મુખ્ય સામગ્રી પર જાઓ

પોલિટિક્સ

1092 लेख
પંજાબને ડ્રગ્સ મુક્ત બનાવીશું: અમૃતસરમાં મનીષ સિસોદિયાએ ફૂંક્યું 'નશા વિરુદ્ધ જંગ'નું રણશિંગુંAMT

પંજાબને ડ્રગ્સ મુક્ત બનાવીશું: અમૃતસરમાં મનીષ સિસોદિયાએ ફૂંક્યું 'નશા વિરુદ્ધ જંગ'નું રણશિંગુંAMT

આમ આદમી પાર્ટીના પંજાબ પ્રભારી મનીષ સિસોદિયાએ અમૃતસરમાં આયોજિત કાર્યક્રમમાં 'ડ્રગ્સ સામે યુદ્ધ' અભિયાનની જાહેરાત કરી છે. તેમણે ધારાસભ્યો અને સ્થાનિક નેતાઓને સ્પષ્ટ નિર્દેશ આપ્યા છે કે જો એક પણ ગામ કે વોર્ડમાં ડ્રગ્સ વેચાતું હશે તો તે સાંખી લેવામાં આવશે નહીં.

Kalpesh Kosti · 3 મહિના પેહલા
ઈસુદાન ગઢવીનો હુંકાર: ગુજરાતની 12,000 બેઠકો પર AAP મજબૂત ઉમેદવાર ઉતારશે

ઈસુદાન ગઢવીનો હુંકાર: ગુજરાતની 12,000 બેઠકો પર AAP મજબૂત ઉમેદવાર ઉતારશે

આમ આદમી પાર્ટી (AAP) ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે સજ્જ છે. ઈસુદાન ગઢવીએ 12,000 બેઠકો પર મજબૂત ઉમેદવારો ઉતારવાની અને ટૂંક સમયમાં યાદી જાહેર કરવાની જાહેરાત કરી.

Kalpesh Kosti · 3 મહિના પેહલા
કોંગ્રેસ CEC બેઠક: પુડુચેરીમાં સત્તા વાપસી માટે રાહુલ ગાંધીનો માસ્ટર પ્લાન

કોંગ્રેસ CEC બેઠક: પુડુચેરીમાં સત્તા વાપસી માટે રાહુલ ગાંધીનો માસ્ટર પ્લાન

પુડુચેરી વિધાનસભા ચૂંટણી 2026 માટે દિલ્હીમાં કોંગ્રેસ CECની બેઠક મળી. મલ્લિકાર્જુન ખરગે અને રાહુલ ગાંધીએ સંગઠન મજબૂત કરવા અને રોડમેપ બનાવવા ચર્ચા કરી. વધુ વાંચો.

Kalpesh Kosti · 3 મહિના પેહલા
West Bengal Election 2026: મમતા સામે શુવેન્દુ અધિકારીનો જંગ; ભાજપે નક્કી કર્યા ઉમેદવારો

West Bengal Election 2026: મમતા સામે શુવેન્દુ અધિકારીનો જંગ; ભાજપે નક્કી કર્યા ઉમેદવારો

નવી દિલ્હીમાં પીએમ મોદી અને અમિત શાહની હાજરીમાં ભાજપની CEC બેઠક યોજાઈ. પશ્ચિમ બંગાળ, આસામ અને કેરળ માટે ઉમેદવારોના નામ નક્કી કરવામાં આવ્યા છે. જાણો સંપૂર્ણ વિગત.

Kalpesh Kosti · 3 મહિના પેહલા
ગાંધીનગર હચમચી ઉઠ્યું: વિધાનસભામાં બોમ્બની અફવા કે સત્ય? ધારાસભ્ય ચૈતર વસાવાએ માંગી કડક સજા

ગાંધીનગર હચમચી ઉઠ્યું: વિધાનસભામાં બોમ્બની અફવા કે સત્ય? ધારાસભ્ય ચૈતર વસાવાએ માંગી કડક સજા

ગુજરાત વિધાનસભાને ઈમેલ દ્વારા બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા સમગ્ર તંત્રમાં દોડધામ મચી ગઈ છે. આ ઘટનાને પગલે તમામ ધારાસભ્યોને ગૃહની બહાર ખસેડવામાં આવ્યા હતા. આ મામલે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ સરકાર અને ગૃહ વિભાગ સામે રોષ ઠાલવ્યો છે. તેમણે જણાવ્યું કે અગાઉ પણ હાઈકોર્ટ, શાળાઓ અને કોલેજોને આવી અનેક ધમકીઓ મળી છે, પરંતુ હજુ સુધી કોઈની ધરપકડ થઈ નથી. 

Kalpesh Kosti · 3 મહિના પેહલા
ચૂંટણી માટે 240 કરોડનું ફંડ પણ વિધાનસભામાં ચર્ચા કેમ નહીં? ગોપાલ ઇટાલીયાએ સરકારને ઘેરી

ચૂંટણી માટે 240 કરોડનું ફંડ પણ વિધાનસભામાં ચર્ચા કેમ નહીં? ગોપાલ ઇટાલીયાએ સરકારને ઘેરી

આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ ગુજરાત વિધાનસભામાં સરકારની નીતિઓ સામે સવાલો ઉઠાવ્યા છે. તેમણે જણાવ્યું કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે 240 કરોડ ફાળવવા છતાં સરકાર ગૃહમાં ચર્ચાથી ભાગી રહી છે. ઇટાલીયાએ ધારાસભ્યોને મળતી અઢી કરોડની ગ્રાન્ટમાં અસમાનતાનો મુદ્દો ઉઠાવી, ગ્રામ્ય અને શહેરી વિસ્તારો માટે અલગ ગ્રાન્ટ પદ્ધતિની માંગ કરી છે. 

Kalpesh Kosti · 3 મહિના પેહલા
કેરળ વિધાનસભા ચૂંટણી ૨૦૨૬: આમ આદમી પાર્ટીએ ૨૧ ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી

કેરળ વિધાનસભા ચૂંટણી ૨૦૨૬: આમ આદમી પાર્ટીએ ૨૧ ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી

આમ આદમી પાર્ટીએ કેરળ વિધાનસભા ચૂંટણી માટે ૨૧ ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. આ સાથે ચૂંટણી પંચે EVM પર ફોટા અને ૧૦૦% વેબકાસ્ટિંગ જેવી નવી સુવિધાઓની પણ જાહેરાત કરી છે.

Kalpesh Kosti · 3 મહિના પેહલા
TVK Chief Vijay: ચૂંટણીની તારીખો જાહેર થતા જ એક્શન મોડમાં 'થલપતિ' વિજય

TVK Chief Vijay: ચૂંટણીની તારીખો જાહેર થતા જ એક્શન મોડમાં 'થલપતિ' વિજય

તમિલનાડુ વિધાનસભા ચૂંટણી માટે TVK ચીફ વિજયે ચેન્નાઈમાં પક્ષના પદાધિકારીઓ સાથે બેઠક કરી. ચૂંટણી આચારસંહિતા અને પ્રચાર રણનીતિ પર થઈ ચર્ચા. વધુ વાંચો.

Kalpesh Kosti · 3 મહિના પેહલા
ઘેડમાં ભ્રષ્ટાચાર થયો તો લાઈવ આવીને ખુલ્લા પાડીશ: AAP નેતા પ્રવિણ રામે ફરી નદી યાત્રાની કરી જાહેરાત

ઘેડમાં ભ્રષ્ટાચાર થયો તો લાઈવ આવીને ખુલ્લા પાડીશ: AAP નેતા પ્રવિણ રામે ફરી નદી યાત્રાની કરી જાહેરાત

આમ આદમી પાર્ટીના કિસાન નેતા પ્રવિણ રામે જેલમુક્ત થયા બાદ ઘેડ વિસ્તારના ખેડૂતોના પ્રશ્નો મુદ્દે રાજ્ય સરકારને ઘેરી છે. સરકારે ઘેડ માટે જાહેર કરેલી ₹1423 કરોડની વહીવટી મંજૂરી પર પ્રતિક્રિયા આપતા તેમણે જણાવ્યું કે, છ મહિના પહેલા પદયાત્રા વખતે પણ આ જ જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ ગ્રાઉન્ડ પર હજુ સુધી કોઈ કામગીરી થઈ નથી. પ્રવિણ રામે માંગ કરી છે કે સરકાર વાહવાહી કરવાનું છોડીને તાત્કાલિક ધોરણે નદીઓ ઊંડી અને પહોળી કરવાનું કામ સમુદ્ર તરફથી શરૂ કરે. 

Kalpesh Kosti · 3 મહિના પેહલા
ખોટા આદિજાતિ સર્ટિફિકેટધારકોને તાત્કાલિક બહાર કાઢો: ધારાસભ્ય ચૈતર વસાવાએ ગૃહમાં ગજવ્યું મેદાન

ખોટા આદિજાતિ સર્ટિફિકેટધારકોને તાત્કાલિક બહાર કાઢો: ધારાસભ્ય ચૈતર વસાવાએ ગૃહમાં ગજવ્યું મેદાન

આજે ગુજરાત વિધાનસભામાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ આદિવાસી વિકાસ બજેટમાં થયેલા અન્યાય સામે અવાજ ઉઠાવ્યો હતો. તેમણે જણાવ્યું કે 1.25 કરોડની વસ્તી સામે માત્ર 5425 કરોડનું ફંડ અત્યંત ઓછું છે. વસાવાએ ખોટા આદિજાતિ સર્ટિફિકેટ મેળવી નોકરી અને રાજકારણમાં ઘૂસી ગયેલા લોકોને દૂર કરવા, પેસા એક્ટ હેઠળ ગ્રામસભાને સર્વોપરી ગણવા અને વન અધિકાર અધિનિયમ હેઠળ આદિવાસીઓને જમીનનો સંપૂર્ણ કબજો આપવાની માંગ કરી છે. 

Kalpesh Kosti · 3 મહિના પેહલા
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે AAP એ કમર કસી: ગુજરાતભરમાં ઉમેદવાર પસંદગી પ્રક્રિયાનો ધમધમાટ

સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે AAP એ કમર કસી: ગુજરાતભરમાં ઉમેદવાર પસંદગી પ્રક્રિયાનો ધમધમાટ

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે આમ આદમી પાર્ટી (AAP) એ ઉમેદવાર પસંદગીની પ્રક્રિયા તેજ કરી છે. 10 થી 15 માર્ચ દરમિયાન જિલ્લા અને લોકસભા સ્તરે સ્ક્રુટિની કમિટીઓ દ્વારા દાવેદારોના ઇન્ટરવ્યુ લેવામાં આવશે. ત્યારબાદ, 16 થી 18 માર્ચ દરમિયાન પ્રદેશ કક્ષાએ નામો પર મંથન થશે. 

Kalpesh Kosti · 3 મહિના પેહલા
ગુજરાતના મોરબીમાં લાખો લોકો બેરોજગાર: ગેસ કટોકટી મુદ્દે કેજરીવાલનો કેન્દ્ર સામે મોરચો

ગુજરાતના મોરબીમાં લાખો લોકો બેરોજગાર: ગેસ કટોકટી મુદ્દે કેજરીવાલનો કેન્દ્ર સામે મોરચો

AAP ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે દેશમાં પ્રવર્તતી LPG કટોકટી માટે કેન્દ્ર સરકારની વિદેશ નીતિને જવાબદાર ઠેરવી છે. તેમણે દાવો કર્યો કે હોર્મુઝ સ્ટ્રેટ બંધ થવાથી અને અમેરિકાના દબાણ હેઠળ રશિયા પાસેથી તેલ-ગેસની ખરીદી મર્યાદિત કરવાથી દેશને ₹8 ટ્રિલિયનનું નુકસાન થયું છે. 

Kalpesh Kosti · 3 મહિના પેહલા
ગુરદાસપુરમાં 'માન' ક્રાંતિ: ₹168 કરોડના ખર્ચે 497 કિમીના રસ્તાઓનું લોકાર્પણ અને નવા પ્રોજેક્ટ્સની ભેટ

ગુરદાસપુરમાં 'માન' ક્રાંતિ: ₹168 કરોડના ખર્ચે 497 કિમીના રસ્તાઓનું લોકાર્પણ અને નવા પ્રોજેક્ટ્સની ભેટ

પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન દ્વારા ગુરદાસપુરના કાહનુવાન અને કાદિયન વિસ્તારમાં ₹168.44 કરોડ ના ખર્ચે બનેલા 497 કિલોમીટર ના રસ્તાઓનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે યોજાયેલી જનસભામાં તેમણે ભારપૂર્વક જણાવ્યું કે AAP સરકારે મહિલાઓને દર મહિને ₹1,000 આપવાનું વચન પૂર્ણ કર્યું છે. 

Kalpesh Kosti · 3 મહિના પેહલા
પંજાબમાં 'માન' સરકારની મોટી ભેટ: મહિલાઓને દર મહિને ₹1000-1500ની સહાય અને ₹10 લાખનો મફત ઈલાજ

પંજાબમાં 'માન' સરકારની મોટી ભેટ: મહિલાઓને દર મહિને ₹1000-1500ની સહાય અને ₹10 લાખનો મફત ઈલાજ

પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનએ વિધાનસભામાં રાજ્ય સરકારની ચાર વર્ષની ઐતિહાસિક સિદ્ધિઓ રજૂ કરી છે. તેમણે જાહેરાત કરી કે પંજાબના દરેક પરિવારને હવે ₹10 લાખ સુધીની મફત કેશલેસ સારવાર મળશે, જે માટે 900 હોસ્પિટલોની યાદી તૈયાર છે. મહિલા સશક્તિકરણ માટે દર મહિને ₹1000 થી ₹1500 ની સહાય, મફત વીજળી અને મફત બસ મુસાફરી જેવી સુવિધાઓ અમલમાં છે.

Kalpesh Kosti · 3 મહિના પેહલા
કોમર્શિયલ ગેસના બુકિંગ બંધ! ઇસુદાન ગઢવીની ચેતવણી: "અનેક ફેક્ટરીઓમાં તાળા મારવાની સ્થિતિ"

કોમર્શિયલ ગેસના બુકિંગ બંધ! ઇસુદાન ગઢવીની ચેતવણી: "અનેક ફેક્ટરીઓમાં તાળા મારવાની સ્થિતિ"

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધને કારણે ગુજરાતના ઉદ્યોગો પર ગંભીર સંકટ તોળાઈ રહ્યું છે. AAP પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ જણાવ્યું કે ગેસ સપ્લાયમાં 50% કાપ મુકવામાં આવ્યો છે અને કોમર્શિયલ ગેસના ભાવમાં ₹114 નો વધારો થયો છે. રાજકોટ અને મોરબીની સિરામિક ઇન્ડસ્ટ્રીઝ સહિત રાજ્યના અનેક ગેસ આધારિત ઉદ્યોગોમાં ઉત્પાદન બંધ થવાની અને ફેક્ટરીઓને તાળા મારવાની સ્થિતિ ઊભી થઈ છે.

Kalpesh Kosti · 3 મહિના પેહલા
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે AAP એક્શન મોડમાં: 10 માર્ચથી શરૂ થશે ઉમેદવાર પસંદગીનો ધમધમાટ

સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે AAP એક્શન મોડમાં: 10 માર્ચથી શરૂ થશે ઉમેદવાર પસંદગીનો ધમધમાટ

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્વે આમ આદમી પાર્ટીએ ઉમેદવાર પસંદગીની પ્રક્રિયાની સત્તાવાર જાહેરાત કરી છે. પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાએ જણાવ્યું કે 10 થી 15 માર્ચ દરમિયાન જિલ્લા અને લોકસભા સ્તરે દાવેદારો સાથે બેઠકો યોજાશે.

Kalpesh Kosti · 3 મહિના પેહલા
ગુજરાતના રણે ચઢશે કેજરીવાલ: આજથી બે દિવસીય પ્રવાસ, ગાંધીનગર અને સુરતમાં ગજવશે સભા

ગુજરાતના રણે ચઢશે કેજરીવાલ: આજથી બે દિવસીય પ્રવાસ, ગાંધીનગર અને સુરતમાં ગજવશે સભા

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ આજથી બે દિવસીય ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. ગોપાલ ઇટાલીયાએ આપેલી માહિતી મુજબ, 8 માર્ચે ગાંધીનગરના રામકથા મેદાનમાં "પરિવર્તન લાવો, કિસાન બચાવો યાત્રા" ના સમાપન પ્રસંગે કેજરીવાલ વિશાળ જનસભાને સંબોધશે અને ખેડૂતોના પડતર પ્રશ્નો મુદ્દે અવાજ ઉઠાવશે. ત્યારબાદ 9 માર્ચે સુરતના ગોથાણ ખાતે ભવ્ય ક્ષેત્રીય બૂથ કાર્યકર્તા સંમેલન યોજાશે, જેમાં દક્ષિણ ગુજરાતના અંદાજે 25,000 કાર્યકરો હાજર રહેશે. આ પ્રવાસ દ્વારા AAP ગુજરાતમાં સંગઠન અને ખેડૂત લક્ષી મુદ્દા

Kalpesh Kosti · 3 મહિના પેહલા
સુરેન્દ્રનગરના ચાચકા ગામમાં AAPની ભવ્ય સભા: ખેડૂતો અને યુવાનોના હક્ક માટે લડતની હાકલ

સુરેન્દ્રનગરના ચાચકા ગામમાં AAPની ભવ્ય સભા: ખેડૂતો અને યુવાનોના હક્ક માટે લડતની હાકલ

આમ આદમી પાર્ટીની "પરિવર્તન લાવો, કિસાન બચાવો યાત્રા" સુરેન્દ્રનગરના ચાચકા ગામ પહોંચી હતી, જ્યાં ઇસુદાન ગઢવી, પ્રવીણ રામ અને મનોજ સોરઠીયાની ઉપસ્થિતિમાં વિશાળ સભા યોજાઈ હતી. આ કાર્યક્રમમાં બોટાદ-હડદડ કાંડમાં જેલવાસ ભોગવીને આવેલા ખેડૂતોનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. 

Kalpesh Kosti · 3 મહિના પેહલા
પંજાબ સરકારની મોટી ભેટ: વીજળીના દરમાં પ્રતિ યુનિટ ₹1.50 સુધીનો ઘટાડો, જનતાને બખ્ખાં

પંજાબ સરકારની મોટી ભેટ: વીજળીના દરમાં પ્રતિ યુનિટ ₹1.50 સુધીનો ઘટાડો, જનતાને બખ્ખાં

પંજાબમાં ભગવંત માન સરકાર દ્વારા વીજળીના દરમાં ઐતિહાસિક ઘટાડાની જાહેરાત કરવામાં આવી છે. બજેટ સત્રના પ્રથમ દિવસે સરકારે ઘરેલુ ગ્રાહકો માટે પ્રતિ યુનિટ ₹1.50, વાણિજ્યિક એકમો માટે 79 પૈસા અને ઉદ્યોગો માટે 74 પૈસા સુધીનો ઘટાડો જાહેર કર્યો છે. નવા દરો 1 એપ્રિલ, 2026 થી અમલમાં આવશે, જેનાથી રાજ્યના ગ્રાહકોને અંદાજે ₹7,851.91 કરોડ ની મોટી રાહત મળશે.

Kalpesh Kosti · 3 મહિના પેહલા
અરવિંદ કેજરીવાલનો ભાજપ પર પ્રહાર: ફાંસી ઘરને ટિફિન રૂમ કહેવો એ સ્વાતંત્ર્ય સેનાનીઓનું અપમાન

અરવિંદ કેજરીવાલનો ભાજપ પર પ્રહાર: ફાંસી ઘરને ટિફિન રૂમ કહેવો એ સ્વાતંત્ર્ય સેનાનીઓનું અપમાન

દિલ્હી વિધાનસભા સંકુલમાં આવેલા 'ફાંસી ઘર' (Gallows) મુદ્દે સર્જાયેલા વિવાદમાં આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. વિશેષાધિકાર સમિતિ સમક્ષ હાજર થઈ કેજરીવાલે જણાવ્યું કે, જે સ્થળે સ્વાતંત્ર્ય સેનાનીઓને ફાંસી આપવામાં આવતી હતી તેને ભાજપ સરકાર 'ટિફિન રૂમ' ગણાવીને શહીદોનું અપમાન કરી રહી છે.

Kalpesh Kosti · 3 મહિના પેહલા