મુખ્ય સામગ્રી પર જાઓ
trendy

AAP ધારાસભ્ય ચૈતર વસાવાની આગેવાનીમાં ચૂંટણીલક્ષી કાર્યકર્તા બેઠક યોજાઈ

આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાની આગેવાનીમાં ચૂંટણીલક્ષી કાર્યકર્તા બેઠક યોજાઈ હતી. ઉમરપાડા, માંડવી અને વ્યારા ખાતે આયોજિત બેઠકમાં ધારાસભ્ય ચૈતર વસાવાએ પદાધિકારીઓ તથા કાર્યકર્તાઓને માર્ગદર્શન આપ્યું હતુ. 

AAP ધારાસભ્ય ચૈતર વસાવાની આગેવાનીમાં ચૂંટણીલક્ષી કાર્યકર્તા બેઠક યોજાઈ

અમદાવાદ/વ્યારા/ ગુજરાત :  આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાની આગેવાનીમાં ચૂંટણીલક્ષી કાર્યકર્તા બેઠક યોજાઈ હતી. ઉમરપાડા, માંડવી અને વ્યારા ખાતે આયોજિત બેઠકમાં ધારાસભ્ય ચૈતર વસાવાએ પદાધિકારીઓ તથા કાર્યકર્તાઓને માર્ગદર્શન આપ્યું હતુ. આ તકે મીડિયા સમક્ષ વાત કરતાં AAP ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે વ્યારા જિલ્લાની તમામ વિધાનસભાનાં કાર્યકર્તાઓ સાથે આજે અમે વન ટુ વન બેઠક કરી છે. આવનારા દિવસોમાં તાલુકા-જિલ્લા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીઓ આમ આદમી પાર્ટી સ્વતંત્ર લડવા જઈ રહી છે, ત્યારે તમામ બેઠકોના ઉમેદવારો અમારી પર અપેક્ષા લઈને બેઠા છે. આ ઉમેદવારોના બાયોડેટા સહિત તમામ વિગતો ચકાસીને આ તમામ બેઠકો પર કઈ રીતે ચૂંટણીની રણનીતિ બનાવી શકાય, કઈ રીતે જીતી શકાય, આ દિશામાં અમે આજે ચિંતન અને મનન કર્યું છે. જેને લઈને તમામ કાર્યકર્તાઓ અને આગેવાનોમાં ઉત્સાહ છે. આ ઉત્સાહ બતાવે છે કે આવનારા દિવસોમાં આમ આદમી પાર્ટી ખૂબ જ મજબૂતાઈથી ચૂંટણી લડશે અને જીતશે.

AAP ધારાસભ્ય ચૈતર વસાવાએ વધુમાં જણાવ્યું હતું કે વ્યારામાં 30 વર્ષથી ભાજપનું એકધારુ શાસન હોવા છતાં નગરપાલિકાની ઘણી સમસ્યાઓ છે. ગટર, પીવાનું પાણી, સ્વચ્છતા, એક નાનું કામ કરવા માટે ભ્રષ્ટાચાર જેવા કમિશન આપવા, સામાન્ય માણસ પોલીસ સ્ટેશન ફરિયાદ કરવા માટે પણ જઈ શકતો નથી. આવી અનેક સમસ્યાઓ વચ્ચે એક ડરનો માહોલ ઉભો કરવામાં આવ્યો છે, ત્યારે જનતા એક પરિવર્તન ઇચ્છે છે અને આ પરિવર્તનમાં આમ આદમી પાર્ટી મજબૂત વિપક્ષ તરીકેની ભૂમિકામાં છે, એટલે ચોક્કસપણે અમે માનીએ છીએ કે તાલુકા-જિલ્લા પંચાયતોમાં આમ આદમી પાર્ટી ખૂબ સારી રીતે લડશે અને આ વિસ્તારમાં પૂર્ણ બહુમતીથી પોતાની જીત મેળવી લોકોની સેવા કરશે, તેવી અમને ખાતરી છે. જે પ્રમાણે લોકોનાં અભિપ્રાય અમને મળે છે, તેવી જ રીતે આવનારા દિવસોમાં મતદાન રૂપી લોકોના આશીર્વાદ પણ મળશે અને આમ આદમી પાર્ટી જીતશે તેવી અમને આશા છે.

આમ આદમી પાર્ટી ગુજરાત
 

fashion

સંબંધિત સમાચાર

travel