મુખ્ય સામગ્રી પર જાઓ

સાગબારાના ખોપી ગામે જનકલ્યાણ શિબિર: ધારાસભ્ય ચૈતર વસાવાની ઉપસ્થિતિમાં અનેક લાભાર્થીઓને મળ્યા સરકારી લાભ

સાગબારાના ખોપી ગામે AAP ધારાસભ્ય ચૈતર વસાવાની ઉપસ્થિતિમાં જનકલ્યાણ શિબિર યોજાઈ. ગ્રામજનોને સરકારી યોજનાઓનો સ્થળ પર લાભ મળ્યો.

સાગબારાના ખોપી ગામે જનકલ્યાણ શિબિર: ધારાસભ્ય ચૈતર વસાવાની ઉપસ્થિતિમાં અનેક લાભાર્થીઓને મળ્યા સરકારી લાભ

અમદાવાદ / નર્મદા / ગુજરાત : આજે નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના ખોપી ખાતે જનકલ્યાણ શિબિર તથા વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ પ્રજાના વિવિધ પડતર પ્રશ્નોનું નિરાકરણ લાવવાનો તેમજ સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ છેવાડાના ગામડાઓ સુધી પહોંચાડવાનો હતો. 

આ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટી ડેડિયાપાડા મતવિસ્તારના ધારાસભ્ય ચૈતર વસાવા, નર્મદા જિલ્લા પંચાયતના કારોબારી સમિતિના અધ્યક્ષ અસ્મિતાબેન આઝાદસિંહ ઠાકોર, નર્મદા જિલ્લા પંચાયતના આરોગ્ય સમિતિના ચેરમેન ડૉ. દયારામ વસાવા, સાગબારા તાલુકા પંચાયતના પ્રમુખ જગદીશભાઈ વસાવા, તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ જયંતભાઈ વસાવા, તાલુકા પંચાયત ન્યાય સમિતિના અધ્યક્ષ પ્રિયંકાબેન વસાવા, ખોપી જિલ્લા પંચાયતના સભ્ય ગિરધનભાઈ વસાવા, સાગબારા જિલ્લા પંચાયતના સભ્ય હેતલબેન ચેતનભાઈ તડવી, પાંચપીપરી તાલુકા પંચાયતના સભ્ય અનિતાબેન કોઠારી, નરવાડી તાલુકા પંચાયતના સભ્ય સુમનબેન તડવી, બર્કતુરા તાલુકા પંચાયતના સભ્ય ભાવતીબેન વસાવા, દેવસાકી તાલુકા પંચાયતના સભ્ય આર્તિકાબેન વસાવા, ઉભારિયા તાલુકા પંચાયતના સભ્ય અંજુબેન વસાવા, નાલ તાલુકા પંચાયતના સભ્ય વીણાબેન વસાવા તેમજ સિમઆમલી તાલુકા પંચાયતના સભ્ય ચમારિયાભાઈ વસાવા સહિત વહીવટી તંત્રના અધિકારીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે સરકારની વિવિધ વિકાસલક્ષી અને કલ્યાણકારી યોજનાઓનો લાભ છેવાડાના વ્યક્તિ સુધી પહોંચે તે માટે જનકલ્યાણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. આ શિબિરમાં વિવિધ વિભાગોના અધિકારીઓ દ્વારા લોકોને યોજનાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું તેમજ સ્થળ પર જ અનેક સેવાઓ અને લાભો પૂરા પાડવામાં આવ્યા. તેમણે વધુમાં જણાવ્યું હતું કે કોઈપણ વિસ્તારનો વિકાસ માત્ર ચૂંટાયેલા પ્રતિનિધિઓ કે અધિકારીઓના પ્રયાસોથી શક્ય નથી, પરંતુ અધિકારીઓ, પદાધિકારીઓ અને જનતાના સહિયારા પ્રયાસોથી જ વિકાસની ગતિને વેગ મળી શકે છે. શિક્ષણ, કૃષિ, આરોગ્ય, રોજગારી અને સામાજિક વિકાસ જેવા ક્ષેત્રોમાં સૌના સહયોગથી વિસ્તારને વધુ પ્રગતિશીલ બનાવી શકાય છે. 

કાર્યક્રમ દરમિયાન તાલુકા વિકાસ અધિકારી, મામલતદાર તેમજ વિવિધ વિભાગોના અધિકારીઓ, કર્મચારીઓ અને લાભાર્થીઓએ હાજરી આપી હતી. મોટી સંખ્યામાં ગ્રામજનો, સરપંચો, તાલુકા અને જિલ્લા પંચાયતના સભ્યો તેમજ અન્ય આગેવાનોની ઉપસ્થિતિમાં કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો. જનકલ્યાણ શિબિરમાં વિવિધ યોજનાઓ અંગે માહિતી, માર્ગદર્શન અને લાભો પૂરા પાડવામાં આવ્યા હતા, જેના કારણે સ્થાનિક લોકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. સૌના સહકાર અને સંયુક્ત પ્રયાસોથી કાર્યક્રમ સફળ રહ્યો હોવાનું આયોજનકર્તાઓએ જણાવ્યું હતું.

આમ આદમી પાર્ટી ગુજરાત

Tags: આમ આદમી પાર્ટી ગુજરાત જનકલ્યાણ શિબિર સફળ આયોજન સાગબારા જનકલ્યાણ શિબિર ધારાસભ્ય ચૈતર વસાવા વૃક્ષારોપણ કાર્યક્રમ સાગબારા સરકારી યોજનાઓનો લાભ ખોપી ગામ નર્મદા નર્મદા જિલ્લા વિકાસકાર્યો ચૈતર વસાવા નિવેદન

સંબંધિત સમાચાર