મુખ્ય સામગ્રી પર જાઓ

થરા નગરપાલિકા ચૂંટણી: AAP પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ કર્યું કાર્યાલયનું ઉદઘાટન

આમ આદમી પાર્ટી દ્વારા આજે બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાની થરા નગરપાલિકા ખાતે કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ તથા જાણીતા ખેડૂત નેતા ઈસુદાન ગઢવી ઉપસ્થિત રહ્યા હતા. સાથે સાથે પ્રદેશના પદાધિકારીઓ, સ્થાનિક પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓએ પણ આ પ્રસંગે હાજરી આપી હતી.

થરા નગરપાલિકા ચૂંટણી: AAP પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ કર્યું કાર્યાલયનું ઉદઘાટન

અમદાવાદ / બનાસકાંઠા / ગુજરાત | આમ આદમી પાર્ટી દ્વારા આજે બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાની થરા નગરપાલિકા ખાતે કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ તથા જાણીતા ખેડૂત નેતા ઈસુદાન ગઢવી ઉપસ્થિત રહ્યા હતા. સાથે સાથે પ્રદેશના પદાધિકારીઓ, સ્થાનિક પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓએ પણ આ પ્રસંગે હાજરી આપી હતી. કાર્યાલયનું ઉદઘાટન કર્યા બાદ પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે થરા નગરપાલિકાની ચૂંટણી આમ આદમી પાર્ટી મજબૂતીથી લડવા જઈ રહી છે. જેથી આજે સંગઠનના સાથીઓ સાથે મળીને અમે કાર્યાલયનું ઉદઘાટન કર્યું છે.

વધુમાં આમ આદમી પાર્ટીના નેતા ઈસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટી ખેડૂતો, ગરીબો, વંચીતો, શોષિતો, મધ્યમવર્ગ, મજૂરો માટે કામ કરતી પાર્ટી છે. આ તમામ લોકોને તેમના હક અને અધિકારો મળ્યા નથી અને થરા નગરપાલિકામાં હાલત જોઈને લાગે છે કે પાકિસ્તાનથી પણ ખરાબ હાલત ભાજપે થરા નગરપાલિકાના લોકોની કરી છે. હું થરા નગરપાલિકાના લોકોને કહેવા માગું છું કે તમે અત્યાર સુધી ભાજપને ખોબલેને ખોબલે મત આપ્યા છે અને બીજી પાર્ટીને પણ મત આપ્યા હશે, પરંતુ હવે તમે આમ આદમી પાર્ટી પર વિશ્વાસ કરીને જુઓ. અમારા લોકો તમારા સુધી પહોંચે કે ન પહોંચે પરંતુ આ તમારી પાર્ટી છે જે કામની રાજનીતિ કરે છે અને તમારા ટેક્સના નાણાનો સદુપયોગ થાય એટલા માટે અમે રાજનીતિમાં આવ્યા છીએ. ઝાડુંનું નિશાન અમારું ચૂંટણી ચિન્હ છે. તો અમે થરાવાસીઓને વિનંતી કરીએ છીએ કે ઝાડુંનું બટન દબાવીને ભાજપ અને કોંગ્રેસની ગંદકી સાફ કરી સાચું સુશાસન પૂરું પાડવાનું કામ હવે લોકોએ કરવાનું છે.

આમ આદમી પાર્ટી ગુજરાત

Tags: ઈસુદાન ગઢવી આમ આદમી પાર્ટી ગુજરાત થરા નગરપાલિકા ચૂંટણી

સંબંધિત સમાચાર