ભારતના G20 પ્રમુખપદનો ઉલ્લેખ કરતાં ઓમ બિરલાએ કહ્યું કે આ સમયગાળો સમાવેશી, મહત્વાકાંક્ષી, ક્રિયા-લક્ષી, નિર્ણાયક અને લોકો કેન્દ્રિત હતો. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે G-20 સમિટમાં લેવાયેલા નિર્ણયો પરિવર્તનકારી સાબિત થશે, જે આગામી દાયકાઓમાં વૈશ્વિક વ્યવસ્થાને પુન: આકાર આપવામાં મદદ કરશે.