મુખ્ય સામગ્રી પર જાઓ

માંગરોળમાં વરસાદી આફત: ૩૦ ઇંચ વરસાદથી ખેડૂતો પાયમાલ, 'આપ' નેતા પિયુષ પરમારે વળતરની કરી માંગ

જૂનાગઢ જિલ્લાના હાટીના અને માંગરોળ પંથકમાં છેલ્લા ૪૮ કલાકમાં પડેલા અતિભારે ૩૦ ઇંચ વરસાદે જનજીવન અસ્તવ્યસ્ત કરી દીધું છે. અનેક વિસ્તારોમાં પાણી ફરી વળતા ખેડૂતોના પાક અને સામાન્ય પરિવારોની ઘરવખરી નાશ પામી છે. આ સ્થિતિને લઈને આમ આદમી પાર્ટીના ઓ.બી.સી. પ્રદેશ પ્રમુખ પિયુષ પરમારે ત્વરિત સર્વે અને વળતરની માંગ કરી છે.

માંગરોળમાં વરસાદી આફત: ૩૦ ઇંચ વરસાદથી ખેડૂતો પાયમાલ, 'આપ' નેતા પિયુષ પરમારે વળતરની કરી માંગ

અમદાવાદ / જૂનાગઢ/ ગુજરાત : છેલ્લા ૪૮ કલાકમાં હાટીના અને માંગરોળ પંથકમાં આશરે ૩૦ ઇંચ જેટલો અતિભારે વરસાદ ખાબકતા સમગ્ર વિસ્તાર જળબંબોળ બન્યો છે. ભારે વરસાદના કારણે નદીઓ કાંઠો વટાવી જતાં ખેતરો અને રહેણાંક વિસ્તારોમાં પૂરના પાણી ફરી વળ્યા છે, જેને પગલે ખેડૂતોનો ઊભો પાક સંપૂર્ણપણે નાશ પામ્યો છે અને જમીનોનું મોટા પાયે ધોવાણ થયું છે. આ ગંભીર પરિસ્થિતિને ધ્યાને લઈને આમ આદમી પાર્ટી, ગુજરાતના ઓ.બી.સી. પ્રદેશ પ્રમુખ પિયુષ પરમારે હાટીનાના મામલતદાર સાહેબને લેખિત રજૂઆત કરી છે કે તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે નુકસાનીનો સર્વે હાથ ધરવામાં આવે અને સરકાર તરફથી ખાસ રાહત પેકેજ જાહેર કરી જગતના તાતને વહેલામાં વહેલી તકે આર્થિક સહાય પૂરી પાડવામાં આવે.

પૂર પ્રભાવિત શેખપુર ગામની રૂબરૂ મુલાકાત લીધા બાદ 'આપ' નેતા પિયુષ પરમારે જણાવ્યું હતું કે, નોલી નદીના પાણી ગામના સામાન્ય નાગરિકોના ઘરોમાં ઘૂસી જતાં લોકોની ખાદ્ય સામગ્રી અને ઘરવખરી સંપૂર્ણપણે નષ્ટ પામી છે. પૂરના પ્રચંડ પ્રવાહમાં નાળિયેરીના ઝાડ પણ ધોવાઈ ગયા છે, જેનાથી નાના અને મધ્યમ પરિવારો ભારે સંકટમાં મુકાયા છે. તેમણે સરકાર અને સ્થાનિક વહીવટી તંત્રને કડક શબ્દોમાં વિનંતી કરતા ચેતવણી આપી છે કે, જો આ ગરીબ અને અસરગ્રસ્ત પરિવારોને તાત્કાલિક ધોરણે કાયદેસરની સહાય ચૂકવવામાં નહીં આવે, તો આવનારા સમયમાં જનતાના ન્યાય માટે નાછૂટકે ગાંધીચીંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે.

આમ આદમી પાર્ટી ગુજરાત

Tags: આમ આદમી પાર્ટી ગુજરાત વરસાદ માંગરોળ જૂનાગઢ જિલ્લા ખેડૂત નેતા પિયુષ પરમાર

સંબંધિત સમાચાર