મુખ્ય સામગ્રી પર જાઓ

લેન્ક્સીસના ત્રીજા ક્વાર્ટરમાં વેચાણ 26.7 ટકા ઘટીને 1,601 અબજ યૂરો

વર્ષ 2023ના ત્રીજા ક્વાર્ટરમાં લેન્ક્સેસના બિઝનેસના આંકડાઓ પર ફરી એક વખત સતત નબળા અર્થતંત્રનો પ્રભાવ પડ્યો છે. વેચાણ પાછલા વર્ષના 2.185 મિલીયન યૂરોની સામે 26.7 ટકા ઘટીને 1.601 મિલીયન યૂરો થયુ છે.

લેન્ક્સીસના ત્રીજા ક્વાર્ટરમાં વેચાણ 26.7 ટકા ઘટીને 1,601 અબજ યૂરો

મુંબઇ : વર્ષ 2023ના ત્રીજા ક્વાર્ટરમાં લેન્ક્સેસના બિઝનેસના આંકડાઓ પર ફરી એક વખત સતત નબળા અર્થતંત્રનો પ્રભાવ પડ્યો છે. વેચાણ પાછલા વર્ષના 2.185 મિલીયન યૂરોની સામે 26.7 ટકા ઘટીને 1.601 મિલીયન યૂરો થયુ છે. અપવાદરૂપ ચીજો પહેલાની ઇબીઆઇટીડીએ 240 મિલીયનથી 50.4 ટકા ઘટીને 119 મિલીયન યૂરો થઇ છે.

લગભગ તમામ ઉદ્યોગોમાં ઓછી માંગ અને ગ્રાહકોની ઇન્વેન્ટરીમાં આગળ ધપી રહેલો ઘટાડો આ ઘટના માટેના મુખ્ય કારણો છે. વેચાણ વોલ્યુમો અને ઊંચી નિષ્ક્રિય ખર્ચાઓ સાથે સંકળાયેલ ઘટાડો કમાણીમં ઘટાડામાં પરિણમી છે, જેમાં ખાસ કરીને સ્પેસિયાલિટી એડીટીવ્સ અને એડવાન્સ્ડ ઇન્ટરમીડિયેટ્સ સેગમેન્ટ્સનો સમાવેશ થાય છે. કન્ઝ્યુમર પ્રોટેક્શન સેગમેન્ટમાં ફક્ત તુલનાત્મક સામાન્ય કમાણીમાં ઘટાડો જ જોવા મળ્યો હતો.

ગ્રુપનો અપવાદરૂપ ચીજો પહેલાનો ઇબીઆઇટીડીએ માર્જિન પાછલા વર્ષના ક્વાર્ટરના 11.0 ટકાની તુલનામાં 7.4 ટકા રહ્યો હતો. જ્યારે ચોખ્ખી આવક ત્રીજા ક્વાર્ટરમાં ઘટીને -131 મિલીયન યૂરો થઇ હતી જે અગાઉના ક્વાર્ટરમાં 80 મિલીયન યૂરોના સ્તરે હતી.. “વૈશ્વિક કેમિકલ્સ ઉદ્યોગમાં નબળી માંગ યથાવત છે, અને બાકીના વર્ષ માટે અમને સુધારો થવાના કોઈ સંકેત દેખાતા નથી. તેનાથી વિપરિત, આજની તારીખના ચોથા ક્વાર્ટરમાં માંગ અપેક્ષા કરતાં પણ નબળી જણાય છે,” એમ લેન્ક્સેસ એજીના બોર્ડ ઓફ મેનેજમેન્ટના ચેરમેન મેથિયાસ ઝેચેર્ટે જણાવ્યું હતું.

સંબંધિત સમાચાર