મુખ્ય સામગ્રી પર જાઓ
trendy

રેમન્ડ ગ્રૂપ મૈની પ્રિસિઝન પ્રોડક્ટ્સ લિમિટેડનો બિઝનેસ હસ્તગત કરશે

રેમન્ડ ગ્રૂપે ડેટ અને આંતરિક એક્યુરલના મિશ્રણ દ્વારા ફંડ કરાયેલા ₹682 કરોડમાં મૈની પ્રિસિઝન પ્રોડક્ટ્સ લિમિટેડ (MPPL) માં 59.25% હિસ્સો ખરીદવાની જાહેરાત કરી છે.

રેમન્ડ ગ્રૂપ મૈની પ્રિસિઝન પ્રોડક્ટ્સ લિમિટેડનો બિઝનેસ હસ્તગત કરશે

મુંબઈ : રેમન્ડ ગ્રૂપે ડેટ અને આંતરિક એક્યુરલના મિશ્રણ દ્વારા ફંડ કરાયેલા ₹682 કરોડમાં મૈની પ્રિસિઝન પ્રોડક્ટ્સ લિમિટેડ (MPPL) માં 59.25% હિસ્સો ખરીદવાની જાહેરાત કરી છે. આ ટ્રાન્ઝેક્શન જરૂરી નિયમનકારી મંજૂરીઓને આધિન રહેશે અને ચાલુ તે નાણાકીય વર્ષ દરમિયાન પૂર્ણ થવાની શક્યતા છે. આ એક્વિઝિશન એરોસ્પેસ, ઇલેક્ટ્રિક વ્હીકલ્સ (EV) અને ડિફેન્સના ભવિષ્યલક્ષી સેક્ટરમાં હાજરી ધરાવતા પૂરક વ્યવસાય સાથે રેમન્ડના હાલના એન્જિનિયરિંગ બિઝનેસને વધુ મજબૂત બનાવવાનું વ્યૂહાત્મક પગલું છે. કોન્સોલિડેટેડ બિઝનેસ એરોસ્પેસ, ડિફેન્સ, ઓટો અને ઈન્ડસ્ટ્રીયલ બિઝનેસમાં ટોચના ગ્લોબલ OEM અને ટિયર 1 ઉત્પાદકોને સેવા પૂરી પાડે છે.

રેમન્ડનો એન્જીનિયરિંગ બિઝનેસ આ એક્વિઝિશન સાથે એન્જીનિયરિંગ, ઓટોમોટિવ, EV, એરોસ્પેસ અને ડિફેન્સ કમ્પોનન્ટના મોટા પ્રોવાઈડર તરીકે ઉભરી આવશે, જે આંતરરાષ્ટ્રીય તેમજ સ્થાનિક બજારોમાં નોંધપાત્ર હાજરી સાથે હાઈ ગ્રોથ પ્રિસિઝન એન્જિનિયરિંગ ઉત્પાદનોને લક્ષ્ય બનાવવા માટે વિશિષ્ટ સ્થાન ધરાવે છે.

આ એક્વિઝિશન જે કે ફાઇલ્સ એન્ડ એન્જિનિયરિંગ લિમિટેડ (JK ફાઇલ્સ)ની પેટાકંપની રિંગ પ્લસ એક્વા લિમિટેડ (RPAL) દ્વારા પૂર્ણ કરવામાં આવશે. આ એક્વિઝિશન પછી રેમન્ડ જે કે ફાઇલ્સ, RPAL અને MPPL બિઝનેસને સંગઠીત કરશે અને નવી પેટાકંપની ("Newco") બનાવશે. રેમન્ડ લિ. "ન્યૂકો" માં 66.3% હિસ્સો ધરાવશે જે પ્રિસિઝન એન્જિનિયરિંગ પ્રોડક્ટ પર ધ્યાન કેન્દ્રિત કરશે. FY23 મુજબ "ન્યૂકો" ની પ્રોફોર્મા કોન્સોલિડેટેડ આવક ~1600 કરોડ છે જેમાં EBIDTA ~ 220 કરોડ છે.

આ વિશે ટિપ્પણી કરતા રેમન્ડ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર ગૌતમ હરિ સિંઘાનિયાએ જણાવ્યું કે, "આ એક્વિઝિશન અમારા એન્જિનિયરિંગ બિઝનેસના વિકાસને વેગ આપશે અને એરોસ્પેસ, ડિફેન્સ અને ઈલેક્ટ્રિક વ્હીકલ્સ (EV) જેવા ઝડપથી વિકસતા સેગમેન્ટમાં અમારા પ્રવેશ માટે નવા દ્વાર ખોલશે. રેમન્ડ ગ્રુપ હંમેશા 'મેક ઈન ઈન્ડિયા' પહેલમાં વિશ્વાસ ધરાવે છે અને આ એક્વિઝિશન ચાઈના પ્લસ વન સ્ટ્રેટેજી માટે પણ પ્રોત્સાહન પૂરું પાડશે જેનો અમને ફાયદો થઈ રહ્યો છે. આ તમામ જોઈ શકાય તેવી ગતિ સાથે વિકસતા ક્ષેત્રો છે જે ફાયદો કરવા માટે પૂરતી તકો રજૂ કરે છે. MPPLના સ્થાપક ગૌતમ મૈનીને અમારા એન્જિનિયરિંગ બિઝનેસની લીડરશિપ ટીમમાં આવકારતાં મને આનંદ થાય છે. અમને તેમની ડોમેન એક્સપર્ટાઈઝ અને તેમના બહોળા અનુભવનો નોંધપાત્ર લાભ થશે."

MPPL બે વર્ટિકલ્સમાં ભારતમાં 11 મેન્યુફેક્ચરિંગ સુવિધાઓ સાથે વૈવિધ્યસભર બિઝનેસ ધરાવે છે, જેમાં એરોસ્પેસ વર્ટિકલમાં એરોસ્પેસ અને ડિફેન્સ માટે  ઉત્પાદિત પ્રિસિઝન પ્રોડક્ટ સામેલ છે જ્યારે ઓટોમોટિવ અને ઈન્ડસ્ટ્રીયલમાં ક્લિન ઇન્ટર્નલ કોમ્બસ્ટન એન્જિન, ફ્યુઅલ ઈન્જેક્શન અને ટ્રાન્સમિશન, ઈવી કમ્પોનન્ટ, હાઈડ્રોલિક્સ અને ઈન્ડસ્ટ્રીયલ તથા એગ્રીકલ્ચર માટે માટે પ્રિસિઝન પ્રોડક્ટ સામેલ છે. MPPL 70% નિકાસ યોગદાન ધરાવે છે અને તેણે FY23માં 13% EBITDA માર્જિન સાથે કુલ આવકમાં આશરે ₹750 કરોડનું ઉત્પાદન કર્યું છે.

fashion

સંબંધિત સમાચાર

travel