મુંબઈ : જિયોબ્લેકરૉક ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર્સ પ્રાઇવેટ લિમિટેડ (JioBlackRock Investment Advisers), જે જિયો ફાઇનાન્શિયલ સર્વિસીસ લિમિટેડ ("JFSL") [BSE, NSE: JIOFIN] અને બ્લેકરૉક ઇન્કોર્પોરેશન [NYSE: BLK] વચ્ચેનું 50:50 સંયુક્ત સાહસ છે, તેણે જિયોબ્લેકરૉક પર્સનલાઇઝ્ડ ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝ શરૂ કરી છે. આ ડિજિટલ એડવાઇઝરી પ્લેટફોર્મનો ઉદ્દેશ્ય બ્લેકરૉકની Aladdin® ટેકનોલોજી અને જેએફએસએલની ડિજિટલ પહોંચ દ્વારા સંચાલિત નિષ્પક્ષ, વ્યક્તિગત અને પોસાય તેવા દરની માર્ગદર્શિત સલાહ દ્વારા ભારતીયોને બચતકર્તાઓથી જાણકાર રોકાણકારોમાં ફેરવવાનો છે.
ભારત શિસ્તબદ્ધ રીતે બચત કરનારાઓનો દેશ છે, જેમાં મોટાભાગની ઘરેલુ સંપત્તિ ફિક્સ્ડ ડિપોઝિટ, રિયલ એસ્ટેટ અને સોના જેવી ભૌતિક અને મેનેજ ન થતી સંપત્તિઓમાં હોય છે. મૂડી બજારોમાં રિટેલ ભાગીદારી વધી રહી છે, પરંતુ ઘણા રોકાણકારોને કમિશન-આધારિત પ્રોડક્ટથી લઈને DIY ઇન્વેસ્ટિંગ પ્લેટફોર્મની જટિલતા સુધીના પડકારોનો સામનો કરવો પડે છે. ડિજિટલ સ્ટોક બ્રોકર્સે રોકાણની ઍક્સેસને સરળ બનાવી છે, છતાં વ્યક્તિગત ઉદ્દેશ્યો અને જોખમ લેવાની ક્ષમતા સાથે રોકાણને જોડવામાં ઘણું અંતર રહેલું છે. પરંપરાગત રીતે, ઉચ્ચ સ્તરની લઘુત્તમ રોકાણની જરૂરિયાતો અને રિલેશનશિપ-મેનેજર આધારિત મોડલ્સને કારણે વ્યક્તિગત રોકાણ સલાહ હાઇ-નેટવર્થ ધરાવતા લોકો પૂરતી જ સીમિત રહી છે જે ડિલિવરીની કિંમતમાં વધારો કરે છે.
જિયોબ્લેકરૉક પર્સનલાઇઝ્ડ ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝ સરળ, સસ્તાદરની સલાહ દ્વારા સંસ્થાકીય ગુણવત્તાયુક્ત રોકાણ અનુભવ પૂરો પાડીને આ અંતરને દૂર કરશે. દરેક રોકાણકારને તેમના રોકાણ ઉદ્દેશ્યો અને જોખમ પસંદગીઓને ધ્યાનમાં રાખીને બનાવાયેલી વ્યક્તિગત રોકાણ યોજના મળે છે, જે બજારોમાં થતા પરિવર્તન અને બદલાતા જીવન મુજબ અનુકૂલન સાધે છે. રોકાણકારો રૂ. 10,000 જેટલી ઓછી રકમથી શરૂઆત કરી શકે છે, જ્યારે બ્લેકરૉકની વૈશ્વિક સ્તરે વિશ્વસનીય ટેકનોલોજી, Aladdin®️ દ્વારા રોકાણ પોર્ટફોલિયોનું દરરોજ નિરીક્ષણ કરવામાં આવે છે. આનાથી સુનિશ્ચિત થાય છે કે પોર્ટફોલિયો બજારની પરિસ્થિતિઓ સાથે સુસંગત રહે છે અને જ્યારે જરૂર પડે ત્યારે સમયસર પુનઃસંતુલનની સુવિધા મળે છે. આ સર્વિસ વાર્ષિક રૂ. 350ના દરે અથવા રૂ. લાખથી વધુની એસેટ અંડર એડવાઇઝરી (AUA) માટે વાર્ષિક 0.35 ટકાના દરે ઓફર કરવામાં આવે છે. પર્સનલાઇઝ્ડ ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝ પ્રથમ ત્રણ મહિના માટે પ્રારંભિક ઓફર તરીકે મફતમાં ઉપલબ્ધ થશે. ભારતમાં એડવાઇઝરી માટેની આ નવી કિંમત દર્શાવે છે કે જિયોબ્લેકરૉકને સ્પર્ધાત્મક રહેવા અને ગ્રાહક માટે ઊંચા ખર્ચનો બોજો દૂર કરવા પર સતત ધ્યાન આપી રહી છે.
જિયો ફાઇનાન્શિયલ સર્વિસીસના નોન-એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ઇશા એમ અંબાણીએ જણાવ્યું હતું કે, “2047 સુધીમાં વિકસિત ભારત બનવા તરફ આપણા દેશની પ્રગતિ માટે દરેક ભારતીયની નાણાંકીય સુખાકારી ખૂબ જ મહત્વપૂર્ણ છે. જિયોબ્લેકરૉક ખાતે, અમારું મિશન ઘરેલુ બચતની વણખેડાયેલી શક્તિને બહાર કાઢવા અને ભારતને બચતકર્તાઓના દેશથી આત્મવિશ્વાસુ રોકાણકારોના દેશમાં ફેરવવા માટે ટેકનોલોજીનો ઉપયોગ કરવાનું છે. બ્લેકરૉકના વંશપરંપરાગત વૈશ્વિક અનુભવ સાથે જિયોના વ્યાપક સ્કેલ તથા પહોંચને જોડીને, અમે દરેક ભારતીયના વિશ્વસનીય નાણાંકીય સલાહકાર બનવા તરફ કામ કરીને વિશ્વ-સ્તરીય રોકાણ સલાહની પહોંચને સુલભ બનાવી રહ્યા છીએ.”
બ્લેકરૉકના ચીફ ઓપરેટિંગ ઓફિસર રોબ ગોલ્ડસ્ટેઇને જણાવ્યું હતું કે, “જિયોબ્લેકરૉક ભારતના લોકો માટે રોકાણમાં ક્રાંતિ લાવવાની તેની સફરમાં આજે વધુ એક રોમાંચક પગલું ભરી રહી છે. અમે દેશમાં એડવાઇઝ માટે એક નવું ધોરણ રજૂ કરી રહ્યા છીએ: પર્સનલાઇઝ્ડ ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝ, જે ઓનલાઈન આપવામાં આવે છે અને તેના મૂળમાં Aladdin® નું ઇન્સ્ટિટ્યૂશનલ ક્વોલિટી રિસ્ક એનાલિટિક્સ છે, જેથી ભારતીયોને તેમના રોકાણ ઉદ્દેશ્યો પ્રાપ્ત કરવામાં મદદ મળે. આ ટેકનોલોજીને જિયોની ડિજિટલ પહોંચ સાથે જોડીને, અમે દેશના ખૂણેખૂણે રહેતા લાખો લોકોને વ્યક્તિગત રીતે તૈયાર કરેલી રીતે નાણાંકીય બજારોની શક્તિની પહોંચ પૂરી પાડી રહ્યા છીએ.”
જિયોબ્લેકરૉક ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર્સના એમડી અને સીઈઓ માર્ક પિલ્ગ્રેમે જણાવ્યું હતું કે, “ભારતે નાણાંકીય સમાવેશમાં અસાધારણ પ્રગતિ કરી છે. આગળનું પગલું મોટા પાયે સંપત્તિનો સમાવેશ થાય તે માટેનું છે. આધાર, યુપીઆઈ અને એકાઉન્ટ એગ્રીગેટર્સ જેવા ઈન્ડિયા સ્ટેક પર નિર્માણ કરીને અમે એક એવો અનુભવ બનાવી રહ્યા છીએ જે લોકો પહેલાથી જ ડિજિટલ રીતે વ્યવહાર કરે છે અને જોડાય છે તેની સાથે સરળ રીતે સંકલિત થાય છે. અમારું ધ્યાન સ્પષ્ટ, સરળ ગ્રાહક યાત્રા અને એજ્યુકેશન પ્લેટફોર્મ દ્વારા સમર્થિત ઉચ્ચ ગુણવત્તાવાળા રોકાણ ઉકેલો પૂરા પાડવા પર રહેશે જે દરેક ભારતીયને સંપત્તિ નિર્માણને સમજવા અને તેમાં ભાગ લેવા માટે સશક્ત બનાવે છે.”
જિયોબ્લેકરૉક પર્સનલાઇઝ્ડ ઇન્વેસ્ટમેન્ટ એડવાઇસ જિયોફાઇનાન્સ અને માયજિયો એપ પર એક્સેસ કરી શકાય છે.
વિગતવાર શરતો અને નિયમો જાણવા માટે આ લિંક પર ક્લિક કરોઃ www.jioblackrock.com


