અમદાવાદ / સુરત / જુનાગઢ / ગુજરાત : બનાવટી વાયરલ ઓડિયો બાબતે આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ મોટો ખુલાસો કરતા જણાવ્યું હતું કે, હર્ષ સંઘવીએ ગઈકાલે મારા ઘરે પોલીસ મોકલીને મારા પરિવાર સાથે ગેરવર્તન કર્યું અને એ વાતનો મેં ભાંડો ફોડ્યો તો સાંજ સુધીમાં એક બનાવટી AI ઓડિયો વાયરલ કરવામાં આવ્યો. ત્યારબાદ ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ હર્ષ સંઘવીને જણાવ્યું કે, અમે આખા વર્ષમાં તમારા પર 100 મુદ્દાએ આંગળી ઊંચી કરી છે, અમે તો કહ્યું કે તમારી પાર્ટી ડ્રગ્સના ધંધામાં સંડોવાયેલી છે, અમે કહ્યું કે હર્ષ સંઘવી આઠ પાસ છે, અમે કહ્યું કે દારૂના હપ્તામાં ભાજપના લોકો કમાય છે, આવી કોઈ પણ બાબતે કેમ કોઈ ઓડિયો ન આવ્યો? પણ જ્યારે મેં કહ્યું કે મારા પરિવારને હર્ષ સંઘવીએ પોલીસ મોકલીને હેરાન કરવાની કોશિશ કરી છે તો સાંજે એક બનાવટી ઓડિયો વાયરલ કરવામાં આવ્યો. હકીકતમાં જનતા બધું જાણે છે કે સાચું શું છે અને ખોટું શું છે.
વધુમાં ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ જણાવ્યું હતું કે, સાચી વાત એ છે કે અત્યાર સુધીમાં 100 કરતાં વધુ FIR કરીને હર્ષ સંઘવીએ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને જેલમાં પૂરવાનું કામ કર્યું છે. પણ અમને કોઈ વાંધો નથી કારણ કે અમે ડરતા નથી, અમે ખુલ્લેઆમ ફરીએ છીએ. ગઈકાલે જે કૃત્ય કરવામાં આવ્યું તે કૃત્ય અત્યંત નિમ્ન કક્ષાનું હતું અને “ચોરી ઉપરથી સીનાજોરી” કરી. મારા પરિવારને હેરાન કરવામાં આવે છે ધાકધમકી આપવામાં આવે છે અને ઉપરથી મારા વિરુદ્ધ ઓડિયો બનાવવામાં પણ આવે છે. ઓડિયો પણ એવો છે જે આઠ પાસ ને છાજે. એક નિમ્ન કક્ષાની વૃત્તિ ધરાવતો માણસ ઓડિયો બનાવે એવો ઓડિયો છે. જેમાં જે કહેવાતો ભાઈ છે એ મને કાયદાનું જ્ઞાન આપે છે, પણ આવું જ્ઞાન કોઈએ મને આપવાની ક્યાં જરૂરત છે? હું પોલીસમાં રહી ચૂક્યો છું અને વકીલ પણ છું તો મને બધી જ ખબર છે કે કયો નિયમ છે અને કયો નહીં, કોઈએ મને ફોન કરીને આ નિયમ બાબતે કાંઈ કહેવાની કોઈ જરૂરત હોતી નથી.
વધુમાં ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ જણાવ્યું હતું કે, ઓડિયો બનાવનાર લોકોને બુદ્ધિ નથી, કારણ કે મેં જે મુદ્દા ઉઠાવ્યા કે હર્ષ સંઘવીએ આટલી જગ્યાએ દાદાગીરી કરી છે, જાણે ભાજપ એનો ખુલાસો કરતી હોય એ ખુલાસા ટાઈપની ચર્ચા જોડવામાં આવી છે. અમે તો કહીએ છીએ કે હર્ષ સંઘવીના આવ્યા પછી ગુજરાતમાં ડ્રગ્સનો વેપાર વધ્યો છે, તો હું તો કહું છું કે એનો પણ એક ઓડિયો બનાવો જેમાં ગોપાલ અને ભાજપના નેતા વચ્ચે વાત થતી હોય કે ભાજપના નેતાઓ કેટલા પૈસા લે છે અને ગોપાલભાઈને એની જાણ કરે છે. અમે તો ખુલ્લેઆમ કહીએ છીએ કે હર્ષ સંઘવીને આવ્યા પછી ગુંડાઓ બુટલેગરો પોલીસને દોડાવી દોડાવીને મારે છે, પાટણમાં માર માર્યો, અમદાવાદમાં માર માર્યો, વટવા બાજુ પોલીસની ગાડીઓ પર તલવારો મારી હતી, હર્ષ સંઘવીના આવ્યા પછી પોલીસને મારવામાં ગુંડાઓ સહેજ પણ શરમાતા નથી તો આનો પણ એક ઓડિયો બનાવવો જોઈએ ગોપાલ અને એક એસપી કે આઇપીએસ વચ્ચેનો. જ્યારે તમારા પર મેં 100 સવાલ ઉઠાવ્યા ત્યારે તમને ઓડિયો બનાવવાનું ન સુજ્યું પણ જ્યારે મેં કહ્યું કે મારા પરિવારને હર્ષ સંઘવીએ ધાકધમકી આપવાની કોશિશ કરી, ત્યારે તો ઓડિયો બનાવ્યો. હર્ષ સંઘવીની ટોળકી દ્વારા આ બનાવટી ઓડીઓને સનસનીખેજ સમાચારની જેમ પ્રસારિત કરવામાં આવ્યો. કોઈ સનસનીખેજ બાબત નથી, સનસનીખેજ સમાચાર તો 2027માં આવશે કે હર્ષ સંઘવી જેલમાં જાય છે અને આમ આદમી પાર્ટીની સરકાર આવે છે.
આમ આદમી પાર્ટી ગુજરાત


