આશીર્વાદ ફાઉન્ડેશન દ્વારા ૫ જાન્યુઆરી ૨૦૨૪ના રોજ મહિલા ITI થલતેજ, અમદાવાદ ખાતે વુમન વેલનેસ ક્લિનિક પ્રોગ્રામ (WWC) હેઠળ આશીર્વાદ ફાઉન્ડેશનના સંસ્થાપક સીએ શ્રી આર. એસ. પટેલ સાહેબ, બહેનોમાં રોલ મોડેલ એવા આશીર્વાદ મેડિકલ સેન્ટરના ડિરેક્ટર શ્રીમતિ હિનાબેન જરીવાલા, પ્રિન્સિપાલ શ્રીમતિ બીનાબેન પંચાલ તથા ક્રીપાલીબેન માલવણીયા ફોરમેન ઇન્સ્ટ્રકટર મહિલા ITIના સહયોગથી લાભાર્થીઓ માટે પ્રોજેક્ટ ઇન્ચાર્જ શ્રીમતી કિન્નરીબેન ભટ્ટ તથા ટીમ દ્વારા વિનામૂલ્યે સ્તન કેન્સર જાગૃતિ કાર્યક્રમનું સફળતાપૂર્વકનું આયોજન કરવામાં આવ્યું.
સ્તન કેન્સર પીડા વગરનો રોગ હોવાથી કોઈપણ જાતના ટેસ્ટ વિના ચોથા સ્ટેજ સુધી પહોંચી જાય છે. કોઈપણ કેન્સરનો ઈલાજ ચોથા સ્ટેજમાં પહોંચી ગયા બાદ જટીલ અને ખર્ચાળ બની જાય છે. એક અંદાજ મુજબ ભારતમાં દર વીસમાંથી એક મહિલા સ્તન કેન્સરનો ભોગ બનતી જોવા મળે છે.
લાભાર્થીઓનું વિનામૂલ્યે બ્રેસ્ટ કેન્સર સ્ક્રીનીંગ ચેક-અપ કરવામાં આવશે. સ્તન કેન્સરની વિકરતી જતી સમસ્યાઓને ધ્યાનમાં રાખી આ સેવાકીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં બહેનોએ ઉપસ્થિત રહી હાજરી આપી હતી.
સદરહુ માહિતીથી મોટા ભાગની બહેનો અજાણ હોવાથી તેમને આ માહિતી રસપ્રદ લાગી હતી. સ્તન કેન્સર જાગૃતિ કાર્યક્રમ અંગે સૌએ પ્રશંસા કરી હતી તથા તેઓએ આ માહિતી બીજી પાંચ થી દસ બહેનોને પહોચાડવાની ખાતરી આપી હતી. આ માહિતી અન્યને પહોંચાડવાથી કોઈ દર્દીનું પોઝીટીવ નિદાન થાય તો આંગળી ચિંધ્યાના પૂણ્યના તમે અધિકારી બની શકો છો.
દરેક બહેનોને પ્રોત્સાહિત કરવા માટે વિનામૂલ્યે બ્રેસ્ટ કેન્સર અવેરનેસ બુકલેટનું વિતરણ કરવામાં આવ્યું.