મુખ્ય સામગ્રી પર જાઓ

સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં દુષ્કાળ જાહેર કરવા વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાની મુખ્યમંત્રીને લેખિતમાં રજૂઆત

આમ આદમી પાર્ટી વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા દ્વારા ગુજરાતના મુખ્યમંત્રીને પત્ર લખીને જૂનાગઢ, ગીર સોમનાથ, ભાવનગર, બોટાદ અને સુરેન્દ્રનગર સહિત સમગ્ર સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં ત્વરિત દુષ્કાળ જાહેર કરવા માટે ઉગ્ર માંગ કરવામાં આવી છે.

સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં દુષ્કાળ જાહેર કરવા વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાની મુખ્યમંત્રીને લેખિતમાં રજૂઆત

અમદાવાદ  | આમ આદમી પાર્ટી વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા દ્વારા ગુજરાતના મુખ્યમંત્રીને પત્ર લખીને  જૂનાગઢ, ગીર સોમનાથ, ભાવનગર, બોટાદ અને સુરેન્દ્રનગર સહિત સમગ્ર સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં ત્વરિત દુષ્કાળ જાહેર કરવા માટે ઉગ્ર માંગ કરવામાં આવી છે. સરકાર દ્વારા હાલમાં જામનગર, પોરબંદર, દ્વારકા અને કચ્છ જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાના નિર્ણયને આવકારીને તેમણે જણાવ્યું છે કે, શરૂઆતથી જ સમગ્ર સૌરાષ્ટ્રને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ રહી છે અને ખંભાળીયા ખાતે ઈસુદાન ગઢવીના નેતૃત્વમાં યોજાયેલા સત્યાગ્રહને પણ સમર્થન આપવામાં આવ્યું છે. 

જૂનાગઢ જિલ્લાના વિસાવદર, ભેસાણ અને ગ્રામ્ય વિસ્તારોમાં આ વર્ષે લીલો અને સૂકો દુષ્કાળ પડ્યો હોવાથી ખેડૂતોના ઊભા પાક સુકાઈ ગયા છે તથા પાણી ન મળવાના કારણે પાક સંપૂર્ણપણે નિષ્ફળ ગયો છે. ખેડૂતોને થયેલા આ પારાવાર નુકસાનને ધ્યાને રાખીને, બાકી રહેલા તમામ જિલ્લાઓ અને તાલુકાઓમાં વહેલી તકે દુષ્કાળ જાહેર કરી પીડિત ખેડૂતોને યોગ્ય રાહત અને ન્યાય પૂરો પાડવામાં આવે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે.

Tags: આમ આદમી પાર્ટી ગોપાલ ઈટાલિયા

સંબંધિત સમાચાર

શું આ દેશમાં રસ્તા પર ઉતરવાનો અધિકાર માત્ર ભાજપ પાસે જ છે? શું લોકશાહીનો અર્થ એવો છે કે સત્તાપક્ષ વિરોધ કરે તો કાર્યક્રમ અને વિપક્ષ વિરોધ કરે તો પ્રતિબંધ? :  ડો. કરન બારોટ AAP

શું આ દેશમાં રસ્તા પર ઉતરવાનો અધિકાર માત્ર ભાજપ પાસે જ છે? શું લોકશાહીનો અર્થ એવો છે કે સત્તાપક્ષ વિરોધ કરે તો કાર્યક્રમ અને વિપક્ષ વિરોધ કરે તો પ્રતિબંધ? : ડો. કરન બારોટ AAP

4 મિનિટ પેહલા
ચારેક જિલ્લાઓમાં જ દુષ્કાળ જાહેર કરવાને બદલે સરકારે સમગ્ર સૌરાષ્ટ્ર અને પીડિત વિસ્તારોમાં દુષ્કાળ જાહેર કરવો જોઈએ : ગોપાલ ઇટાલિયા

ચારેક જિલ્લાઓમાં જ દુષ્કાળ જાહેર કરવાને બદલે સરકારે સમગ્ર સૌરાષ્ટ્ર અને પીડિત વિસ્તારોમાં દુષ્કાળ જાહેર કરવો જોઈએ : ગોપાલ ઇટાલિયા

34 મિનિટ પેહલા
ચૈતરભાઇના સમર્થનમાં આદિવાસી ન્યાય યાત્રા દરમિયાન જનતા તરફથી મળી રહેલા અઢળક પ્રેમ અને સ્વાગતે અમારું મનોબળ ખૂબ મજબૂત કર્યું છે : વર્ષાબેન વસાવા

ચૈતરભાઇના સમર્થનમાં આદિવાસી ન્યાય યાત્રા દરમિયાન જનતા તરફથી મળી રહેલા અઢળક પ્રેમ અને સ્વાગતે અમારું મનોબળ ખૂબ મજબૂત કર્યું છે : વર્ષાબેન વસાવા

51 મિનિટ પેહલા
કુબા (રાવણી) ગામના ૨૦ વર્ષ જૂના જમીન રેકર્ડના પ્રશ્નનો સફળતાપૂર્વક ઉકેલ આવ્યો : ગોપાલ ઇટાલિયા

કુબા (રાવણી) ગામના ૨૦ વર્ષ જૂના જમીન રેકર્ડના પ્રશ્નનો સફળતાપૂર્વક ઉકેલ આવ્યો : ગોપાલ ઇટાલિયા

59 મિનિટ પેહલા