મુખ્ય સામગ્રી પર જાઓ

દેડીયાપાડા તાલુકામાં ડાકણનો વ્હેમ રાખી મહિલાને ત્રાસ આપવાના કેસમાં અભયમ ટીમે સમાધાન કરાવ્યું

મહિલાએ આખરે કંટાળીને 181 અભયમની  મદદ માંગતા 181 અભયમના કાઉન્સેલર દ્વારા કાઉન્સેલીગ કરતાં જાણવા મળ્યું કે‌ એ  ગામના મોટા ભાગના લોકો  આવી જ ગેરમાન્યતાઓમાં અને અંધશ્રદ્ધામાં માને‌ છે. 

રાજપીપળા : નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના એક ગામમાં એક મહિલાને બીજી મહિલાને ડાકણ કહી સતત હેરાનગતિ કરેલ, એ બાબતે પહેલાં પણ ગામની પંચ બેસાડલ પંચોમા‌ બીજી મહિલા‌ ઉપર આવો‌ ખોટો આરોપ ના મુકવામાં જણાવેલ, પરંતુ તેમ‌ છતા મહિલાએ‌ પોતાના સ્વભાવમાં સુધારોના લાવતાં ફરી પણ ગામની વચ્ચે મહિલાને" તું ડાકણ છે મને તે કાંઈ કર્યું છે" જેથી મારો તેર વર્ષથી પગમાં દુઃખે છે સારું થતું નથી અમો ભૂવા પાસે ગયેલ ત્યાં નામ સાથે કીધું છે આ બેન નડે છે, આમ‌ કહીને મહિલાને માનસિક રીતે હેરાનગતિ કરે‌ છે, સામે વાળા મહિલા જણાવે છે કે હું આ બાબતથી હું કંટાળી ગઈ છું મને ડાકણનુ જ્યાં ચેક થતું હોય ત્યાં જવા તૈયાર છુ, આ બેન મને રોજ આ બાબતથી માનસિક રીતે હેરાનગતિ કરે‌ છે.

આ મહિલાએ આખરે કંટાળીને 181 અભયમ ની  મદદ માંગતા 181 અભયમના કાઉન્સેલર દ્વારા કાઉન્સેલીગ કરતાં જાણવા મળ્યું કે‌ એ  ગામના મોટા ભાગના લોકો  આવી જ ગેરમાન્યતાઓમાં અને અંધશ્રદ્ધા માં માને‌ છે માટે અભયમ ટીમ દ્વારા મહિલાને ખોટી ગેરમાન્યતા માંથી બહાર કાઢી સમજાવેલ કે, આ બઘી માન્યતાઓ માણસો એ બનાવેલી ઘારણા છે ડાકણ જેવું કશું નથી કહી સાચી દિશા બતાવતા મહિલા આ વાત સમજી પોતાની ભૂલને કબુલ કરી હવે પછી તેમ‌ નહી કહે તેની ખાતરી આપી હોય આમ 181 અભયમ દ્વારા બન્ને પક્ષને કાયદાકીય સમજ આપી બન્ને પક્ષનું સ્થળ ઉપર સમાધાન કરવામાં આવ્યું હતું.
 

સંબંધિત સમાચાર