મુખ્ય સામગ્રી પર જાઓ

સોશિયલ મીડિયા ધ્રુજાવતી યુવા શક્તિ: વધી રહેલી બેરોજગારી સામે દેશભરના યુવાનોમાં ભારે અસંતોષ

આમ આદમી પાર્ટી (AAP) ની વિદ્યાર્થી પાંખ ASAP ના પ્રદેશ પ્રમુખ ધાર્મિક માથુકિયાએ એક વિશેષ વીડિયો સંદેશ મારફતે દેશમાં વધી રહેલી બેરોજગારી અને યુવાનોના આક્રોશ અંગે મહત્વનું નિવેદન આપ્યું છે. તાજેતરમાં બેરોજગારો અંગે થયેલી 'કોકરોચ' ટિપ્પણીના વિરોધમાં યુવાનોએ સોશિયલ મીડિયા પર "કોકરોચ જનતા પાર્ટી" નામથી એકાઉન્ટ બનાવ્યું છે, જેણે માત્ર બે દિવસમાં ૧૩ મિલિયન (૧.૩ કરોડ) થી વધુ ફોલોઅર્સ મેળવીને નવો રેકોર્ડ બનાવ્યો છે.

સોશિયલ મીડિયા ધ્રુજાવતી યુવા શક્તિ: વધી રહેલી બેરોજગારી સામે દેશભરના યુવાનોમાં ભારે અસંતોષ

અમદાવાદ/ગુજરાત : આમ આદમી પાર્ટીની વિદ્યાર્થી પાંખ ASAPના પ્રદેશ પ્રમુખ ધાર્મિક માથુકિયાએ વીડિયો મારફતે જણાવ્યું હતું કે, છેલ્લા બે દિવસથી મીડિયા, સોશિયલ મીડિયા તેમજ ઇલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયામાં એક જ શબ્દ ચર્ચામાં છે – “કોકરોચ”. થોડા સમય પહેલાં સુપ્રીમ કોર્ટના એક જજ દ્વારા બેરોજગારો અંગે “કોકરોચ” જેવી ટિપ્પણી કરવામાં આવી હતી. ત્યારબાદ યુવાનોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો. યુવાનોએ સોશિયલ મીડિયા પર પોતાની તાકાત, એકતા અને આક્રોશ દર્શાવતા “કોકરોચ જનતા પાર્ટી” નામથી એક એકાઉન્ટ બનાવ્યું હતું, જે છેલ્લા બે દિવસમાં જ 13 મિલિયન કરતાં વધુ ફોલોઅર્સ ધરાવતું બની ગયું છે. તેમણે જણાવ્યું કે આ એકાઉન્ટ એ વાતનો પુરાવો છે કે દેશનો યુવાન આજે ગુસ્સામાં છે અને હવે પોતાના હક માટે લડત આપવાના મૂડમાં છે.

AAP નેતા ધાર્મિક માથુકિયાએ વધુમાં જણાવ્યું હતું કે યુવાનો ફક્ત સોશિયલ મીડિયા પૂરતા સીમિત નહીં રહે, પરંતુ જરૂર પડે તો ગ્રાઉન્ડ લેવલ પર પણ લડત આપે અને શાંતિપૂર્ણ રીતે આંદોલન કરે. તેમણે કહ્યું કે યુવાનો ભીખ નથી માંગતા, પરંતુ પોતાનો હક, રોજગારી અને નોકરી માંગે છે. દેશમાં બેરોજગારી સતત વધી રહી છે, પેટ્રોલ-ડીઝલની અછત સર્જાઈ રહી છે અને અર્થતંત્ર પણ મુશ્કેલ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યું છે. તેમણે સૌરાષ્ટ્ર સહિત દેશભરના યુવાનોને અપીલ કરી કે પોતાના હક અને હક્કની જીત માટે એકજૂટ થઈ ગ્રાઉન્ડ લેવલ પર પણ અવાજ ઉઠાવો અને શાંતિપ્રિય રીતે પોતાનો હક માગો.

આમ આદમી પાર્ટી ગુજરાત

Tags: aam aadmi party AAP AAP GUJARAT aap news

સંબંધિત સમાચાર