મુખ્ય સામગ્રી પર જાઓ

પાટણ જિલ્લાના સમીની મોડર્ન હોસ્ટેલમાં વિદ્યાર્થીઓના પીવાના પાણીમાંથી મૃત ગરોળી મળી આવતા AAP અને વાલીઓનો હલ્લાબોલ

પાટણ જિલ્લાના સમી ખાતે આવેલી મોડર્ન હોસ્ટેલમાં વિદ્યાર્થીઓને ભોજન, રહેવાની વ્યવસ્થા તેમજ પીવાના પાણી જેવી મૂળભૂત સુવિધાઓ મેળવવામાં છેલ્લા કેટલાક મહિનાઓથી ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હોવાની ફરિયાદો ઉઠી હતી. આ ગંભીર બાબતને પગલે વાલીઓ અને આમ આદમી પાર્ટી (AAP) ના આગેવાનો દ્વારા હોસ્ટેલ ખાતે અચાનક પહોંચીને હલ્લાબોલ કરવામાં આવ્યો હતો.

પાટણ જિલ્લાના સમીની મોડર્ન હોસ્ટેલમાં વિદ્યાર્થીઓના પીવાના પાણીમાંથી મૃત ગરોળી મળી આવતા AAP અને વાલીઓનો હલ્લાબોલ

અમદાવાદ / પાટણ / ગાંધીનગર | પાટણ જિલ્લાના સમી ખાતે આવેલી મોડર્ન હોસ્ટેલમાં છેલ્લા કેટલાક મહિનાઓથી વિદ્યાર્થીઓને ભોજન, રહેવાની વ્યવસ્થા તેમજ પીવાના પાણી સહિતની મૂળભૂત સુવિધાઓ મેળવવામાં ગંભીર સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો હોવાની ફરિયાદ મળતા વાલીઓ અને આમ આદમી પાર્ટીના આગેવાનો દ્વારા હોસ્ટેલ ખાતે હલ્લાબોલ કરવામાં આવ્યો હતો. હોસ્ટેલની મુલાકાત દરમિયાન તપાસ કરતા વિદ્યાર્થીઓના પીવાના પાણીમાંથી મૃત ગરોળી મળી આવતા મામલો અત્યંત ગંભીર બન્યો હતો અને આ જ પાણી વિદ્યાર્થીઓ પી રહ્યા હોવાથી વાલીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો. હોસ્ટેલમાં ૯૨થી વધુ વિદ્યાર્થીઓ રહેતા હોવા છતાં, સ્ટોર રૂમમાં અનાજનો ખૂબ જ ઓછો જથ્થો હતો અને ઉપલબ્ધ અનાજમાં પણ જીવાત પડેલી જોવા મળી હતી. આટલી ગંભીર સ્થિતિ હોવા છતાં છેલ્લા કેટલાય સમયથી હોસ્ટેલમાં કોઈ જવાબદાર વ્યક્તિ નિયમિત હાજર રહેતો નથી કે જવાબદારી સ્વીકારવા તૈયાર નથી. બાળકો માટે સુરક્ષિત પાણી, ગુણવત્તાયુક્ત ભોજન અને યોગ્ય રહેઠાણની અપેક્ષા રાખતા વાલીઓની વેદના આ સ્થિતિ જોઈને સામે આવી હતી.

આ ગંભીર મામલે આમ આદમી પાર્ટીના પ્રદેશ ઉપાધ્યક્ષ અને ચાણસ્મા વિધાનસભા સંગઠન મંત્રી રાહુલ પરમારે જણાવ્યું હતું કે  આમ આદમી પાર્ટીના આગેવાનો દ્વારા તાત્કાલિક સમી મામલતદાર કચેરી ખાતે પહોંચીને મામલતદારને ધારદાર રજૂઆત કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓના આરોગ્ય અને સુરક્ષા સાથે જોડાયેલા આ મુદ્દે તાત્કાલિક તપાસ કરી જવાબદાર વ્યક્તિઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેમજ હોસ્ટેલની તમામ વ્યવસ્થાઓમાં સુધારો કરવામાં આવે તેવી માંગ કરાઈ છે. આમ આદમી પાર્ટી અને વાલીઓ દ્વારા તંત્રને ૩૦ સપ્ટેમ્બર સુધીનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે કે જો ત્યાં સુધીમાં પીવાનું પાણી, ભોજન, રહેઠાણ અને અન્ય સુવિધાઓ અંગે યોગ્ય કાર્યવાહી નહીં કરાય તો આગામી દિવસોમાં વધુ ઉગ્ર આંદોલન અને રજૂઆત કરવામાં આવશે. વિદ્યાર્થીઓના આરોગ્ય અને ભવિષ્ય સાથે કોઈપણ પ્રકારની બેદરકારી ચલાવી લેવામાં નહીં આવે અને વાલીઓને ન્યાય ન મળે ત્યાં સુધી આમ આદમી પાર્ટી સતત અવાજ ઉઠાવશે.

આમ આદમી પાર્ટી ગુજરાત

Tags: આમ આદમી પાર્ટી ગુજરાત મોડર્ન હોસ્ટેલ વિદ્યાર્થી

સંબંધિત સમાચાર