌલે મુખ્યમંત્રીશ્રી સમક્ષ ગિફ્ટ સિટીના સ્ટ્રેટેજિક રોડમેપ-2030 અંગે વિસ્તૃત પ્રેઝન્ટેશન કર્યું હતું, તેમાં ગિફ્ટ સિટીની વિકાસયાત્રા, વ્યૂહાત્મક પ્રાથમિકતાઓ અને ભાવિ વિકાસના વિઝનની રૂપરેખા પ્રસ્તૃત કરવામાં આવી હતી.

 

મુખ્યમંત્રીશ્રીએ ગિફ્ટ સિટીના વિવિધ વિભાગોના વરિષ્ઠ અધિકારીઓ સાથે આગામી વિકાસ કાર્યો અંગે ચર્ચા પરામર્શ કર્યા હતા ત્યારબાદ તેમણે ગિફ્ટ સિટીમાં નિર્માણાધીન વ્યાપારી, રહેણાંક તથા સામાજિક માળખાકીય વિકાસ પ્રોજેકટ્સની સાઈટ મુલાકાત લીધી હતી.

તેમણે ગિફ્ટ સિટીની પ્રગતિની પ્રશંસા કરી હતી અને બિઝનેસ ગ્રોથ, માળખાકીય વિકાસ, પ્રતિભા વિકાસ અને વૈશ્વિક જોડાણની ગતિ જાળવી રાખવા પર ભાર મૂક્યો હતો.

 

મુખ્યમંત્રીશ્રીની આ મુલાકાત દરમિયાન મુખ્ય સચિવ શ્રી એમ.કે.દાસ, મુખ્યમંત્રીશ્રીના મુખ્ય સલાહકાર ડો.હસમુખ અઢિયા, અગ્ર સચિવ શ્રી સંજીવકુમાર, અધિક અગ્ર સચિવ ડો. વિક્રાંત પાંડે, વિવિધ વિભાગોના સચિવશ્રીઓ તેમજ ગિફ્ટ સિટીના એમ.ડી. શ્રી સંજય કૌલ અને રાજ્ય સરકારના સંબંધિત વિભાગોના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Tags: ગુજરાત સરકાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગિફ્ટ સિટી (GIFT City) GIFT City Gandhinagar development સ્ટ્રેટેજિક રોડમેપ-2030 વિકસિત ભારત @2047 Chief Minister Bhupendra Patel GIFT City visit GIFT City roadmap 2030 Gujarat infrastructure projects Developed India 2047 vision GIFT City માળખાકીય વિકાસ રોકાણ અને વિકાસ વિકાસ કાર્યો

સંબંધિત સમાચાર