અમદાવાદ / રાજકોટ / ગુજરાત : જસદણના વિછિયામાં ખેડૂતોની કિંમતી જમીન ઉપર વળતર આપ્યા વગર ગેરકાયદેસર રીતે ખાનગી વીજ કંપનીઓ પોલીસ સાથે રાખીને નેતાઓની મીલીભગતથી વીજ થાંભલાઓ નાખવાનું કામ કરતા તેના વિરુદ્ધમાં અને ખેડૂતોના યોગ્ય વળતર માટે આમ આદમી પાર્ટી પ્રદેશ યુવા પ્રમુખ બ્રિજરાજ સોલંકીએ લડત શરૂ કરી હતી. આખરે પોલીસ અને વીજ કંપનીઓએ ખેતર ખાલી કરીને ભાગવું પડ્યું હતું. આ તકે આમ આદમી પાર્ટી પ્રદેશ યુવા પ્રમુખ બ્રિજરાજ સોલંકીએ જણાવ્યું હતું કે જસદણ વિછિયામાં જે ગરીબ અને પછાત સમાજના ખેડૂતો છે, એ સત્તર જેટલા વીજપોલ ગેરબંધારણીય રીતે, ગેરકાયદેસર રીતે, ભાડાની પોલીસ બોલાવીને જેટકો કંપની ખેડૂતોના ખેતરમાં વીજપોલ નાખવાનું કાર્ય કરી રહી હતી. ત્યારે મને ખેડૂતોનો ફોન આવ્યો હતો, ત્યારે આજે સમગ્ર ટીમ સાથે કોઈ પણ પક્ષપાત કર્યા વગર, કોઈ પણ નાત-જાતના ભેદભાવ વગર આજે અમે પોલીસને રજૂઆત કરી, જેટકો કંપનીના અધિકારીઓને પણ રજૂઆત કરી અને થોડી બોલાચાલી થઈ. એક થઈને જ્યારે મજબૂતાઈથી અવાજ ઉઠાવ્યો ત્યારે તમામ અધિકારીઓને ખેતર મૂકવું પડ્યું છે, પોલીસ અધિકારીઓને પણ ખેતર મૂકવું પડ્યું છે અને અત્યારે હાલ કામ બંધ રહ્યું છે. ત્યારે હું સમગ્ર ગુજરાતના ખેડૂતોને કહેવા માંગુ છું કે આજદિન સુધી આપણે નાત-જાતના વાડામાં વહેંચાતા રહ્યા, ધર્મ-જાતિના વાડામાં વહેંચાતા રહ્યા, પક્ષપાતમાં વહેંચાતા રહ્યા, પરંતુ હવે સમય આવી ગયો છે કે ગુજરાતના 54 લાખ ખેડૂતોએ એક થવું પડશે. અમે તમારા માટે લડવા માટે તૈયાર છીએ સમગ્ર ગુજરાતના 54 લાખ ખેડૂતો માટે દેવા માફી માટે, ખેતરે ખેતરે સિંચાઈનું પાણી પહોંચાડવા માટે, ચોવીસ કલાક મફતમાં વીજળી અપાવવા માટે, કૃષિ પંચ અને લાંબા ગાળાની કૃષિ નીતિઓ માટે અમે લડી લેવા માટે તૈયાર છીએ.
’આપ’ નેતા બ્રિજરાજ સોલંકીએ વધુમાં જણાવ્યુ હતુ કે ખેડૂતોને બે હાથ જોડીને હું નમ્ર અપીલ કરું છું કે હવે જાગવાનો અને એક થવાનો સમય આવી ગયો છે. ચૂંટણીઓ જીતવાથી આ સરકારને પહોંચી શકાતું નથી, પરંતુ રોડ રસ્તા ઉપર આવીને આંદોલનો કરવા પડશે, આ લોકોની વિરુદ્ધમાં બુલંદીથી અવાજ ઉઠાવવો પડશે, ત્યારે જ આપણી જીત થશે. મને વિશ્વાસ છે, ખાતરી છે કે આ એક પણ વીજ કંપનીઓ કોઈ ક્ષેત્રમાં થાંભલો નહીં નાખી શકે, પરંતુ માત્રને માત્ર આપણા ગુજરાતના ખેડૂતોને એક થવું પડશે. અને હું આ સરકારને પણ કહેવા માંગુ છું અને આ હર્ષ સંઘવીની પોલીસને પણ કહેવા માંગુ છું કે આ ખેતર કોઈના બાપની જાગીર નથી, કોઈને આ ખેતરોમાં ઘુસવાનો હક નથી. સરકારને જાણ કરું છું કે આવનારા દિવસોમાં ગાંધી ચિંત્યા માર્ગે અને જરૂર પડે તો શહીદે આઝમ સરદાર ભગતસિંહના માર્ગ ઉપર આંદોલન કરવાની તૈયારી છે. એમ ન સમજતા કે આ ખેડૂતો લાચાર છે, ગરીબ છે, પછાત છે. આ ખેડૂતોની સાથે અમારા જેવા ખેડૂતોના પુત્ર ઊભા છે, આ યુવાનો ઊભા છે અને આવનારા દિવસોમાં આનો જડબાતોડ જવાબ અમે આપીને રહીશું.
આમ આદમી પાર્ટી ગુજરાત