આપ ન્યૂઝ
666 लेख
ઝઘડિયા કાંડ: "પોલીસ લાજવાને બદલે ગાજી રહી છે", ચૈતર વસાવાનો હુંકાર
ઝઘડિયા જીઆઈડીસી બ્લાસ્ટ મામલે ધારાસભ્ય ચૈતર વસાવાએ પોલીસ તંત્ર સામે મોરચો માંડ્યો છે. 3 FIR બાદ પણ શ્રમિકોના ન્યાય માટે જેલ જવા તૈયાર હોવાની જાહેરાત કરી.
ઝઘડિયા પ્લાન્ટ બ્લાસ્ટ: ચૈતર વસાવા પર પોલીસ સંકટ, ઈસુદાન ગઢવીના પ્રહાર
ઝઘડિયા કેમિકલ ફેક્ટરી દુર્ઘટના બાદ ધારાસભ્ય ચૈતર વસાવા સામે ફરિયાદ મુદ્દે ઈસુદાન ગઢવીએ ભાજપ પર પ્રહારો કર્યા છે. આદિવાસી નેતાને જેલમાં નાખવાનું ષડયંત્ર હોવાનો આક્ષેપ.
જામનગર: હેમંત ખવાનો જાદુ યથાવત, લાલપુર પંચાયત પર 'આપ'નો કબજો
જામનગરના લાલપુર અને જામજોધપુરમાં AAPની ભવ્ય જીત થઈ છે. ધારાસભ્ય હેમંત ખવાની લોકપ્રિયતા સામે ભાજપનું ગણિત નિષ્ફળ રહ્યું. જાણો પંચાયત ચૂંટણીના પરિણામોની વિગત.
ગુજરાતમાં AAPની ઐતિહાસિક કૂચ: ભાજપ-કોંગ્રેસ સિવાય સૌથી વધુ સીટોનો રેકોર્ડ
ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી(AAP)એ ઐતિહાસિક પ્રદર્શન કરી 13 તાલુકા પંચાયતોમાં બહુમતી મેળવી છે. ગોપાલ ઇટાલિયાએ આ જીતને જનતાનો વિશ્વાસ ગણાવ્યો.
ઇસુદાન ગઢવી: ગુજરાતમાં ‘આપ’નો ઉદય, 2027 માટે ક્રાંતિનો શંખનાદ
ઇસુદાન ગઢવીએ સ્થાનિક ચૂંટણીમાં 366 સીટો સાથે આપને મજબૂત વિકલ્પ ગણાવ્યો. ભાજપની તાનાશાહી સામે લડનારા 5,445 ઉમેદવારોને તેમણે ગુજરાતના ક્રાંતિવીર કહ્યા છે.
મનોજ સોરઠીયા: સુરતમાં ‘આપ’ મજબૂત વિપક્ષ, જનતાનો ફેંસલો સ્વીકાર્ય
મનોજ સોરઠીયાએ સુરત મહાનગરપાલિકાના પરિણામોને શિરોમાન્ય ગણાવ્યા. તેમણે સુરતની જનતાનો આભાર માની આગામી 5 વર્ષ મજબૂત વિપક્ષ તરીકે લડત ચાલુ રાખવાની ખાતરી આપી છે.
ચૈતર વસાવા: ગુજરાતમાં ‘આપ’ હવે ભાજપ સામે સીધો પડકાર બન્યું
ચૈતર વસાવાએ સ્થાનિક ચૂંટણી પરિણામોને જનતાનો વિજય ગણાવ્યો. ભાજપના પ્રલોભનો સામે આમ આદમી પાર્ટી હવે ગુજરાતમાં બીજા ક્રમની શક્તિ બની હોવાનો દાવો કર્યો છે.
પરિણામ પહેલા AAPનો હુંકાર: ગુજરાતે અમને વિકલ્પ તરીકે સ્વીકાર્યા, આવતીકાલે પરિવર્તનની આશા જીવંત થશે
ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો પૂર્વે આમ આદમી પાર્ટી (AAP) ના પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયા એ સુરતમાં પ્રેસ કોન્ફરન્સ યોજી ભાજપ અને કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે જણાવ્યું કે આ ચૂંટણી ભાજપ વિરુદ્ધ નહીં પણ પોલીસ તંત્ર, ગુંડાઓ અને બાહુબલીઓ સામેની લડાઈ હતી. AAP નેતાએ દાવો કર્યો છે કે ગુજરાતની જનતાએ હવે ત્રીજા વિકલ્પને સ્વીકારી લીધો છે અને આવતીકાલે મોટી સંખ્યામાં AAPના ઉમેદવારો વિજયી થશે.
પહેલા નેતાઓને જેલમાં નાખ્યા, હવે અવાજ દબાવવા એકાઉન્ટ સસ્પેન્ડ કર્યા : ઈસુદાન ગઢવીનો હુંકાર
ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણી દરમિયાન આમ આદમી પાર્ટીના સત્તાવાર ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ સસ્પેન્ડ થતા પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ ભાજપ પર ગંભીર આક્ષેપો કર્યા છે. ઈસુદાન ગઢવીના જણાવ્યા અનુસાર, છેલ્લા 28 દિવસમાં AAP ના સોશિયલ મીડિયા પર 8 કરોડની રિચ અને લાખો ફોલોઅર્સના રિસ્પોન્સથી ડરીને ભાજપે સત્તાનો દુરુપયોગ કરી એકાઉન્ટ્સ બંધ કરાવ્યા છે.
ગૃહમંત્રીના વિસ્તારમાં જ ગુંડાઓ બેફામ? ધર્મેશ ભંડેરીએ સુરતની કાયદો-વ્યવસ્થાની પોલ ખોલી
સુરતના અલથાણ વિસ્તારમાં 10-12 વર્ષની દીકરીની છેડતીની ઘટના બાદ ન્યાય માંગવા પોલીસ સ્ટેશને પહોંચેલા લોકો પર થયેલા લાઠીચાર્જને લઈને આમ આદમી પાર્ટીએ આકરો વિરોધ નોંધાવ્યો છે. AAP નેતા ધર્મેશ ભંડેરીએ આક્ષેપ કર્યો છે કે ગૃહમંત્રી અને કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલના વિસ્તારમાં જનતા પર લાઠીચાર્જ થાય છે જ્યારે ગુનેગારો બેફામ ફરે છે.
આમ આદમી પાર્ટી ચૂંટણી પ્રચાર માટે વેરાડ પહોંચી
આમ આદમી પાર્ટી ચૂંટણી જીતવા માટે ઈસુદાન ગઢવીએ વેરાડમાં જનસભા સંબોધીને કાર્યકરોને પ્રોત્સાહિત કર્યા. હવે પરિવર્તન લાવવા માટે ઝાડુ પર મતદાન કરો.
ભાજપે ઉમેદવારોને ખરીદવા પૈસા અને ધમકીનો ખેલ ખેલ્યો : ઈસુદાન ગઢવીનો સનસનીખેજ આક્ષેપ
સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પ્રચારના છેલ્લા દિવસે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ ભાણવડ તાલુકાના વેરાડ ગામે જંગી જનસભા સંબોધી હતી. તેમણે ભાજપ પર ઉમેદવારોને ધમકાવીને કે પૈસાના જોરે ખરીદીને ચૂંટણી જીતવાના પ્રયાસો કરવાનો ગંભીર આક્ષેપ કર્યો હતો.
ભાજપની ગુંડાગીરી છતાં 5,000 સૈનિકો મેદાનમાં : ચૂંટણીના અંતિમ દિવસે ગોપાલ રાયનો હુંકાર
સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પ્રચારના અંતિમ દિવસે આમ આદમી પાર્ટીના પ્રભારી ગોપાલ રાયે ગુજરાતની જનતાને સંબોધન કર્યું છે. તેમણે જણાવ્યું કે 26મી એપ્રિલ ગુજરાતના ભવિષ્ય માટે અત્યંત નિર્ણાયક દિવસ છે. ભાજપ સરકાર દ્વારા પોલીસ અને ગુંડાગીરીનો ઉપયોગ કરીને AAP ઉમેદવારોને અટકાવવાના પ્રયાસો છતાં, 5,000 થી વધુ હિંમતવાન ઉમેદવારો ચૂંટણી મેદાનમાં અડગ છે.
બૂથ અને મતગણતરી એજન્ટો માટેના નિયમોમાં વિવાદાસ્પદ ફેરફાર: AAP નેતા સાગર રબારીએ ઉઠાવ્યા ગંભીર સવાલો
સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ વચ્ચે રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા બહાર પાડવામાં આવેલા નવા પરિપત્ર મુદ્દે આમ આદમી પાર્ટીના નેતા સાગર રબારીએ ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. સાગર રબારીએ આક્ષેપ કર્યો છે કે પરિપત્રમાં ગુનાહિત ઇતિહાસ ધરાવતા લોકોને બૂથ અને મતગણતરી એજન્ટ બનવાની છૂટ આપીને ભાજપ અસામાજિક તત્ત્વો દ્વારા મતદાન પ્રભાવિત કરવા માંગે છે.
ઈસુદાન, ચૈતર અને ગોપાલની ત્રિપુટીએ ગજવ્યું ગુજરાત, હવે ફેંસલો જનતાના હાથમાં
ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણી ૨૦૨૬ ના પ્રચારના અંતિમ દિવસે AAP ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ જનતાને સંબોધન કર્યું છે. તેમણે જણાવ્યું કે આ વખતે આમ આદમી પાર્ટીના ૬૦૦૦ થી વધુ ઉમેદવારો મેદાનમાં છે, જેઓ સામાન્ય પરિવારમાંથી આવે છે અને સમાજસેવાની ભાવના ધરાવે છે. ગોપાલ ઇટાલિયાએ મતદારોને મતદાનની પ્રક્રિયા સમજાવતા કહ્યું કે ગ્રામ્ય વિસ્તારમાં તાલુકા અને જિલ્લા પંચાયત માટે ૨ વખત અને શહેરોમાં નગરપાલિકા કે મહાનગરપાલિકાના પેનલ ઉમેદવારો માટે ૪ વખત ઝાડુ (AAP) નું બટન દબાવવું પડશે.
ટેક્સટાઇલ ઉદ્યોગમાં છેતરપિંડી અને ખોટા ચેકોના આતંક સામે AAP મેદાનમાં: ગોપાલ ઇટાલિયાનો હુંકાર
સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પ્રચારના અંતિમ દિવસે સુરતના ચોક્સી બજાર ખાતે આમ આદમી પાર્ટી દ્વારા ભવ્ય વિજય વિશ્વાસ સભા યોજાઈ હતી. વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ ડાયમંડ બુર્સના આયોજનમાં વેપારીઓની અવગણના અને ટેક્સટાઇલ ઉદ્યોગમાં વધતી છેતરપિંડીના મુદ્દે ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે સુરતને વૈશ્વિક કનેક્ટિવિટી અને જ્વેલરી ઉદ્યોગ માટે વિશેષ સુવિધાઓ આપવાનું વિઝન રજૂ કર્યું હતું.
ભારે ગરમી છતાં AAPના કાર્યકર્તાઓનો જોશ હાઈ: મનિષ સિસોદિયાએ રાજકોટ ગજવ્યું
રાજકોટમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટી દ્વારા ભવ્ય શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. દિલ્હીના પૂર્વ ઉપમુખ્યમંત્રી અને પંજાબના પ્રભારી મનિષ સિસોદિયાએ રાજકોટના સોરઠીયાવાડી સર્કલથી ભવ્ય રોડ શો યોજ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી. ભયંકર ગરમીમાં પણ કાર્યકર્તાઓ અને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.
ગમે તેટલી ગોળીઓ ચલાવો, AAP ઉનામાં પૂરી તાકાતથી લડશે: પ્રવીણ રામનો હુંકાર
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા ઉનામાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર અજયભાઈ પર અજાણ્યા શખ્સો દ્વારા ફાયરિંગ કરવામાં આવતા વાતાવરણ તંગ બન્યું છે. AAP પ્રદેશ ફ્રન્ટલ સંગઠન પ્રમુખ પ્રવીણ રામે હોસ્પિટલ પહોંચી ઘાયલ ઉમેદવારની મુલાકાત લીધી અને ભાજપના નેતાઓ પર આ હુમલો કરાવ્યાનો આક્ષેપ કર્યો છે.
AAP નેતા મનીષ સિસોદિયાની રાજકોટમાં પત્રકાર પરિષદ, કર્યા ભાજપ પર પ્રહાર
રાજકોટની મુલાકાતે આવેલા આમ આદમી પાર્ટીના નેતા મનીષ સિસોદિયાએ પત્રકાર પરિષદમાં ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે જણાવ્યું કે ગુજરાતની જનતા હવે ભાજપની તાનાશાહી અને ભ્રષ્ટાચારથી કંટાળી ગઈ છે અને આ વખતે AAP ને એક મજબૂત વિકલ્પ તરીકે જોઈ રહી છે.
ભાજપના રોડ શો ફ્લોપ, એટલે હવે ગંદી રાજનીતિ શરૂ : યોગેશ જાદવાણીનો આકરો પ્રહાર
આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રવક્તા યોગેશ જાદવાણીએ ભાજપના ષડયંત્રો સામે ગુજરાતની પ્રજાને જાગૃત રહેવા અપીલ કરી છે. તેમણે આક્ષેપ કર્યો છે કે ભાજપની સભાઓ અને રોડ શો ફ્લોપ જતાં હવે તે હતાશામાં AI (આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ) દ્વારા બનાવેલા ખોટા વિડિયો અને ઓડિયો ફેલાવી AAP ના નેતાઓને બદનામ કરવાનો પ્રયાસ કરશે.