અમદાવાદ / જુનાગઢ / ગુજરાત : આમ આદમી પાર્ટીના ખેડૂત નેતા પિયુષ પરમારે ફેસબુક લાઈવના માધ્યમથી અત્યંત ગંભીર મુદ્દા પર પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, આજે દેશમાં ખૂબ જ ગંભીર પરિસ્થિતિ પેદા થઇ છે. આજે હું એક એવી જિલ્લા પંચાયતની સીટ પર છું જ્યાં ભાજપના આયાતી ઉમેદવાર જીત્યા છે અને તેઓના પોતાના પેટ્રોલ પંપ પણ છે. મેં સાંભળ્યું હતું કે અઢી કરોડ ખર્ચીને તેઓ જિલ્લા પંચાયતના સદસ્ય બન્યા પરંતુ હવે જનતાની હાલત શું છે એ જોવા જેવી વાત છે. હાલ હું જ્યાં હું ઉભો છું ત્યાં ડીઝલ માટે ટ્રેક્ટરોની લાઈન લાગી છે. આ બાબતે મેં ચૂંટણી પહેલા પણ કહ્યું હતું અને આજે આટલી બધી લાઈન જોઈને તમે સમજી શકો છો કે પરિસ્થિતિ કેટલી ગંભીર છે. આજે ભાજપને મત આપનાર તમામ લોકો લાઈનમાં છે. સમય આવ્યે જનતા સમજશે એવી આશા રાખીયે છીએ. આજે લગભગ દોઢ કિલોમીટર સુધી લાઇન લાગેલી છે. આજે ભાજપના મોટા નેતાઓ લાઈનમાં નથી.
વધુમાં આમ આદમી પાર્ટીના નેતા પિયુષ પરમારે જણાવ્યું હતું કે, હું સમગ્ર ગુજરાતના ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને કહેવા માગું છું કે હાલ જે પરિસ્થિતિ સર્જાઈ છે એ કોઈ સામાન્ય વાત નથી. તમે જ્યાં સુધી પોતાની પરિસ્થિતિ માટે પોતે અવાજ નહીં ઉઠાવો ત્યાં સુધી પરિસ્થિતિ નહીં બદલાય. આજે હજારો લોકો લાઇનમાં લાગેલા છે જ્યાં બીજેપીનો એક પણ નેતા કે કાર્યકર્તા લાઈનમાં નથી દેખાતો પરંતુ જનતા લાઈનમાં છે. ખૂબ જ દુઃખદ બાબત છે જ્યાં સુધી ખેડૂતો એક નહીં થાય ત્યાં સુધી પરિસ્થિતિ આવી જ રહેશે. હું એટલું જ કહેવા માંગીશ કે જો આ તાલુકા પંચાયતમાં આમ આદમી પાર્ટીની બોડી બની હોત તો આ પરિસ્થિતિનું નિર્માણ અમે ન થવા દેતા. હાલ પાંચ વર્ષ માટે જે લોકોને સત્તા મળી છે એ લોકોને એટલું જ કહીશ કે જનતાનો વિશ્વાસ જીતવાની કોશિશ કરો. સરકાર આવનારા સમયમાં જનતા માટે સારા કામ કરે એવી આશા અને અપેક્ષા રાખીએ છીએ.
આમ આદમી પાર્ટી ગુજરાત