મુખ્ય સામગ્રી પર જાઓ

કોસ્મો પીપીએફએ જીમી શેરગિલ સાથે મળી વાહનોની એડવાન્સ સુરક્ષા માટે નવી બ્રાન્ડ ઝુંબેશ રજૂ કરી

કોસ્મો ફર્સ્ટના કન્ઝ્યુમર વિભાગ 'કોસ્મો કન્ઝ્યુમર' દ્વારા તેમની કોસ્મો પીપીએફ (ઓટોમોટિવ પેઇન્ટ પ્રોટેક્શન ફિલ્મ) માટે એક નવો કમર્શિયલ વીડિયો લોન્ચ કરવામાં આવ્યો છે, જેમાં જાણીતા અભિનેતા જીમી શેરગિલ મુખ્ય ભૂમિકામાં છે.

કોસ્મો પીપીએફએ જીમી શેરગિલ સાથે મળી વાહનોની એડવાન્સ સુરક્ષા માટે નવી બ્રાન્ડ ઝુંબેશ રજૂ કરી

નવી દિલ્હી :  કોસ્મો ફર્સ્ટના કન્ઝ્યુમર વિભાગ 'કોસ્મો કન્ઝ્યુમર' દ્વારા તેમની કોસ્મો પીપીએફ (ઓટોમોટિવ પેઇન્ટ પ્રોટેક્શન ફિલ્મ) માટે એક નવો કમર્શિયલ વીડિયો લોન્ચ કરવામાં આવ્યો છે, જેમાં જાણીતા અભિનેતા જીમી શેરગિલ મુખ્ય ભૂમિકામાં છે. ભારતમાં ઝડપથી વધી રહેલા ઓટોમોટિવ પ્રોટેક્શન સેક્ટર અંગે ગ્રાહકોમાં જાગૃતિ લાવવા અને બ્રાન્ડની પકડ મજબૂત બનાવવા માટે આ ઝુંબેશ એક મહત્વપૂર્ણ માઈલસ્ટોન સાબિત થશે.

 

બ્રાન્ડની સેલિબ્રિટી સાથેની આ પહેલી કમ્યુનિકેશન ઝુંબેશ છે, જેનો હેતુ લોકોને ગાડીના બહારના ભાગને સુરક્ષિત રાખવાનું મહત્વ સમજાવવાનો અને કોસ્મો પીપીએફની એડવાન્સ ટેકનોલોજી તેમજ શાનદાર પરફોર્મન્સની ઝલક બતાવવાનો છે. આ ઝુંબેશ દ્વારા બ્રાન્ડ ગાડીની ચમક જાળવી રાખવાના ફાયદા સમજાવીને ગ્રાહકો સાથે એક મજબૂત અને ભાવનાત્મક સંબંધ બાંધવા માંગે છે, કારણ કે ભારતમાં ગાડી ખરીદવી એ માત્ર જરૂરિયાત નહીં પણ ગર્વ અને ખુશીની વાત છે. તેની સાથે લાગણી જોડાયેલી હોય છે.

 

આ શોર્ટ ફિલ્મની શરૂઆત પતિ-પત્ની વચ્ચેની એક રમુજી વાતચીતથી થાય છે, જ્યાં પત્નીને એવો ભ્રમ થાય છે કે તેનો પતિ તેની ડાયમંડ રિંગના વખાણ કરી રહ્યો છે. પણ થોડી જ વારમાં તેને અનુભવ થાય છે કે પતિ તો કોસ્મો પીપીએફથી ચમકતી પોતાની કારના વખાણ કરી રહ્યો છે! આ હળવી શૈલીની વાર્તા દ્વારા પ્રોડક્ટના મુખ્ય ફાયદાઓ જેવા કે સેલ્ફ-હીલિંગ ટેકનોલોજી (સ્ક્રેચ આપમેળે મટી જવા), સ્ક્રેચ રેઝિસ્ટન્સ, હાઇડ્રોફોબિક પ્રોપર્ટીઝ (પાણી ન ટકવું) અને નોન-યેલોઈંગ પ્રોટેક્શન (પીળાશ ન પડવી) ને ખૂબ જ ક્રિએટીવ રીતે દર્શાવવામાં આવ્યા છે. આ બ્રાન્ડ ફિલ્મ એક સરસ મેસેજ સાથે પૂરી થાય છે: "જિંદગીના સ્ક્રેચ તો અનિવાર્ય છે, પણ તમારી કારના ચોક્કસ ટાળી શકાશે!"

 

લિંકઃ https://www.youtube.com/watch?v=wi_f_OFjAWk

 

આ બ્રાન્ડ ફિલ્મના લોન્ચિંગ પ્રસંગે કોસ્મો કન્ઝ્યુમરના બિઝનેસ હેડ અભિનીશ દાસે જણાવ્યું હતું કે, “મોટાભાગના ગ્રાહકો માટે કાર એ માત્ર મુસાફરીનું સાધન નથી, પણ એક કિંમતી મૂડી છે જે તેમની આકાંક્ષાઓને દર્શાવે છે અને તેને શ્રેષ્ઠ સુરક્ષા મળવી જ જોઈએ. આ કેમ્પેઈન દ્વારા અમે આ જ વાતને એક મનોરંજક અંદાજમાં રજૂ કરી છે. અમને પૂરો વિશ્વાસ છે કે આ ફિલ્મ લોકોના હર્દયને સ્પર્શશે અને લોકોને પેઇન્ટ પ્રોટેક્શન ફિલ્મ (પીપીએફ)ના લાંબાગાળાના ફાયદાઓ વિશે જાગૃત કરશે.”

 

આ ફિલ્મને કોસ્મો પીપીએફના ડિજિટલ પ્લેટફોર્મ્સ પર રિલીઝ કરવામાં આવશે અને તેનું  ઓટીટી, ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ્સ, કનેક્ટેડ ટીવી તેમજ મેટ્રો શહેરોમાં મોટા આઉટડોર હોર્ડિંગ્સ દ્વારા વ્યાપક પ્રોમોશન આપવામાં આવશે. આ આઉટડોર કેમ્પેઈન મુખ્ય મેટ્રો અને ટીઅર-1 શહેરોમાં ધૂમ મચાવશે.

 

એડવાન્સ સેલ્ફ-હીલિંગ ટેકનોલોજી, હાઇડ્રોફોબિક પ્રોપર્ટીઝ, સ્ક્રેચ રેઝિસ્ટન્સ, નોન-યેલોઇંગ પ્રોટેક્શન અને તેની 'પ્લેટિનમ રેન્જ' પર લાઈફટાઈમ વોરંટી સાથે કોસ્મો પીપીએફને એવી રીતે ડિઝાઈન કરવામાં આવી છે કે તે ગાડીના ઓરિજિનલ લુકને જૈસે થૈ રાખી લાંબો સમય સુરક્ષા આપે છે. બ્રાન્ડ ભારતમાં પ્રીમિયમ ઓટોમોટિવ કેરની વધતી માંગને પહોંચી વળવા માટે સતત પોતાના પોર્ટફોલિયો અને નેટવર્કનું વિસ્તરણ કરી રહી છે.

Tags: કોસ્મો કન્ઝ્યુમર કોસ્મો ફર્સ્ટ કોસ્મો પીપીએફ જીમી શેરગિલ

સંબંધિત સમાચાર