મુખ્ય સામગ્રી પર જાઓ

LTTS ની ગ્લોબલ 'EI ઓપનહેક 2026': AI અને એન્જિનિયરિંગના સમન્વયથી ભવિષ્યના ઉકેલો તૈયાર

LTTS એ તેની પ્રથમ આંતરરાષ્ટ્રીય ઇનોવેશન ચેલેન્જ 'એન્જિનિયરિંગ ઇન્ટેલિજન્સ ઓપનહેક (EI) 2026' નું સફળતાપૂર્વક આયોજન કર્યું હતું. આ ૨૪-કલાકની હેકેથોન ભારત, અમેરિકા અને યુરોપના ૯ અલગ-અલગ શહેરોમાં એકસાથે યોજાઈ હતી, જેમાં જટિલ એન્જિનિયરિંગ સમસ્યાઓના ઉકેલ માટે AI ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

LTTS ની ગ્લોબલ 'EI ઓપનહેક 2026': AI અને એન્જિનિયરિંગના સમન્વયથી ભવિષ્યના ઉકેલો તૈયાર

બેંગાલુરુ  : એન્જિનીયરિંગ ઇન્ટેલિજન્સ સૉલ્યુશન્સ અને ER&D કન્સલ્ટિંગ સર્વિસીસમાં દુનિયામાં અગ્રણી કંપની L&T ટેકનોલૉજી સર્વિસીસ (BSE: 540115, NSE: LTTS)એ એન્જિનીયરિંગ ઇન્ટેલિજન્સ  ઓપનહેક (EI) 2026 સફળતાપૂર્વક સંપન્ન કરી હતી, જે પોતાના પ્રકારની પ્રથમ આંતરરાષ્ટ્રીય ઇનોવેશન ચેલેન્જ હતી. એનું આયોજન ભારત, અમેરિકા અને યુરોપના નવ અલગ-અલગ સ્થાનોમાં એકસાથે થયું હતું.

 

આ હેકેથોનમાં બેંગાલુરુ, મૈસૂર, ચેન્નાઈ, હૈદરાબાદ, પૂણે, વડોદરા, મુંબઈ, ડલાસ અને મ્યુનિકમાંથી આશરે 4,000 એન્જિનીયર (770થી વધારે ટીમો) સામેલ થઈ હતી, જેથી AI-સંચાલિત ઇનોવેશન મારફતે જટિલ એન્જિનીયરિંગ પડકારોનું સમાધાન કરી શકાય. 500થી વધારે ચેલેન્જ સ્ટેટમેન્ટ કંપનીની વ્યૂહાત્મક વૃદ્ધિની પ્રાથમિકતાઓ સાથે સુસંગત હતી, જેમાં સોફ્ટવરથી સંચાલિત મોબિલિટી, પ્લાન્ટ બિલ્ડઆઉટ અને આધુનિકીકરણ, ઊર્જા અને ઓટોમેશન, નેક્સ્ટ-જેન કમ્પ્યુટ અને AI ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ડિજિટલ ઉત્પાદન, મેડટેક અને સોફ્ટવેર પ્લેટફૉર્મ અને AI સામેલ હતી. વિકસતી ટેકનોલૉજીઓ સાથે ડોમેઇનની કુશળતાનો સમન્વય કરીને સહભાગીઓએ ઔદ્યોગિક ઓટોમેશન, સાયબર સલામતી, ઑટોનોમસ સિસ્ટમ, સપ્લાય ચેઇન ઇન્ટેલિજન્સ, એન્ટરપ્રાઇઝ ઓપ્ટિમાઇઝેશન અને હેલ્થકેરમાં AI-સંચાલિત સૉલ્યુશનો વિકસાવ્યા હતા, જે તમામનો ઉદ્દેશ ઉદ્યોગસાહસોને ઉત્પાદનો, કામગીરીઓ અને નિર્ણય લેવાની પ્રક્રિયાને નવેસરથી પરિભાષિત કરવામાં મદદ કરવાનો હતો.

 

LTTSના સીનિયર લીડર અને ટેકનોલૉજી નિષ્ણાતોની એક સન્માનિત જ્યુરીએ વિવિધ રાઉન્ટમાં આ સૉલ્યુશનોનું મૂલ્યાંકન કર્યું હતું. તેમણે ઇનોવેશન, ટેકનિકલ ઉત્કૃષ્ટતા, સ્કેલેબિલિટી, વાસ્તવિક દુનિયામાં એની ઉપયોગિતા અને AIના અસરકારક ઉપયોગને આધાર એન્ટ્રીઓની કસોટી કરી હતી. વિજેતા ટીમોને રૂ. 30 લાખથી વધારેનું રોકડ ઇનામ મળ્યું હતું, તો ઉત્કૃષ્ટ ઇનોવેશનને પ્રોજેક્ટ ઇક્વિનોક્સ મારફતે વધારે વિકાસ માટે તકો પ્રાપ્ત થઈ હતી. આ એક LTTS પ્લેટફૉર્મ છે, જે પ્રતિભા ધરાવતા અને મોટા પાયે કામગીરી કરી શકાય એવા સૉલ્યુશનોને સપોર્ટ કરે છે. પેટન્ટની લાયકાત ધરાવતા ઇનોવેશનની ખાસ ઓળખ કરવામાં આવી હતી, જેથી સહભાગીઓ પોતાના શાનદાર વિચારોને કિંમતી બૌદ્ધિક સંપત્તિમાં બદલી શકે.

 

L&T ટેકનોલૉજી સર્વિસીસના ચીફ ઑપરેટિંગ ઑફિસર મૃત્યુંજય કુમાર સિંહે સહભાગી અને વિજેતા ટીમોને અભિનંદન આપીને કહ્યું હતું, “EI ઓપનહેક 2026 LTTSના એન્જિનીયરિંગ ઇન્ટેલિજન્સના વિઝનને પ્રસ્તુત કરે છે, જેમાં એન્જિનીયરિંગ કુશળતા અને AI મળીને વાસ્તવિક દુનિયામાં ઔદ્યોગિક પડકારોનું સમાધાન કરે છે. તેમાં લોકોની મોટી સંખ્યામાં ભાગીદારીની સાથે અમારા એન્જિનીયરોની એ કુશળતા પણ ઊડીને આંખે વળગી હતી, જેમણે પોતાના સંદર્ભની સમજણ, ડોમેન નૉલેજ અને AIની ક્ષમતાનો ઉપયોગ કરીને એવા સમાધાનો તૈયાર કર્યા, જેમનું વ્યવસાયો માટે નક્કર મહત્વ છે. ઓપનહેક જેવી પહેલો અમારી પ્રતિભાનો ઉપયોગ કરીને, મળીને કામ કરીને એવા સમાધાન વિકસાવવાની તકો આપે છે, જે એન્જિનીયરિંગના ભવિષ્યને આકાર આપશે.”

Tags: AI Engineering Solutions EI ઓપનહેક 2026 LTTS Global Hackathon 2026 Engineering Intelligence OpenHack LTTS Innovation Challenge L&T ટેકનોલૉજી સર્વિસીસ (LTTS) AI-સંચાલિત એન્જિનિયરિંગ L&T Technology Services News ઇનોવેશન ચેલેન્જ સોફ્ટવેર પ્લેટફોર્મ ઇન્ડસ્ટ્રિયલ ઓટોમેશન હેકેથોન પ્રોજેક્ટ ઇક્વિનોક્સ

સંબંધિત સમાચાર