મુખ્ય સામગ્રી પર જાઓ

નર્મદા જિલ્લામાં અબોલ પશુ-પક્ષીઓ માટે 1962 કરુણા એનિમલ એમ્બ્યુલન્સ સેવા આશીર્વાદરૂપ

માનવજાત માટે ઈમરજન્સીના સમયે ૧૦૮ સેવા મહત્વપૂર્ણ છે, તેવી જ રીતે અબોલ પશુઓ માટે ૧૯૬૨ કરુણા એનિમલ એમ્બ્યુલન્સ સેવા તાત્કાલિક પશુચિકિત્સા સહાયનું મહત્વપૂર્ણ માધ્યમ બની રહી છે. નર્મદા જિલ્લામાં બીમાર, ઈજાગ્રસ્ત તેમજ અકસ્માતગ્રસ્ત અબોલ પશુ-પક્ષીઓને સમયસર પશુચિકિત્સા સેવા મળી રહે તે માટે આ સેવા મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે. રાજ્યના પશુપાલન વિભાગ અને EMRI GHSના સંકલનથી કાર્યરત આ સેવા થકી જરૂરિયાતમંદ પશુઓને સ્થળ પર જ તાત્કાલિક સારવાર પૂરી પાડવામાં આવે છે.

નર્મદા જિલ્લામાં અબોલ પશુ-પક્ષીઓ માટે 1962 કરુણા એનિમલ એમ્બ્યુલન્સ સેવા આશીર્વાદરૂપ

રાજપીપળા : માનવજાત માટે ઈમરજન્સીના સમયે 108 સેવા મહત્વપૂર્ણ છે, તેવી જ રીતે અબોલ પશુઓ માટે 1962 કરુણા એનિમલ એમ્બ્યુલન્સ સેવા તાત્કાલિક પશુચિકિત્સા સહાયનું મહત્વપૂર્ણ માધ્યમ બની રહી છે. નર્મદા જિલ્લામાં બીમાર, ઈજાગ્રસ્ત તેમજ અકસ્માતગ્રસ્ત અબોલ પશુ-પક્ષીઓને સમયસર પશુચિકિત્સા સેવા મળી રહે તે માટે 1962 કરુણા એનિમલ એમ્બ્યુલન્સ સેવા મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે. રાજ્યના પશુપાલન વિભાગ અને EMRI GHSના સંકલનથી કાર્યરત આ સેવા થકી જરૂરિયાતમંદ પશુઓને સ્થળ પર જ તાત્કાલિક સારવાર પૂરી પાડવામાં આવે છે.

નર્મદા જિલ્લામાં 1962 એનિમલ એમ્બ્યુલન્સ સેવા દ્વારા ત્રિમાસિક સમયગાળા દરમિયાન કરવામાં આવેલી કામગીરીની સમીક્ષા અર્થે જિલ્લા કલેક્ટરશ્રી ગંગા સિંઘના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી. બેઠક દરમિયાન સેવાની કામગીરી, પશુઓને પૂરી પાડવામાં આવતી સારવાર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં આ સેવાનો વધુ વ્યાપક પ્રચાર-પ્રસાર થાય તે અંગે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

નર્મદા જિલ્લામાં એક કોલ પર પશુ સારવારની સુવિધા

નર્મદા જિલ્લાના કોઈપણ વિસ્તારમાં કોઈ પશુ બીમાર, ઈજાગ્રસ્ત અથવા અકસ્માતગ્રસ્ત જોવા મળે અથવા કોઈ અબોલ જીવને તાત્કાલિક સારવારની જરૂરિયાત જણાય ત્યારે નાગરિકો 1962 હેલ્પલાઈન નંબર પર કોલ કરીને પશુચિકિત્સા સહાય મેળવી શકે છે.

આ સેવા ખાસ કરીને ગ્રામ્ય અને અંતરિયાળ વિસ્તારોમાં રહેતા પશુપાલકો માટે અત્યંત ઉપયોગી છે. પશુને સારવાર માટે દૂરના પશુ દવાખાને લઈ જવાની મુશ્કેલી અને સમય બંનેમાં ઘટાડો થાય છે તથા જરૂરિયાતના સમયે પશુચિકિત્સા સેવા સરળતાથી ઉપલબ્ધ બની રહે છે.

ગાય, ભેંસ, બકરી, ઘેટાં સહિતના પાલતુ પશુઓ ઉપરાંત શ્વાન, બિલાડી તેમજ અન્ય અબોલ પશુઓ ઈજાગ્રસ્ત કે બીમાર હોય ત્યારે પણ નાગરિકો 1962 હેલ્પલાઈનનો ઉપયોગ કરી શકે છે.

રખડતા પશુ-પક્ષીઓ માટે પણ ઉપયોગી સેવા

નર્મદા જિલ્લામાં રખડતા અથવા ઈજાગ્રસ્ત અબોલ પશુ-પક્ષીઓ માટે પણ 1962 કરુણા એનિમલ એમ્બ્યુલન્સ સેવા મહત્વપૂર્ણ સાબિત થઈ રહી છે. રસ્તા પર અકસ્માતગ્રસ્ત પશુ, ઈજાગ્રસ્ત અબોલ જીવ કે તાત્કાલિક સારવારની જરૂરિયાત ધરાવતું પશુ-પક્ષી જોવા મળે તો નાગરિકોએ વિલંબ કર્યા વિના 1962 પર કોલ કરી તેની જાણકારી આપવી જોઈએ.

“1962 – એક કોલ, અબોલ જીવ માટે સારવારની આશા”

નર્મદા જિલ્લાના તમામ પશુપાલકો અને નાગરિકોને અપીલ કરવામાં આવે છે કે, કોઈપણ પશુ બીમાર પડે, ઈજાગ્રસ્ત થાય, અકસ્માતનો ભોગ બને અથવા કોઈ અબોલ પશુને તાત્કાલિક સારવારની જરૂરિયાત જણાય ત્યારે 1962 પર કોલ કરો. તેમજ આ સેવાની માહિતી ગામના અન્ય ખેડૂતો, પશુપાલકો અને ગ્રામજનો સુધી પહોંચાડી વધુમાં વધુ લોકોને તેનો લાભ લેવા પ્રેરિત કરો.

*“સ્વસ્થ પશુ – સમૃદ્ધ પશુપાલક”*ના ઉદ્દેશ સાથે 1962 કરુણા એનિમલ એમ્બ્યુલન્સ સેવા નર્મદા જિલ્લાના પશુપાલકો અને અબોલ જીવો સુધી તાત્કાલિક પશુચિકિત્સા સેવા પહોંચાડવામાં મહત્વપૂર્ણ માધ્યમ બની રહી છે.

Tags: નર્મદા જિલ્લા 1962 કરુણા એનિમલ એમ્બ્યુલન્સ

સંબંધિત સમાચાર