મુખ્ય સામગ્રી પર જાઓ

નેતાઓના ફોટા ઉપર હોવા અંગે AAP નેતા હિમાંશુ ઠક્કરના ભાજપ પર વાકપ્રહાર

રથયાત્રાના પવિત્ર અવસરે અમદાવાદમાં લગાવવામાં આવેલા હોર્ડિંગ્સને લઈને રાજકીય ગરમાવો જોવા મળ્યો છે. આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રવક્તા હિમાંશુ ઠક્કરે હોર્ડિંગ્સમાં ભગવાનના ફોટાની ઉપર નેતાઓના ફોટા લગાવવાની પદ્ધતિને 'બુદ્ધિનું પ્રદર્શન' ગણાવીને આકરા પ્રહારો કર્યા છે.

નેતાઓના ફોટા ઉપર હોવા અંગે AAP નેતા હિમાંશુ ઠક્કરના ભાજપ પર વાકપ્રહાર

અમદાવાદ / ગુજરાત : આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રવક્તા હિમાંશુ ઠક્કરે એક ગંભીર મુદ્દા પર પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, આજે રથયાત્રાનો પવિત્ર દિવસ છે અને ભગવાન જગન્નાથ સૌનું ભલું કરે એવી પ્રાર્થના છે. આજે આખા અમદાવાદમાં ભગવાન જગન્નાથના હોર્ડિંગ્સ લાગેલા છે પણ સામાન્ય સંસ્કાર અને સામાન્ય સમજની વાત છે કે જ્યારે ભગવાનનો ફોટો ઉપયોગમાં લેવાય તો એની ઉપર બીજા કોઈનો ફોટો લગાવવો ન જોઈએ પરંતુ આજે આ બધા હોર્ડિંગ્સ જોઈને દુઃખ થાય છે અને જાણે ભગવાન આ લોકોના આશીર્વાદ લેવા નીકળવાના હોય એ રીતનું ચિત્ર દેખાઈ રહ્યું છે. તો આ એ લોકોની બુદ્ધિનો પ્રદર્શન છે.

વધુમાં આમ આદમી પાર્ટીના નેતા હિમાંશુ ઠક્કરે જણાવ્યું હતું કે, રામ મંદિરની પ્રતિષ્ઠા વખતે પણ રાજનેતાઓના આ રીતના ફોટા લાગ્યા હતા, કુંભના મેળા સમયે પણ હોર્ડિંગ્સમાં એટલા રાજનેતાઓના ફોટા હતા કે ભગવાન શિવનો ફોટો આપણે શોધવો પડતો હતો. તો સવાલ પેદા થાય છે કે આપણે આ કઈ દિશામાં જઈ રહ્યા છીએ? હિન્દુત્વનું નિકંદન કાઢવામાં ભાજપે કોઈ અસર છોડી નથી. મારી વિનંતી છે કે મારા આ વીડિયોને રાજનૈતિક પોસ્ટ તરીકે જોવામાં ન આવે. ભાજપના નેતાઓને મારી વિનંતી છે કે ભવિષ્યમાં કાં તો તમે ભગવાનના ફોટાઓનો ઉપયોગ બંધ કરો અને જો ભગવાનના ફોટા મુકવા હોય તો તેમના ઉપર બીજા કોઈ વ્યક્તિનો ફોટો ન મૂકો. ઘણા બધા હિન્દુઓ લાચારી અનુભવતા હશે અને એમની મજબૂરી હશે કે તેઓ બોલી શકતા નહીં હોય.

Tags: આમ આદમી પાર્ટી (AAP) ભાજપ વિવાદ અમદાવાદ Ahmedabad hoarding controversy Rath Yatra Ahmedabad news Himanshu Thakkar AAP statement BJP hoarding politics politicians photo on gods photo રાજકીય હોર્ડિંગ્સ ધાર્મિક મર્યાદા

સંબંધિત સમાચાર