રાજગોર કેસ્ટર ડેરિવેટિવ્ઝ લિમિટેડ અપ્પર પ્રાઈસ બેન્ડે રૂ. 47.81 કરોડ ભેગા કરવા માટે શેરદીઠ રૂ. 47થી રૂ. 50ની પ્રાઈસ બેન્ડ સાથે પ્રત્યેકી રૂ.
10ના 956100 ઈક્વિટી શેરોની તેની પ્રથમ ઈનિશિયલ પબ્લિક ઓફર (આઈપીઓ) લાવી રહી છે. ઈશ્યુમાં 8895000 નવા ઈક્વિટી શેરો અને ઓફર ફોર સેલ માટે 666000 શેરોનો સમાવેશ થાય છે. ઈશ્યુ 17મી ઓક્ટોબર, 2023ના રોજ સબ્સ્ક્રિપ્શન માટે ખૂલશે અને 20મી ઓક્ટોબર, 2023ના રોજ બંધ થશે. અરજી અને ટ્રેડિંગ માટે 3000 ઈક્વિટી શેરોનો લઘુતમ માર્કેટ લોટ ધરાવે છે. ફાળવણી પછી શેરો એનએસઈ એસએમઈ ઈમર્જ પ્લેટફોર્મ પર લિસ્ટેડ થશે.
ઓફરની લીડ મેનેજર બીલાઈન કેપિટલ એડવાઈઝર્સ પ્રાઈવેટ લિમિટેડ છે, જ્યારે લિંક ઈનટાઈમ ઈન્ડિયા પ્રા. લિ. ઈશ્યુની રજિસ્ટ્રાર છે. નવા ઈક્વિટી ઈશ્યુની ચોખ્ખી પ્રાપ્તિમાંથી કંપની રૂ. 29.92 કરોડ કાર્યશીલ મૂડી તરીકે અને બાકી સામાન્ય કોર્પોરેટ હેતુઓ અને પબ્લિક ઈશ્યુના ખર્ચ માટે ઉપયોગ કરશે.
દીવેલ સ્થગિત પદાર્થથી મુક્ત પીળું ચીકણું પ્રવાહી છે અને પાણીમાં અદ્રાવ્ય છે. તે બ્લીચિંગ અને ફિલ્ટરિંગ પ્રક્રિયા હાથ ધર્યા પછી વ્યાવસાયિક કક્ષાના દીવેલને રિફાઈન કરીને ઉત્પાદન કરાય છે. દીવેલના ઘણા બધા ઉપયોગ છે અને લુબ્રિકન્ટ્સ, પેઈન્ટ્સ, ફાર્માસ્યુટિકલ્સ, કેબલ ઈન્સ્યુલેટર્સ, સીલન્ટ્સ, ઈન્ક્સ, રબર અને ટેક્સટાઈલ્સ વગેરેમાં વ્યાપક માગણી ધરાવે છે. તે કબજિયાતથી રાહત, પાંપણો ચમકાવવા, વાળની વૃદ્ધિ, ત્વચામાં નમી તેમ જ રોગપ્રતિરોધકતા વધારવા માટે પણ ઉપયોગ કરાય છે. તે અનાજનું જંતુઓ તથા ફૂગથી રક્ષણ કરવા માટે પણ ઉપયોગ કરાય છે.
કેસ્ટર ડી- ઓઈલ કેક ખાતર છે, જેમાં નાઈટ્રોજન, ફોસ્ફોરિક એસિડ, પોટાશ અને નમી જાળવવાની ઉચ્ચ માત્રા છે અને આ સેન્દ્રિય ખાતર પણ છે, જે રાસાયણિક ખાતર સામે વિકલ્પ તરીકે ઉપયોગ કરવામાં આવે છે. આ સાદું ખાતર છે, જે માટીમાં જૈવિક પ્રવૃત્તિને પ્રોત્સાહન આપવા માટે પ્રગતિશીલ રીતે કામ કરે છે. હાઈ પ્રોટીન કેસ્ટર ડી ઓઈલ્ડ કેક સેન્દ્રિય ખાતર છે, જે કોઈ પણ હાનિ કે સડો પેદા કર્યા વિના માટીની ફળદ્રુપતા વધારે છે.


