પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ પર અમદાવાદ-પાલનપુર સેક્શનમાં સાબરમતી-કલોલ (20.57 કિમી) અને અમદાવાદ-વિરમગામ સેક્શનમાં સાબરમતી-ચાંદલોડિયા (7.65 કિમી) વચ્ચે ઓટોમેટિક સિગ્નલિંગ બ્લોક સિસ્ટમ કુલ 28.22 કિમીની સફળતાપૂર્વક કાર્યરત કરવામાં આવી છે. આ સેક્સન હવે અદ્યતન 4-એસ્પેક્ટ ઓટોમેટિક બ્લોક સિગ્નલિંગ ટેકનોલોજીથી સજ્જ છે.
અમદાવાદ-પાલનપુર રેલખંડ માં સ્થિત સાબરમતી-કલોલ સેક્સન એક ઉચ્ચ ઘનતાનો માર્ગ છે જે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીને જોડતો એક મુખ્ય રેલ માર્ગ પણ છે તથા સાબરમતી-ચાંદલોડિયા સેક્સન જે અમદાવાદ-વિરમગામ રેલ ખંડ નો ભાગ છે જે કચ્છ જિલ્લાની સાથે સાથે ગાંધીધામના નજીકના આર્થિક ક્ષેત્રો (SEZ) સહિત આ આ ક્ષેત્ર ના ઘણા ઔદ્યોગિક ક્ષેત્રો ને કનેક્ટિવિટી પૂરી પાડે છે.
ઓટોમેટિક સિગ્નલિંગ સિસ્ટમ અથવા સ્વચાલિત બ્લોક સિગ્નલિંગ સિસ્ટમ ટ્રેનોને સુરક્ષિત ચલાવવા માટે વપરાતી એક સિસ્ટમ છે. આ સિસ્ટમમાં ટ્રેનો વચ્ચે દરેક કિલોમીટરે સિગ્નલ લગાવવામાં આવે છે. જેના કારણે ટ્રેનોના ઊંચા નેટવર્ક દરમિયાન પણ અકસ્માતની શક્યતા નહિવત રહે છે.
આ કમિશનિંગ પરિવહન ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત બનાવવામાં, શહેરી કેન્દ્રો અને મુખ્ય ઔદ્યોગિક કેન્દ્રો સાથે વધુ કાર્યક્ષમ અને વિશ્વસનીય કનેક્ટિવિટી સુનિશ્ચિત કરવામાં, મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે , જેનો આર્થિક અને ક્ષેત્રીય વિકાસમાં યોગદાન હોય છે. આ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ભારતના રેલ નેટવર્કના આધુનિકીકરણ તરફનું એક મોટું પગલું છે અને તેનાથી પેસેન્જર અને માલ પરિવહનને ઘણો ફાયદો થશે.