ઇન્ડિયા
11598 लेख
ડાંગ જિલ્લામાં સોશ્યલ મીડિયામાં હિન્દૂ ધર્મ વિરોધી ટિપ્પણી વાઇરલ કરનાર 2 ઈસમો સામે પોલીસ ફરિયાદ
આહવા ખાતે ડો.બાબાસાહેબ આંબેડકરના ફોટો સાથે હિન્દુ ધર્મ વિરોધી અપમાનજનક લખાણ લખી સોશિયલ મીડિયામાં ફોટો વાયરલ કરનાર 2 ઈસમો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ. બંને ઈસમો પર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.
પાલનપુર નગરપાલિકાનાં નવા પ્રમુખ તરીકે શ્રી ચીમનભાઈ એસ સોલંકીનું બહુમાન
પાલનપુર નગરપાલિકાનાં નવા પ્રમુખ તરીકે શ્રી ચીમનભાઈ એસ સોલંકીને આજે વિધિવત રીતે બપોરે ૧૨ /૩૯ ના વિજય મુહર્તમાં પોતાના અઢી વર્ષના પ્રમુખ તરીકેનો ચાર્જ સંભાળ્યો હતો.
દાહોદ જિલ્લામાં લીમખેડા તાલુકામાં આવેલો ઉમરિયા ડેમ ઓવરફ્લો
વરસાદની આગાહીના પગલે તાજેતરમાં પડી રહેલા વરસાદના કારણે દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના ઉમરિયા ડેમમાં ઓફરફ્લો થતા આ ડેમની પૂર્ણ સપાટી ૨૮૫.૦૦ મીટરની છે. આજની તા.૧૬/૦૯/૨૦૨૩ના રોજ બપોરે ૨:૦૦ કલાકે આ ડેમની સપાટી ૨૮૫.૦૦ મીટરે પહોંચી છે.
મોડાસામાં કૉલેજ ખાતે યોજાયેલ રોજગાર ભરતી મેળામા કૉલેજના 77 વિદ્યાર્થીઓ પ્રાથમિક ધોરણે પસંદગી પામ્યા
ઔદ્યોગિક રોજગાર ભરતી મેળો યોજાયો. જેમાં કુલ સાત કંપનીના એમ્પ્લોયરો હાજર રહ્યા. જેમાં કુલ ૯૧ નોકરી વાંચ્છું ભાઈઓ બહેનોએ પોતાની કારકિર્દી માટે ભાગ લઈ તમામે પોતાનો મૌખિક ઇન્ટરવ્યૂ આપ્યો.
નર્મદા જિલ્લાનાં આમલેથા પોલીસ સ્ટેશનનો રાઇટર 10 હજારની લાંચ લેતા એ.સી.બી. નાં હાથે ઝડપાયો
અકસ્માતની ઘટનામાં રાઇટરે ૪૦.૦૦૦ની લાંચ માંગી હતી પણ રકઝક બાદ ૧૦.૦૦૦ નક્કી કર્યા એ લાંચ લેતા રાઇટર રંગે હાથ ઝડપાયો.
ગાંધીનગરમાં હવે જરૂરતમંદ ભૂખ્યા લોકોને નજીવી કિંમતે મળશે ભરપેટ ભોજન
જીવન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સેકટર-૬ માં પેટ્રોલપંપ નજીક ભોજન પ્રસાદ સેવા શરૂ થઇ, દરરોજ સવારે ૧૧:૩૦ થી ૧:૩૦ સુધી મળશે ભોજન પ્રસાદ સેવા.
ભાયાવદરમાં ડાકણીયા ડુંગર માં ખોડીયાર મંદિર પાસે ત્રણ દિવસ લોકમેળો યોજાશો
ભાયાવદરમાં કોલકી રોડ પર આવેલ ખોડીયાર માતાજીનું મંદિર અને ત્યાં પ્રચલિત ડુંગરની ઉપર બિરાજમાન ખોડીયાર માતાજી મંદિર પાસે ગ્રાઉન્ડમાં લોકમેળાની જમાવટ થસે તારીખ 18 સોમવાર થી 20 સપ્ટેમ્બર સુધી ત્રણ દિવસ માટે એમ ત્રીજ ચોથ પંચમનું મહત્વ હોય છે ‍વર્ષોની પરંપરાગત મુજબ લોકમેળો યોજાશે.
16 સપ્ટેમ્બરે અમદાવાદ મંડળ ખાતે ઊજવાયો ‘સ્વચ્છતા જાગૃતિ દિવસ’
ભારતીય રેલ પર ‘સ્વચ્છ રેલ-સ્વચ્છ ભારત’ મિશન અંતર્ગત 16 સપ્ટેમ્બરથી 02 ઓક્ટોબર, 2023 સુધી ‘સ્વચ્છતા પખવાડિયા’નું આયોજન કરવામાં આવ્યું છે.
કર્ણાટક સરકારે INR 7660 કરોડના 91 રોકાણ પ્રોજેક્ટ્સને મંજૂરી આપી
ધ સ્ટેટ લેવલ સિંગલ વિન્ડો ક્લિયરન્સ કમિટી (SLSWCC)એ શુક્રવારે રાજ્યમાં 18,146 રોજગાર સર્જનની શક્યતાઓ સાથે રૂ. 7,659.52 કરોડના 91 ઔદ્યોગિક રોકાણની મંજૂરી આપી હતી.
ગરુડેશ્વર એપીએમસીનાં એક કરોડના હોટલ કૌભાંડમાં ઝાબાજ વહીવટદાર મુકાયા બાદ હોટલ ખાલી કરાવાઈ
જોકે હોટલ ખાલી કરાવવા કાર્યવાહી કરવા ખેડૂતોની માંગ હતી જેમાં ઝાબાજ વહીવટદાર અભિષેક સુવાએ આખરે હોટલ ખાલી કરાવી કબ્જો મેળવ્યો છે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી હરેશભાઈ વસાવા એ આખરે બીજેપી નો ખેસ ધારણ કર્યો
ભરૂચના સાંસદ મનસુખભાઇ વસાવા પણ જાહેરમાં મીડિયા સમક્ષ અનેક વાર ઘટસ્ફોટ કરી ચુક્યા હતા, કે ચૈતરભાઈ વસાવા અને હરેશભાઇ વસાવા ભાજપમા જોડાવા માંગે છે.
રાજપીપળા બેંક ઓફ બરોડા વિરુદ્ધ રિઝર્વ બેંકમા ફરિયાદ : ખાતેદારો સાથે ગેરવર્તન બદલ ફરિયાદ થઈ
બેંક કર્મચારીઓ દ્વારા ખાતેદારો સાથે ઉદ્ધતાઈ કરવા માટે પંકાયેલી બેંક ઓફ બરોડા શાખા ને પાઠ ભણાવવા ખાતેદાર અને જાણીતા પત્રકાર ઈકરામ મલકે રિઝર્વ બેન્કના દ્વાર ખખડાવ્યા.
ગણપતિ બાપાની માટીની મૂર્તિ બનાવી પર્યાવરણ રક્ષણનો સંદેશ આપતા કારીગરો
વડોદરામાં સાત દિવસીય મેળામાં ગુજરાત માટીકામ કલાકારી અને ગ્રામીણ ટેકનોલોજી સંસ્થાનમાંથી તાલીમ પામેલા ૭૩ કારીગરો થયા સહભાગી.
Gandhinagar: હવેથી ગુજરાતની આ 11 યુનિવર્સિટીઓ આવશે સરકાર હસ્તક, સ્ટૂડન્ટ પોલિટિક્સ ખતમ
ગાંધીનગર: ગુજરાત પબ્લિક યુનિવર્સિટી વિધેયક ગૃહમાં પસાર કરવામા આવ્યું છે. જેનાથી હવે રાજ્યની તમામ સરકારી યુનિવર્સિટીઓ એક છત્ર નીચે રહેશે.
સરદાર સરોવર ડેમ: પાણીના સ્તરમાં વધારો, નદીના પ્રવાહમાં વધારો થતાં સાવચેતી રાખવાની વિનંતી
ઉપરવાસમાં પાણી છોડવાને કારણે સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની સપાટી 136 મીટરને વટાવી ગઈ છે. બપોરના સમયે, રિવરબેડ પાવરહાઉસમાંથી કુલ 145,000 ક્યુસેક પાણી છોડતા 1.40 મીટરની ઊંચાઈએ દસ દરવાજા ખોલવામાં આવ્યા હતા. છેલ્લા ત્રણ કલાકમાં સરેરાશ 682,791 ક્યુસેકના પ્રવાહ સાથે પાણીનો પ્રવાહ 938,060 ક્યુસેક રહ્યો છે.
'રાજૌરીમાં ક્રિકેટ મેચ પહેલા ગોળીઓનો ખેલ ખતમ થવો જોઈએ', અસદુદ્દીન ઓવૈસીએ કેન્દ્ર પર નિશાન સાધ્યું
અનંતનાગ એન્કાઉન્ટરઃ જમ્મુ-કાશ્મીરના રાજૌરીના અનંતનાગમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર થયું છે. જેમાં અત્યાર સુધીમાં પાંચ જવાનો શહીદ થયા છે.
અનંતનાગ એન્કાઉન્ટર: સેનાએ અનંતનાગમાં આતંકવાદનો ખાત્મો કર્યો, ડ્રોન ફૂટેજમાં ત્રણ આતંકવાદીઓના મૃતદેહ જોવા મળ્યા
જમ્મુ-કાશ્મીરમાં સેના અને આતંકવાદીઓ વચ્ચે સતત ચોથા દિવસે અથડામણ ચાલુ છે. અનંતનાગમાં આતંકવાદીઓ વિરુદ્ધ ઓપરેશન ચાલી રહ્યું છે ત્યારે બારામુલ્લામાં સેનાએ 3 આતંકીઓને ઠાર કર્યા છે.
JDU-RJD ગઠબંધન તેલ અને પાણી જેવું છે, તેઓ ક્યારેય નહીં મળે : અમિત શાહ
આજે બિહારના મધુબનીમાં અમિત શાહે કહ્યું કે જેડીયુ-આરજેડી ગઠબંધન તેલ અને પાણી સમાન છે, તેઓ ક્યારેય નહીં મળે. તેમણે કહ્યું કે હવે લાલુ યાદવ સક્રિય છે અને નીતિશ કુમાર નિષ્ક્રિય છે. તમે કલ્પના જ કરી શકો છો કે બિહારની સરકાર પાછી આવશે તો કેવી રીતે ચાલશે.
અમદાવાદમાં ગણેશ વિસર્જનની તૈયારીઓ શરૂ
આગામી ગણેશ ઉત્સવ નજીકમાં હોવાથી, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) એ ભવ્ય ગણેશ વિસર્જનની તૈયારીમાં કોઈ સમય બગાડ્યો નથી. અમદાવાદ મ્યુનિસિપાલિટીની તાજેતરમાં મળેલી બેઠક દરમિયાન અંદાજે આઠ કરોડના ખર્ચે 46 ડિસ્ચાર્જ ટાંકી બનાવવાનો સર્વાનુમતે નિર્ણય લેવાયો હતો.
લખનૌની રેલ્વે કોલોનીમાં દુઃખદ અકસ્માત, છત પડી, 5ના મોત; મુખ્યમંત્રીએ શોક વ્યક્ત કર્યો
લખનઉના આલમબાગ વિસ્તારમાં રેલવે કોલોની સ્થિત એક મકાનની છત તૂટી પડતાં મોટો અકસ્માત થયો હતો. જેમાં એક જ પરિવારના 5 લોકોના મોત થયા હતા.