મુંબઈ : ન્યૂજૈસા ટેક્નોલોજીસ લિમિટેડ (NSE – NEWJAISA), ભારતની અગ્રણી આઇટી ઇલેક્ટ્રોનિક્સ રિફર્બિશિંગ કંપનીએ નાણાકીય વર્ષ 24ના પ્રથમ અર્ધવાર્ષિક માટેના તેના અનઓડિટેડ નાણાકીય પરિણામોની જાહેરાત કરી.
એક નજરમાં મુખ્ય નાણાકીય બાબતો:
નાણાકીય વર્ષ 24 પ્રથમ અર્ધવાર્ષિકઃ
કુલ આવક ₹26.17 કરોડ, 85.87%નો વધારો
EBITDA ₹4.06 કરોડ, 49.90%નો વધારો
₹2.89 કરોડનો ચોખ્ખો નફો, 39.07%નો વધારો
EBITDA માર્જિન 15.51% રહ્યું
ચોખ્ખા નફા માર્જિન 11.10% રહ્યું
શેર દીઠ કમાણી ₹2.45 રહી
પ્રદર્શન અંગે ટિપ્પણી કરતાં, ન્યૂજૈસા ટેક્નોલોજીસ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર શ્રી વિશેષ હાંડાએ જણાવ્યું, “મને નાણાકીય વર્ષ 24ના પ્રથમ અર્ધવાર્ષિકમાં પ્રભાવશાળી 85% આવક વૃદ્ધિની જાહેરાત કરતાં આનંદ થઇ રહ્યો છે. ઘર, એસએમઇ અને વિદ્યાર્થીઓ સુધી ફેલાયેલો અમારો ગ્રાહક આધાર માંગને સતત નોંધપાત્ર રીતે આગળ ધપાવી રહ્યો છે. વ્યૂહાત્મક વૃદ્ધિ પર ભાર મૂકતા, અમે પ્રત્યક્ષ વેચાણના માધ્યમથી આવકની ચેનલોમાં સફળતાપૂર્વક વૈવિધ્યીકરણ લાવી રહ્યા છીએ. ટકાઉ વૃદ્ધિ પર અમારી વ્યૂહરચનાનો ભાર અમારી આવકમાં વાર્ષિક ધોરણે 85-90%ની વૃદ્ધિથી
પ્રતિબિંબિત થાય છે.
અમે વૈવિધ્યસભર ઉપભોક્તા સેગમેન્ટમાં સીધા વેચાણ દ્વારા અમારી આવક ચેનલોને વ્યાપક બનાવવાનું જાળવી રાખીએ છીએ. અમારૂં માર્જિન 11.10% છે, જે અમારી ટકાઉ વૃદ્ધિ યોજનાની સાથે એક ઇરાદાપૂર્વકનું સંરેખણ ધરાવે છે, કારણ કે અમારૂં લક્ષ્ય માનવ મૂડીમાં ભંડોળનું રોકાણ કરવાનું છે, જે નાણાકીય વર્ષ 23ના પ્રથમ અર્ધવાર્ષિકની સરખામણીમાં અમારા માર્જિનમાં 3.72% ઘટાડો કરે છે. અમે અમારા ટકાઉ વૃદ્ધિના અંદાજોને ઇંજન આપવા માટે અમારા કર્મચારી આધારને બમણો કરી દીધો છે.
નાણાકીય વર્ષનું બીજું અર્ધવાર્ષિક અમારા માટે હંમેશા મહત્વપૂર્ણ અને સાર્થક હોય છે, અમે તહેવારોની સિઝન દરમિયાન માંગમાં અપેક્ષિત વૃદ્ધિ માટે સક્રિયપણે તૈયારી કરી રહ્યા છીએ. વેગ મેળવવા માટે અમે ઓક્ટોબર 2023માં લગભગ 30 હજાર ચોરસ ફૂટની અમારી નવી સુવિધા કાર્યરત કરી દીધી છે. અમારા સાતત્યપૂર્ણ રોકાણો અમને આ મોસમી ઉછાળાને સંભાળવા અને તેનો ફાયદો ઉઠાવવા માટે સારી સ્થિતિમાં મૂકે છે.”