મુખ્ય સામગ્રી પર જાઓ

AAP છોડીને ગયેલા નેતાઓ બેરોજગાર બન્યા છે: રામ ધડુકનો જુનાગઢથી જોરદાર વળતો પ્રહાર

આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મંત્રી રામ ધડુકે ભાજપમાં જોડાયેલા પૂર્વ AAP નેતાઓ રાજુ કરપડા અને કરસન બાપુ ભાદરકા પર તીક્ષ્ણ વળતો પ્રહાર કર્યો છે. રામ ધડુકે જણાવ્યું કે AAP ના પ્લેટફોર્મ પરથી ઓળખ મેળવનારા આ નેતાઓ હવે ભાજપના પ્રભાવ હેઠળ આવી પક્ષની ભવિષ્યવાણી કરી રહ્યા છે.

AAP છોડીને ગયેલા નેતાઓ બેરોજગાર બન્યા છે: રામ ધડુકનો જુનાગઢથી જોરદાર વળતો પ્રહાર

અમદાવાદ / જૂનાગઢ / ગુજરાત : આમ આદમી પાર્ટી પ્રદેશ સંગઠન મંત્રી રામ ધડુકે વિડીયોના માધ્યમથી જણાવ્યું હતું કે થોડા સમય પહેલા આમ આદમી પાર્ટી છોડી ભાજપમાં જોડાયેલા રાજુ કરપડા અને કરશન બાપુ ભાદરકા ન્યૂઝમાં આમ આદમી પાર્ટીની ભવિષ્યવાણી કરતા હતા. તેઓ કહી રહ્યા હતા કે આમ આદમી પાર્ટીના અમુક નેતા આવનારા સમયમાં બીજી પાર્ટીમાં જશે, અરવિંદ કેજરીવાલ આ પાર્ટીમાં છે, ભાગવંત માન આ પાર્ટીમાં જશે, ઈસુદાન ગઢવી,ગોપાલ ઇટાલિયા આ પાર્ટીમાં જશે. અમને પણ ખબર છે કે તમે આમ આદમી પાર્ટી છોડીને ગયા પછી બેરોજગાર બની ગયા છો અને ગુજરાતની જનતાને લઈને તમારી પાસે કોઈ કામ રહ્યું નથી. આજે તમે આમ આદમી પાર્ટીની ભવિષ્યવાણી કરો છો, પરંતુ જ્યારે આમ આદમી પાર્ટી સંઘર્ષ કરી રહી હતી ત્યારે તમે તક જોઈને પાર્ટીમાં આવ્યા હતા. વર્ષોથી સંઘર્ષ કરનારા અનેક કાર્યકર્તાઓએ આમ આદમી પાર્ટીનો પાયો નાખ્યો છે. સુરતમાં 27 બેઠકો સાથે મુખ્ય વિપક્ષ બન્યા પછી અને વિધાનસભામાં સારો દેખાવ કર્યા પછી તમે રાજકીય તક અને લાભ માટે આમ આદમી પાર્ટીમાં આવ્યા હતા. દરેક કાર્યકર્તાએ તમને માન-સન્માન આપ્યું, તમને નેતા બનાવ્યા અને પછી ભાજપે તમને બોલાવીને પટ્ટા પહેરાવ્યા. તમે બંને મારા સારા મિત્રો છો, એટલા માટે અત્યાર સુધી તમારા વિશે એક પણ વાત નથી કરી. પરંતુ હવે જ્યારે તમે ભાજપમાં જઈને આમ આદમી પાર્ટી વિશે વાતો કરો છો, ત્યારે હું કહેવા માંગુ છું કે તમે ભાજપની ભવિષ્યવાણી કરો કે ખેડૂતોનું દેવું ક્યારે માફ થશે, ખેડૂતોની આવક ક્યારે ડબલ થશે, ખેડૂતોને દિવસે વીજળી ક્યારે મળશે, સિંચાઈ માટે પૂરતું પાણી ક્યારે મળશે.

આપ નેતા રામ ધડુકે વધુમાં જણાવ્યુ હતુ કે તમે ભવિષ્યવાણી કરો કે ગુજરાતમાં સારી સરકારી શાળાઓ ક્યારે બનશે. દિલ્હીમાં અરવિંદ કેજરીવાલે જે શિક્ષણ મોડલ ઊભું કર્યું છે તેવી સ્કૂલો ગુજરાતમાં ભાજપ સરકાર ક્યારે બનાવશે. તમે એ પણ કહો કે દિલ્હીના મહોલ્લા ક્લિનિક જેવી આરોગ્ય સેવાઓ ગુજરાતમાં ક્યારે મળશે. ગુજરાતના લાખો બેરોજગાર યુવાનોને રોજગારી ક્યારે મળશે તેની ભવિષ્યવાણી કરો. NEETની પરીક્ષાનું પેપર ફરી ફૂટ્યું છે અને પરીક્ષા ફરી લેવામાં આવશે. પેપર ફૂટવાનું ક્યારે બંધ થશે તેની ભવિષ્યવાણી તમે કરો. અસંખ્ય વિદ્યાર્થીઓના ભવિષ્ય અને સપનાઓ તૂટી રહ્યા છે, વાલીઓના સપનાઓ રોળાઈ રહ્યા છે, તે ક્યારે બંધ થશે તેની ભવિષ્યવાણી કરો. આમ આદમી પાર્ટીની ભવિષ્યવાણી કરીને તમને થોડા લાઈક મળી જશે, પરંતુ જો તમે સાચા અર્થમાં નેતા બનવા માંગતા હો તો લોકોની વચ્ચે રહો, લોકોના પ્રશ્નો અને પીડા સમજો. અરવિંદ કેજરીવાલ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય નેતા છે, જેમણે આ પાર્ટીની સ્થાપના કરી અને દેશને શિક્ષણ, સ્વાસ્થ્ય અને કામની રાજનીતિ આપી. આજે ગુજરાતમાં મહિલાઓ માટે ફ્રી મુસાફરી અને સન્માન રાશિ જેવી વાતો પણ અરવિંદ કેજરીવાલની રાજનીતિના કારણે જ ચર્ચામાં આવી છે. તમે પણ આમ આદમી પાર્ટીના પ્લેટફોર્મ પરથી મોટા બન્યા છો, નહિતર તમને તમારા ગામમાં પણ કોઈ ઓળખતું નહોતું.

આપ નેતા રામ ધડુકે વધુમાં જણાવ્યુ હતુ કે હવે આમ આદમી પાર્ટીની ભવિષ્યવાણી કરવાનું બંધ કરો અને જ્યાં ગયા છો ત્યાંના લાભાર્થી બનીને રહો. અમે વર્ષોથી સંઘર્ષ કર્યો છે અને સંઘર્ષ કરવાની તાકાત તમારામાં નહોતી. દબાણમાં આવીને તમે પાર્ટી છોડી દીધી. તમે જેટલું જાણો છો એથી વધુ વાતો અમે જાણીએ છીએ, કારણ કે આપણે એક પરિવારની જેમ સાથે રહ્યા છીએ. પરંતુ અમે માન-સન્માન રાખીને અત્યાર સુધી ચૂપ રહ્યા છીએ. હવે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓનું મનોબળ તોડવાનું અને પાર્ટીને બદનામ કરવાનું બંધ કરો. આમ આદમી પાર્ટી આગળ વધશે, ગુજરાતમાં સરકાર બનાવશે અને ગુજરાતનું ભવિષ્ય ગુજરાતની જનતા નક્કી કરશે. તમે બંને માત્ર તમારું ભવિષ્ય નક્કી કરો. અમે સંબંધો અને સન્માનને મહત્વ આપીએ છીએ, એટલા માટે એક પણ વિડીયો બનાવ્યો નહોતો. પરંતુ જ્યારે લિમિટ ક્રોસ થાય છે ત્યારે જવાબ આપવો જરૂરી બને છે. આજે પણ તમને જિલ્લા અને તાલુકા પંચાયતની સીટ પણ નક્કી ન હતી, ત્યારે આમ આદમી પાર્ટીએ તમને ધારાસભાની સીટ આપી અને નેતા બનાવ્યા. તેથી તમે બંને મિત્રોને વિનંતી છે કે આ બધું બંધ કરો. ગુજરાતની જનતા જાણે છે કે આમ આદમી પાર્ટી શું કરી શકે છે. આખા દેશ અને દુનિયાને શિક્ષણ અને સ્વાસ્થ્યનું મોડલ આપનાર આમ આદમી પાર્ટી સંઘર્ષના આધારે ગુજરાતમાં આગળ વધશે અને એક દિવસ સરકાર પણ બનાવશે. ફરી એકવાર તમને બંનેને વિનંતી છે કે તમે તમારું કામ કરો. 

આમ આદમી પાર્ટી ગુજરાત

સંબંધિત સમાચાર