અમદાવાદ / ગાંધીનગર | આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રવક્તા હિમાંશુ ઠક્કરે જણાવ્યું હતું કે, હાલમાં જ ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીના પડઘમ વાગી ગયા છે. ત્યારે ગાંધીનગરની જનતા અને પ્રબુદ્ધ મતદારો પર બહુ મોટી જવાબદારી છે. હું સૌ ગાંધીનગરવાસીઓને વિનંતી કરવા આવ્યો છુ કે અત્યાર સુધી આપણે સતત એકતરફી મતદાન કરતા આવ્યા છીએ, જેના વરવા પરિણામો આપણે અને આપણી નવી પેઢી ભોગવી રહી છે. આજે મોંઘવારી, બેરોજગારી, ભ્રષ્ટાચાર, શોષણ અને ગુંડાઓ તથા ગુનેગારોનું ખુલ્લેઆમ ફરવું એ મુખ્ય મુદ્દાઓ બની ગયા છે. આપણે કે આપણા સગા-સંબંધીઓ જ્યાં રહે છે ત્યાં વાતો થાય છે, પરંતુ સાચી હકીકત અને વાસ્તવિકતા શું છે તે સૌ જાણીએ છીએ. ભારતીય જનતા પાર્ટી હંમેશા યેનકેન પ્રકારે સત્તામાં ટકી રહેવાની કોશિશ કરે છે. વિદ્યાર્થીઓએ આંદોલનો કર્યા ત્યારે પણ સરકારી એજન્સીઓ અને તમામ તંત્રોનો દુરુપયોગ કરીને તેમને દબાવવામાં આવ્યા. જો આપણે સૌ જાગૃત નહીં થઈએ, તો ફરીથી આવી નીતિઓ ધરાવતી સરકાર જ આવશે.
’આપ’ પ્રદેશ પ્રવક્તા હિમાંશુ ઠક્કરે વધુમાં જણાવ્યુ હતુ કે આપણે જોયું છે કે કોંગ્રેસમાંથી જે ચૂંટાયા, શું તે આજે કોંગ્રેસમાં છે? પરંતુ આમ આદમી પાર્ટીના એક જ કોર્પોરેટર હતા જે આજે પણ આપણી સાથે છે. સાચા લોકોને ચૂંટો એ આપણી જવાબદારી છે અને આપણા મતની કિંમત છે. જો ફરીથી એજ કરવુ હોય તો વોટ બટાઇ દેજો અને ગેમ સમજી ગયા હોય તો એક તરફી મતદામ કરજો. અનેક વર્ષો સુધી કોંગ્રેસે રાજ કર્યુ, ભાજપને હાલ માણી રહ્યા છો. આ વખતે આમ આદમી પાર્ટીને એક મોકો આપો. જે લોકો સામાન્ય માણસ માટે સંઘર્ષ કરી રહ્યા છે, તેમને આપની લાગણી, હૂંફ, ભરોસા અને મતની જરૂર છે. પ્રજા માટે મજબૂત વિરોધ પક્ષ હોવો જરૂરી છે, જે સરકાર સામે તમારો અવાજ બની શકે, તમારી રજૂઆત કરી શકે અને આપની સેવા કરી શકે. આપનો મત એવા ઉમેદવારોને આપો જે ક્યારેય દગો ન કરે અને હંમેશાં જનતાના ભલા માટે ઊભા રહે.
આમ આદમી પાર્ટી ગુજરાત