મુખ્ય સામગ્રી પર જાઓ

ચારેક જિલ્લાઓમાં જ દુષ્કાળ જાહેર કરવાને બદલે સરકારે સમગ્ર સૌરાષ્ટ્ર અને પીડિત વિસ્તારોમાં દુષ્કાળ જાહેર કરવો જોઈએ : ગોપાલ ઇટાલિયા

આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ ગુજરાત સરકાર સમક્ષ ગંભીર મુદ્દો ઉઠાવતા જણાવ્યું છે કે રાજ્યમાં અપૂરતા વરસાદને કારણે ભયંકર દુષ્કાળ જેવી સ્થિતિ સર્જાઈ છે અને માત્ર ચાર જિલ્લાઓમાં દુષ્કાળ જાહેર કરવાને બદલે આખા સૌરાષ્ટ્ર અને પોણા ગુજરાતના ખેડૂતોને રાહત આપવી જોઈએ.

ચારેક જિલ્લાઓમાં જ દુષ્કાળ જાહેર કરવાને બદલે સરકારે સમગ્ર સૌરાષ્ટ્ર અને પીડિત વિસ્તારોમાં દુષ્કાળ જાહેર કરવો જોઈએ : ગોપાલ ઇટાલિયા

અમદાવાદ / જૂનાગઢ / ગાંધીનગર | આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ ગુજરાત સરકાર સમક્ષ ગંભીર મુદ્દો ઉઠાવતા જણાવ્યું છે કે રાજ્યમાં અપૂરતા વરસાદને કારણે ભયંકર દુષ્કાળ જેવી સ્થિતિ સર્જાઈ છે અને માત્ર ચાર જિલ્લાઓમાં દુષ્કાળ જાહેર કરવાને બદલે આખા સૌરાષ્ટ્ર અને પોણા ગુજરાતના ખેડૂતોને રાહત આપવી જોઈએ. આ કુદરતી આપત્તિના સમયનો સદુપયોગ કરીને સરકારે આખો શિયાળો અને ઉનાળો ખેડૂતોને ગુજરાતના તમામ મોટા ડેમો, ચેકડેમો અને તળાવોમાંથી કાંપ (માટી/ગાળ) કાઢવાની છૂટ આપવી જોઈએ. તેમણે ઉમેર્યું હતું કે વર્ષોથી ડેમોમાં કાંપ ભરાવાને કારણે પાણી સંગ્રહ કરવાની ક્ષમતા ઘટી ગઈ છે, ત્યારે ખેડૂતો જો આ કાંપ કાઢીને પોતાના ખેતરોમાં નાખે તો ખેતરોની ફળદ્રુપતા વધશે, આગામી ચોમાસા માટે ડેમોની પાણી સંગ્રહ શક્તિ (બમણી) થશે અને બેકાર બેસવા કરતાં ખેડૂતોને આખો શિયાળો-ઉનાળો રોજીરોટી તથા કામ મળી રહેશે.

વધુમાં સરકારની બેવડી નીતિ સામે આક્રોશ વ્યક્ત કરતા ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે રેતી માફિયાઓ અને ખનીજચોરો બેરોકટોક ડુંગરાઓ, જંગલો અને નદીઓમાંથી ખનીજ લૂંટી રહ્યા છે ત્યારે જો કોઈ ખેડૂત પોતાના ખેતરમાં બે-ચાર ટ્રેક્ટર કાંપ ભરીને લઈ જાય તો તેમાં કોઈ રોકટોક ન હોવી જોઈએ. ભાજપ સરકાર અને તેના ધારાસભ્યો-સાંસદોએ પણ ખેડૂતોના આ હિતમાં આગળ આવીને પોતાના લેટરપેડ પર સરકારને રજૂઆત કરવી જોઈએ જેથી ડેમોમાંથી કાંપ કાઢવાની સત્તાવાર છૂટ મળે અને કાઠિયાવાડના ખેડૂતોનો ધંધો-રોજગાર તથા ખેતી બેઠી થઈ શકે.

આમ આદમી પાર્ટી ગુજરાત

Tags: આમ આદમી પાર્ટી ગોપાલ ઇટાલિયા ગુજરાત

સંબંધિત સમાચાર

શું આ દેશમાં રસ્તા પર ઉતરવાનો અધિકાર માત્ર ભાજપ પાસે જ છે? શું લોકશાહીનો અર્થ એવો છે કે સત્તાપક્ષ વિરોધ કરે તો કાર્યક્રમ અને વિપક્ષ વિરોધ કરે તો પ્રતિબંધ? :  ડો. કરન બારોટ AAP

શું આ દેશમાં રસ્તા પર ઉતરવાનો અધિકાર માત્ર ભાજપ પાસે જ છે? શું લોકશાહીનો અર્થ એવો છે કે સત્તાપક્ષ વિરોધ કરે તો કાર્યક્રમ અને વિપક્ષ વિરોધ કરે તો પ્રતિબંધ? : ડો. કરન બારોટ AAP

40 મિનિટ પેહલા
ચૈતરભાઇના સમર્થનમાં આદિવાસી ન્યાય યાત્રા દરમિયાન જનતા તરફથી મળી રહેલા અઢળક પ્રેમ અને સ્વાગતે અમારું મનોબળ ખૂબ મજબૂત કર્યું છે : વર્ષાબેન વસાવા

ચૈતરભાઇના સમર્થનમાં આદિવાસી ન્યાય યાત્રા દરમિયાન જનતા તરફથી મળી રહેલા અઢળક પ્રેમ અને સ્વાગતે અમારું મનોબળ ખૂબ મજબૂત કર્યું છે : વર્ષાબેન વસાવા

એક કલાક પેહલા
સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં દુષ્કાળ જાહેર કરવા વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાની મુખ્યમંત્રીને લેખિતમાં રજૂઆત

સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં દુષ્કાળ જાહેર કરવા વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાની મુખ્યમંત્રીને લેખિતમાં રજૂઆત

એક કલાક પેહલા
કુબા (રાવણી) ગામના ૨૦ વર્ષ જૂના જમીન રેકર્ડના પ્રશ્નનો સફળતાપૂર્વક ઉકેલ આવ્યો : ગોપાલ ઇટાલિયા

કુબા (રાવણી) ગામના ૨૦ વર્ષ જૂના જમીન રેકર્ડના પ્રશ્નનો સફળતાપૂર્વક ઉકેલ આવ્યો : ગોપાલ ઇટાલિયા

એક કલાક પેહલા