મુખ્ય સામગ્રી પર જાઓ

સ્ક્વેર યાર્ડ્સની મોટી સફળતા: ₹900 કરોડનું ભંડોળ મેળવ્યું, IPO માટે તેજ કરી તૈયારીઓ

સ્ક્વેર યાર્ડ્સે ₹900 કરોડનું ભંડોળ એકત્ર કર્યું છે. IPO તરફ આગળ વધતી કંપનીની વૃદ્ધિ અને નાણાકીય સિદ્ધિઓ વિશે વિગતવાર વાંચો.

સ્ક્વેર યાર્ડ્સની મોટી સફળતા: ₹900 કરોડનું ભંડોળ મેળવ્યું, IPO માટે તેજ કરી તૈયારીઓ

નવી દિલ્હી : ભારતના અગ્રણી ઇન્ટિગ્રેટેડ રિયલ એસ્ટેટ અને મોર્ગેજ પ્લેટફોર્મ, સ્ક્વેર યાર્ડ્સે સફળતાપૂર્વક ₹900 કરોડ (₹95 મિલિયન)ની મૂડી એકત્ર કરવાની જાહેરાત કરી છે. આ મહત્વપૂર્ણ રોકાણ, જેમાં ડેટ અને ઇક્વિટી બંનેનો સમાવેશ થાય છે, તેનું નેતૃત્વ ઇએએએ અલ્ટરનેટિવ્સ દ્વારા કરવામાં આવ્યું હતું અને વૈશ્વિક કોર્પોરેટ ક્રેડિટ મેનેજર મુઝિનિચ એન્ડ કંપની દ્વારા તેમાં ભાગ લેવામાં આવ્યો હતો.

આ મૂડી રોકાણ સાથે, અગાઉના રાઉન્ડ કરતાં નોંધપાત્ર રીતે ઊંચા ઇક્વિટી મૂલ્યાંકન સાથે, સ્ક્વેર યાર્ડ્સે ગ્લોબલ પ્રોપટેક ઇકોસિસ્ટમમાં એક મજબૂત અને અગ્રણી ખેલાડી તરીકે તેની સ્થિતિ મજબૂત કરી છે. આ ગતિના આધારે, કંપની તેની હાલની મૂડી વ્યૂહરચના હેઠળ આગામી ત્રિમાસિકમાં વધુ $50-60 મિલિયન એકત્ર કરવાની યોજના ધરાવે છે.

છેલ્લા કેટલાક વર્ષોમાં સ્ક્વેર યાર્ડ્સે અનેક ગણી વૃદ્ધિનો અનુભવ કર્યો છે. નાણાકીય વર્ષ 26માં, કંપનીએ ₹2,086 કરોડ (આશરે $223 મિલિયન)ની મજબૂત આવક નોંધાવી હતી, જે વર્ષ-દર-વર્ષ 48%ની વૃદ્ધિ દર્શાવે છે. આવકમાં આ વૃદ્ધિની સાથેસાથે નફામાં પણ નોંધપાત્ર ઉછાળો આવ્યો હતો, જેમાં EBITDA 3.7 ગણો વધીને ₹176 કરોડ (આશરે $19 મિલિયન) થયો હતો. કંપનીની આ પ્રભાવશાળી લાંબા ગાળાની વૃદ્ધિની ઝલક લગભગ 53%ની 5-વર્ષની રેવન્યૂ કમ્પાઉન્ડ એન્યુઅલ ગ્રોથ રેટ (CAGR)માં પણ જોવા મળે છે.

શરૂઆતમાં પ્રાથમિક રીતે એક બ્રોકરેજ તરીકે કામ કર્યા બાદ કંપની હવે સફળતાપૂર્વક એક સમગ્ર રીતે ઇન્ટિગ્રેટેડ ઇકોસિસ્ટમમાં પરિવર્તિત થઈ ગઈ છે, જે પ્રોપર્ટી ખોજ, વ્યવહારો, હોમ લોન, ઇન્ટીરિયર અને પ્રોપર્ટી મેનેજમેન્ટ જેવી સેવાઓ પૂરી પાડે છે. ભારત, સંયુક્ત આરબ અમીરાત, ઓસ્ટ્રેલિયા અને કેનેડામાં મજબૂત ઓપરેશનલ ઉપસ્થિતિ સાથે મૂડીનું આ નવું રોકાણ કંપનીની બેલેન્સ શીટને વધુ મજબૂત કરશે. આ સાથે આ રોકાણ કંપનીના વિસ્તરણ અને પોતાના ટેક્નોલોજી ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ મજબૂત કરવામાં પણ મદદ કરશે. ઉલ્લેખનીય છે કે સ્ક્વેર યાર્ડ્સ તેની બહુપ્રતિક્ષિત ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ (IPO) માટે જોરશોરથી તૈયારી કરી રહ્યું છે. 

આ મહત્વપૂર્ણ સિદ્ધિ પર ટિપ્પણી કરતા, સ્ક્વેર યાર્ડ્સના ફાઉન્ડર અને સીઈઓ તનુજ શોરીએ જણાવ્યું: "આવા પ્રતિષ્ઠિત ઈન્સ્ટિટ્યુશનલ પાર્ટનર્સ પાસેથી આટલી મોટી મૂડી એકત્ર કરવી એ અમારા મજબૂત બિઝનેસ મોડેલ અને રિયલ એસ્ટેટ ઇકોસિસ્ટમમાં ક્રાંતિ લાવવાના અમારા સતત પ્રયાસોનું એક વિશાળ પુષ્ટિ છે. છેલ્લા કેટલાક વર્ષોમાં, અમે એક ખૂબ જ નફાકારક, ઝડપથી વિકસતું અને સંપૂર્ણ ઇન્ટિગ્રેટેડ પ્લેટફોર્મ બનાવ્યું છે. જેમ જેમ અમે અમારા આઈપીઓ તરફ આગળ વધી રહ્યા છીએ, તેમ તેમ આ મૂડી અમને અમારા બજાર વિસ્તરણને વેગ આપવા, અમારી ટેકનોલોજીને વધુ મજબૂત બનાવવા અને અમારા ગ્રાહકો અને હિસ્સેદારોને ઉત્તમ મૂલ્ય પહોંચાડવાનું ચાલુ રાખવા માટે જરૂરી શક્તિ આપશે."

રોકાણ કરતી કંપનીઓના પ્રતિનિધિઓએ પણ સ્ક્વેર યાર્ડ્સના વિકાસ માર્ગમાં સંપૂર્ણ વિશ્વાસ વ્યક્ત કર્યો.

ઇએએએ અલ્ટરનેટિવ્સના સીઈઓ અમિત અગ્રવાલે જણાવ્યું, "અમને સ્ક્વેર યાર્ડ્સની વૃદ્ધિ યાત્રાના એક મહત્વપૂર્ણ પડાવે તેમની સાથે જોડાવાનો આનંદ છે. અમારો રોકાણ આધાર નફો કમાનાર એક એવા માર્કેટ લીડરને સાથ આપવાનો છે, જે ખૂબ જ વિખરાયેલા માર્કેટમાં વિશાળ પાયે કામ કરી રહ્યા હોય અને ભવિષ્યમાં ગ્રોથ માટે ઘણો અવકાશ ધરાવતા હોય. આ સોદો ડાઉનસાઇડ પ્રોટેક્શન અને રિસ્ક-એડજસ્ટેડ રિટર્ન પર ભાર આપતા વિશેષ રીતે તૈયાર કરાયેલા કેપિટલ સોલ્યુશનની સાથે શ્રેષ્ઠ ક્વાલિટીવાળા બિઝનેસને પ્રોત્સાહિત કરવાના અમારા દ્રષ્ટિકોણને દર્શાવે છે."

શ્રી અગ્રવાલે વધુમાં ઉમેર્યું હતું કે આ રોકાણ ઇએએએ અલ્ટરનેટિવ્સની 'સ્પેશિયલ સિચ્યુએશન સ્ટ્રેટેજી'ને વધુ મજબૂત બનાવે છે, જે બિઝનેસને અનુકૂળ ઉકેલો પૂરા પાડે છે અને તેમને ગ્રોથ, રીફાઇનાન્સિંગ અને બેલેન્સ શીટ સુધારણામાં મદદ કરે છે.

મુઝિનિચ એન્ડ કંપનીના એશિયા પેસિફિક સીઈઓ એન્ડ્રુ ટેને જણાવ્યું: "સ્ક્વેર યાર્ડ્સે મૂડીનો અસરકારક રીતે ઉપયોગ કરીને તેના વ્યવસાયને ઝડપથી વધારવાની અનોખી ક્ષમતા દર્શાવી છે. અમે તેમની સતત વૃદ્ધિ અને સફળતાને ટેકો આપવા માટે આતુર છીએ."

તેના મુખ્ય બ્રોકરેજ અને ટ્રાન્ઝેક્શન બિઝનેસ ઉપરાંત, સ્ક્વેર યાર્ડ્સ રિયલ એસ્ટેટ વેલ્યુ ચેનમાં વિવિધ કન્ઝ્યુમર બ્રાન્ડ પણ ચલાવે છે. આમાં સુરક્ષિત મોર્ગેજ અને લોન સોલ્યુશન્સ માટે ભારતના સૌથી મોટા માર્કેટપ્લેસ પૈકીનું એક, અર્બન મની; દેશની સૌથી મોટી રેન્ટલ અને પ્રોપર્ટી મેનેજમેન્ટ સર્વિસ પૈકીનું એક, અઝુરો; અને ઘરના ઇન્ટીરિયર અને મોડ્યુલર ફર્નિશિંગ માટે તેની પેટાકંપની, ઇન્ટીરિયર કંપનીનો સમાવેશ થાય છે. અર્બન મનીએ ઝડપથી વિકાસ કર્યો છે - નાણાકીય વર્ષ 26માં ₹87,831 કરોડની લોનનું વિતરણ કર્યું છે અને એજન્ટ નેટવર્ક અને 150થી વધુ બેંકો અને NBFCs સાથે ભાગીદારી દ્વારા કામ કરી રહી છે. આ ગ્રુપ ટેકનોલોજી પર આધારિત બી2બી પ્લેટફોર્મ પણ ચલાવે છે, જેમાં પ્રોપર્ટી વેલ્યુએશન અને ટાઇટલ સર્ચ માટે ડેટા ઇન્ટેલિજન્સ પ્લેટફોર્મ PropVRનો સમાવેશ થાય છે. PropVR એ એક એઆઈ-પાવર્ડ ટૂલ છે જે ઇમર્સિવ 3ડી, વર્ચ્યુઅલ અને ઓગમેન્ટેડ રિયાલિટી પ્રોપર્ટી અનુભવો પ્રદાન કરે છે.

આ સફળ ભંડોળ એકત્રીકરણ એવા સમયે થયું છે, જ્યારે ભારતીય રિયલ એસ્ટેટ અને મોર્ગેજ માર્કેટમાં જબરદસ્ત વૃદ્ધિનો અનુભવ કરી રહ્યા છે. આ સેક્ટર હાલમાં ઘણા વર્ષોમાં પહેલીવાર મહત્વપૂર્ણ વૃદ્ધિનો અનુભવ કરી રહ્યું છે, જે ઝડપથી વધી રહેલા શહેરીકરણ, વધતા મધ્યમ વર્ગ અને RERA જેવા મજબૂત નિયમનકારી નિયમોને કારણે છે, જેના કારણે ગ્રાહકોનો વિશ્વાસ વધ્યો છે. મિલકત વ્યવહારોમાં વધતા ડિજિટાઇઝેશન સાથે, સ્ક્વેર યાર્ડ્સ જેવા ઇન્ટિગ્રેટેડ પ્લેટફોર્મ આ વિશાળ આર્થિક તકોનો લાભ ઉઠાવવા અને ભારતીય રિયલ એસ્ટેટ સેક્ટરમાં ખૂબ જ જરૂરી પારદર્શિતા, કાર્યક્ષમતા અને વિશ્વાસ લાવવા માટે શ્રેષ્ઠ સ્થિતિમાં છે.

Tags: સ્ક્વેર યાર્ડ્સ (Square Yards) સ્ક્વેર યાર્ડ્સ IPO અર્બન મની (Urban Money) ઇએએએ અલ્ટરનેટિવ્સ (EAAA Alternatives) સ્ક્વેર યાર્ડ્સ આવક વૃદ્ધિ પ્રોપર્ટી મેનેજમેન્ટ સર્વિસિસ ભારતીય રિયલ એસ્ટેટ સમાચાર તનુજ શોરી રિયલ એસ્ટેટ ફંડિંગ ઇન્ડિયા પ્રોપટેક સ્ટાર્ટઅપ ગુજરાત

સંબંધિત સમાચાર