મુખ્ય સામગ્રી પર જાઓ

ચૈતરભાઇના સમર્થનમાં આદિવાસી ન્યાય યાત્રા દરમિયાન જનતા તરફથી મળી રહેલા અઢળક પ્રેમ અને સ્વાગતે અમારું મનોબળ ખૂબ મજબૂત કર્યું છે : વર્ષાબેન વસાવા

આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં અને તેમના પર થયેલા અન્યાય વિરુદ્ધ કાઢવામાં આવી રહેલી 'આદિવાસી ન્યાય યાત્રા'ના ચોથા દિવસે તાપી અને નર્મદાની સરહદે આવેલા કુકરમુંડા ખાતે ધારાસભ્ય ચૈતરભાઈના ધર્મપત્નીઓ શકુન્તલાબેન વસાવા અને વર્ષાબેન વસાવા, પ્રદેશ મહિલા મોરચા પ્રમુખ પાયલ સાકરીયા, પ્રદેશ ઉપપ્રમુખ રાજુભાઈ વલવાઈ, ’આપ' છોટા ઉદેપુર જિલ્લા પ્રમુખ રાધિકા રાઠવા, પ્રદેશ સંગઠન મંત્રી નિરંજન વસાવાએ પત્રકાર પરિષદ યોજી હતી.

ચૈતરભાઇના સમર્થનમાં આદિવાસી ન્યાય યાત્રા દરમિયાન જનતા તરફથી મળી રહેલા અઢળક પ્રેમ અને સ્વાગતે અમારું મનોબળ ખૂબ મજબૂત કર્યું છે : વર્ષાબેન વસાવા

અમદાવાદ / નર્મદા / ગાંધીનગર | આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં અને તેમના પર થયેલા અન્યાય વિરુદ્ધ કાઢવામાં આવી રહેલી 'આદિવાસી ન્યાય યાત્રા'ના ચોથા દિવસે તાપી અને નર્મદાની સરહદે આવેલા કુકરમુંડા ખાતે ધારાસભ્ય ચૈતરભાઈના ધર્મપત્નીઓ શકુન્તલાબેન વસાવા અને વર્ષાબેન વસાવા, પ્રદેશ મહિલા મોરચા પ્રમુખ પાયલ સાકરીયા, પ્રદેશ ઉપપ્રમુખ રાજુભાઈ વલવાઈ, ’આપ' છોટા ઉદેપુર જિલ્લા પ્રમુખ રાધિકા રાઠવા, પ્રદેશ સંગઠન મંત્રી નિરંજન વસાવાએ પત્રકાર પરિષદ યોજી હતી. આ તકે આમ આદમી પાર્ટીના પ્રદેશ ઉપપ્રમુખ રાજુભાઈ વલવાઈએ વિસ્તૃત માહિતી આપતા જણાવ્યું હતું કે ગત ૨૪ તારીખે ઉમરગામથી શરૂ થયેલી આ યાત્રા તાપી જિલ્લામાંથી પસાર થઈને આજે નર્મદા જિલ્લામાં પ્રસ્થાન કરી રહી છે, જેને સમગ્ર આદિવાસી પંથકમાં અભૂતપૂર્વ પ્રતિસાદ મળી રહ્યો છે. ભાજપ સરકાર દ્વારા આદિવાસીઓના હક માટે લડનાર ધારાસભ્ય ચૈતર વસાવા સામે એક સુઆયોજિત રાજકીય ષડયંત્ર રચીને તેમને સાત વર્ષની સજા ફટકારવામાં આવી છે, જેના વિરોધમાં અને બંધારણીય અધિકારો, જળ, જંગલ અને જમીનની રક્ષા માટે સમગ્ર આદિવાસી સમાજ આજરોજ ચૈતરભાઈની મજબૂતાઈથી પડખે ઊભો છે. વિશેષમાં તેમણે ઉકાઈ ડેમના વિસ્થાપિત ૧૬,૦૦૦ પરિવારોની દયનીય સ્થિતિ ઉજાગર કરતા જણાવ્યું હતું કે દાયકાઓ અગાઉ વિસ્થાપિત થયેલા આ પરિવારોને જમીનની સનદ મળવા છતાં કાયદેસરનો માલિકી હક આપવામાં આવ્યો નથી, સાત-આઠ નંબર માટે લોકો દર-દર ભટકી રહ્યા છે અને આજે પણ અસંખ્ય ગામોમાં વીજળી ન હોવાથી ગ્રામીણ પ્રજા સોલર કે કેરોસીનના સહારે જીવન જીવવા મજબૂર છે. આદિવાસીઓની જમીનો છીનવીને વિકાસના નામે અન્યત્ર કરોડોની કમાણી કરતી સરકાર વિસ્થાપિતોના પ્રશ્નો પ્રત્યે સંપૂર્ણ ઉદાસીન રહી છે, અને આ જ અન્યાયી નીતિ વિરુદ્ધનો અવાજ બુલંદ કરવા આ યાત્રા આગામી ૩જી નવેમ્બરે માતા અંબાના ધામ અંબાજી પહોંચશે તેમજ ૪થી નવેમ્બરે ગાંધીનગર ખાતે એક મહાસભા યોજાશે, જેમાં રાજ્યભરમાંથી આદિવાસીઓને વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહેવા હાર્દિક આહ્વાન કરવામાં આવ્યું છે. 

ચૈતર વસાવાના ધર્મપત્નીઓ શકુન્તલાબેન વસાવા અને વર્ષાબેન વસાવાએ પણ પત્રકારોને સંબોધતા પોતાના મક્કમ વિચારો વ્યક્ત કર્યા હતા. શકુન્તલાબેન વસાવાએ રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે આ દેશમાં ૧ કરોડ અને ૨૫ લાખ જેટલી વિશાળ આદિવાસી વસ્તી હોવા છતાં આજદિન સુધી આદિવાસી સમાજનો પૂરતો અને સંતોષકારક વિકાસ થયો નથી, અને જો સરકાર દ્વારા આદિવાસીઓની પેન્ડિંગ માંગણીઓ તથા ન્યાયી પ્રશ્નોનું તાત્કાલિક નિરાકરણ નહીં લાવવામાં આવે તો અમારો આ અવાજ માત્ર સ્થાનિક કક્ષાએ નહીં પરંતુ ગાંધીનગર સુધી ગુંજતો રહેશે અને લાખો લોકો ન્યાય મેળવવા હાજર રહેશે. વધુમાં, વર્ષાબેન વસાવાએ ભાવુક થઈને જણાવ્યું હતું કે આદિવાસી ન્યાય યાત્રા જ્યારે પણ ગામોમાંથી પસાર થાય છે ત્યારે ત્યાંના આદિવાસી ભાઈ-બહેનો અને વડીલો દ્વારા જે પ્રકારે અમારું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવે છે અને જે અઢળક પ્રેમ તથા સ્નેહ આપવામાં આવી રહ્યો છે, તેનાથી અમારું અને અમારા પરિવારનું મનોબળ અતિશય મજબૂત બન્યું છે, અને આદિવાસીઓના હક અને અસ્મિતા માટેની આ લડાઈને અમો આખરી શ્વાસ સુધી અવિરતપણે લડતા રહીશું. 

આમ આદમી પાર્ટી ગુજરાત

Tags: આમ આદમી પાર્ટી ચૈતર વસાવા આદિવાસી ન્યાય યાત્રા

સંબંધિત સમાચાર