ગુજરાત
3687 लेख
લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાત સરકારનો માસ્ટરસ્ટ્રોક, એક જ ઝાટકે નગર નિગમોની સંખ્યા બમણી થઈ
ગુજરાત બજેટ 2024: ગુજરાતના વર્ષ 2024-25ના બજેટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામે ત્રણ યોજનાઓનું લોકાર્પણ, ગિફ્ટ સિટી સુધી રિવરફ્રન્ટનું નિર્માણ સહિત અનેક મોટી જાહેરાતો કરવામાં આવી છે.
વડોદરાના છાણી નજીક નહેરના પાણીમાં એક 50 વર્ષીય વ્યક્તિનો મૃતદેહ મળ્યો
વડોદરા છાણી કેનાલમાં આધેડ વયના પુરુષનો મૃતદેહ તરતો હોવાની જાણ થતા ફાયર બ્રિગેડને થથા તુરંત સ્થળ પર પહોંચી બહાર કાઢ્યો હતો.
મતદાન જાગૃતિ ડેમોન્સ્ટ્રેશન વાન તથા મામલતદાર કચેરી દ્વારા ગામે ગામ જઈને નાગરિકોને ચૂંટણી પ્રક્રિયા અંગે અપાઈ રહેલી સમજ
લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં લઈને હાલમાં નર્મદા જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને જિલ્લા કલેક્ટરના માર્ગદર્શ હેઠળ EVM નિદર્શન જાગૃતિ અભિયાન ચાલી રહ્યું છે. લોકસભાની ચૂંટણીમાં મહત્તમ મતદાન થાય, નાગરિકોમાં મતદાન પ્રત્યે જાગૃતિ કેળવાય તેવા ઉમદા આશય સાથે આ EVM નિદર્શન વાન નર્મદા જિલ્લાના ગામોમાં ફરી રહી છે.
દેડિયાપાડાની સરકારી વિનયન અને વિજ્ઞાન કૉલેજના NSS વિભાગની શિબિર ઝરણાવાડી ગામે યોજાઈ
દેડિયાપાડાની સરકારી વિનયન અને વિજ્ઞાન કૉલેજના એન. એસ. એસ. વિભાગ દ્વારા તારીખ ૨૭મી જાન્યુઆરીથી ૦૨જી ફેબ્રુઆરી, ૨૦૨૪ દરમિયાન કુલ ૦૭ દિવસની વાર્ષિક શિબિર યોજાઈ હતી.
અમદાવાદ એરપોર્ટ દેશનું સૌથી વ્યસ્ત એરપોર્ટ બન્યું: 2023 માં અત્યાર સુધીના સૌથી વધુ મુસાફરોનો રેકોર્ડ
અમદાવાદ એરપોર્ટ 2023 માં હેડલાઇન્સમાં છે, જે દેશના સૌથી વ્યસ્ત એરપોર્ટ તરીકે રેકોર્ડ તોડી રહ્યું છે. ગયા વર્ષે 11.65 કરોડ મુસાફરોની નોંધણી સાથે, એરપોર્ટ પર છેલ્લા એક દાયકામાં હવાઈ મુસાફરોમાં અકલ્પનીય 25 ગણો વધારો જોવા મળ્યો છે.
1 ફેબ્રુઆરી 2024 થી આશ્રમ એક્સપ્રેસ ટ્રેનના ટર્મિનસ સ્ટેશનમાં ફેરફાર
અમદાવાદ-દિલ્લી આશ્રમ એક્સપ્રેસ ટ્રેનનું સંચાલન અમદાવાદને બદલે સાબરમતીથી થશે.
IHCL દ્વારા પ્રાયોજિત હોસ્પિટાલિટી સ્કીલ સેન્ટરનું ઉદ્દઘાટન કરતા વિદેશ મંત્રી ડો. સુબ્રમણ્યમ જયશંકર
એકતાનગર ખાતે આદિવાસી યુવાનોને હોસ્પિટાલિટીમાં કૌશલ્યવાન બનાવવા માટે વિદેશ મંત્રી ડો. એસ. જયશંકરે હોસ્પિટાલિટી સ્કિલ સેન્ટરનું ઉદ્દઘાટન કર્યું છે. આઇએચસીએલ દ્વારા શરૂ કરવામાં આવેલા આ કૌશલ્ય વર્ધન કેન્દ્ર થકી પ્રતિવર્ષ ૧૨૦ આદિવાસી યુવાનોને તાલીમબદ્ધ કરવામાં આવશે.
નર્મદા જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુના અધ્યક્ષપદે હાથીપગા રોગ નિર્મુલન કાર્યક્રમ અંગે બેઠક યોજાઈ
નર્મદા જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે હાથીપગા રોગ નિર્મુલન અંગે તાજેતરમાં યોજાયેલી બેઠકને સંબોધતા જિલ્લા વિકાસ અધિકારી શ્રી અંકિત પન્નુએ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા પ્રસ્તૂત કરાયેલા સંપૂર્ણ પ્રેઝન્ટેશનને નિહાળીને વિભાગ સાથે સંબંધિત આરોગ્ય અધિકારીઓ- કર્મચારીઓ તેમજ તબીબોને કેટલાંક રચનાત્મક સૂચના કર્યા હતા.
એલિવેટેડ લઘુત્તમ તાપમાન રવિ પાકને રાહત આપશે: તાપમાનની વધઘટનું સંચાલન કરવા માટેની વ્યૂહરચના તૈયાર
લઘુત્તમ તાપમાનમાં 2-3 ડિગ્રીનો વધારો થતાં રવિ પાકને ઠંડીના તાપમાનમાં આંશિક ઘટાડો જોવા મળી રહ્યો છે. તાપમાનની વધઘટનું સંચાલન કરવા અને તમારા રવિ પાકની તંદુરસ્ત વૃદ્ધિની ખાતરી કરવા માટે અસરકારક વ્યૂહરચના જાણો.
28 જાન્યુઆરી 2024 ના રોજ બાજવા સ્ટેશનપર એન્જિનિયરીંગ કામ માટે પ્રસ્તાવિત બ્લોકને કારણે કેટલીક ટ્રેનો પ્રભાવિત થશે
પશ્ચિમ રેલવેના વડોદરા મંડળના વડોદરા-ગેરતપુર સેક્શનના બાજવા સ્ટેશનની લાઈન નં. 1,2 અને 3 ને કરચિયા યાર્ડ થી સીધી કેનેક્ટિવિટી આપવાના સંબંધમાં એન્જિનિયરીંગ કામ માટે પ્રસ્તાવિત બ્લોકને કારણે 28 જાન્યુઆરી 2024 ના રોજ કેટલીક ટ્રેનો પ્રભાવિત થશે.
કલેકટર શ્વેતા તેવતિયના અધ્યક્ષ સ્થાને જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો
અરજદારોના પ્રશ્નો તથા રજૂઆતો રૂબરૂ સાંભળ્યા બાદ તેનો હકારાત્મક ઉકેલ લાવવા કલેકટરશ્રીએ ઉપસ્થિત અધિકારીશ્રીઓને સૂચનો આપ્યા. અરજદારો દ્વારા માલિકીની જમીન પર અનધિકૃત દબાણ, રેશન કાર્ડ, આંગણવાડી સહિતના વિવિધ પ્રશ્નો અંગે કરી રજૂઆત.
રાજપીપલા સ્પોર્ટ્સ સંકુલ ખાતે જિલ્લાકક્ષાની ફૂટબોલ, બેડમિંટન અને ટેબલ ટેનિસ સ્પર્ધાનું આયોજન
ખેલ મહાકુંભ ૨.૦ અંતર્ગત ૨૪ જાન્યુઆરી, ૨૦૨૪ ના રોજ જિલ્લાકક્ષાની ફૂટબોલ, ટેબલ ટેનિસ તેમજ બેડમિંટન સ્પર્ધાનું આયોજન સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ધાબા ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યું હતું.
પ્રવાસન અને વન, પર્યાવરણ મંત્રી મૂળુભાઈ બેરાના અધ્યક્ષ સ્થાને આંબરડી સફારી પાર્ક ખાતે વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ
રુ.૨૧.૬૩ કરોડના ખર્ચે બે ફેઝમાં રિસેપ્શન ડેસ્ક, ઇન્ટર પ્રિટેશન સેન્ટર, સોવેનિયર શોપ, વેઇટીંગ એરિયા, ફૂડ કોર્ટ, વિશાળ પાર્કિંગ,વોટર અને સેનિટેશનની વ્યવસ્થા સહિતની ઉત્કૃષ્ટ સુવિધાઓનો ઉમેરો.
ટેક્નોલોજી ઝડપથી બદલાઈ રહી છે, પોલીસે ગુનેગારોથી બે ડગલાં આગળ વધવાની જરૂર છે - ગૃહમંત્રી અમિત શાહ
અમિત શાહે કહ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રાલયે છેલ્લા પાંચ વર્ષમાં ટેક્નોલોજીનો ઉપયોગ કરીને વિશાળ ડેટાબેઝ બનાવવા પર સખત મહેનત કરી છે. તેમણે કહ્યું કે આઠ કરોડથી વધુ ઈ-પ્રથમ નોંધાયા છે અને પહાડી વિસ્તારના સાત પોલીસ સ્ટેશનો સિવાય દેશના તમામ પોલીસ સ્ટેશનો ટેક્નોલોજી દ્વારા જોડાયેલા છે.
વડોદરા ડિવિઝન સ્પોર્ટ્સ એસોસિએશન દ્વારા આંતર-વિભાગીય ક્રિકેટ ટૂર્નામેન્ટ ડીઆરએમ કપનું આયોજન
વડોદરા ડિવિઝન સ્પોર્ટ્સ એસોસિએશન દ્વારા આંતર-વિભાગીય ક્રિકેટ ટૂર્નામેન્ટ ડીઆરએમ કપ 2024 નું આયોજન માધવરાવ સિંધિયા ક્રિકેટ ગ્રાઉન્ડ, પ્રતાપનગર વડોદરામાં કરવામાં આવ્યું. આ પ્રતિષ્ઠિત ટૂર્નામેન્ટમાં સોળ ટીમોએ ભાગ લીધો.
રામલલા 500 વર્ષ પછી અયોધ્યામાં બેઠા છે, હું તેમનું દિવાળીની જેમ સ્વાગત કરીશ - સ્વામી કેશવજીવનદાસ
કેશવજીવન દાસે કહ્યું કે જેમણે પણ અયોધ્યામાં ભવ્ય મંદિરના નિર્માણમાં યોગદાન આપ્યું છે, તેમના તન, મન અને ધનની સમૃદ્ધિ માટે હું ભગવાનને પ્રાર્થના કરું છું.
ગુજરાતમાં પ્રાણ-પ્રતિષ્ઠાના દિવસે અડધા દિવસની રજા જાહેર, તમામ સરકારી કચેરીઓ બંધ રહેશે
અયોધ્યામાં રામ મંદિરના અભિષેકને ધ્યાનમાં રાખીને 22 જાન્યુઆરીએ બપોરે 2.30 વાગ્યા સુધી ગુજરાતની તમામ રાજ્ય સરકારી કચેરીઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં અડધા દિવસની રજા જાહેર કરવામાં આવી છે.
જિલ્લા કલેકટર શ્વેતા તેવતિયાની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન સહ ફરિયાદ નિવારણ સમિતિઓની બેઠક યોજાઈ
નર્મદા જિલ્લા કલેકટર શ્વેતા તેવતિયાની અધ્યક્ષતામાં કલેકટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા સંકલન સહ ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઇ હતી. જેમાં સાંસદ મનસુખભાઈ વસાવા, જિલ્લા પંચાયતના પ્રમુખ ભિમસિંગભાઈ તડવી, નાંદોદના ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખ અને સંબંધિત વિભાગોના અમલીકરણ અધિકારીશ્રીઓએ બેઠકમાં ઉપસ્થિત રહીને પ્રશ્નોના કાયમી નિકાલ અંગે ચર્ચા કરવામાં આવી હતી.
મતદાન જાગૃતિ ડેમોન્સ્ટ્રેશન વાન થકી નાગરિકોને ચૂંટણી પ્રક્રિયા અંગે અપાઈ રહેલી સમજ
આગામી ૨૯ મી ફેબ્રુઆરી-૨૦૨૪ સુધી જિલ્લાના તમામ તાલુકા-ગામોમાં જઈ વાન થકી જાગૃતિ અભિયાન ચાલશે.લોકસભાની ચૂંટણીમાં મહત્તમ મતદાન થાય અને નાગરિકોમાં મતદાન પ્રત્યે જાગૃતિ કેળવાય તે હેતુને ધ્યાનમાં લઈને ગુજરાતના મુખ્ય નિર્વાચન અધિકારીશ્રી દ્વારા મોબાઈલ નિદર્શન વાન દરેક જિલ્લાઓને ફાળવવામાં આવી છે.
મુખ્યમંત્રીના હસ્તે સેવી સ્વરાજ સ્પોર્ટ્સ ક્લબ ખાતે આયોજિત બે દિવસીય ઇન્ટર સ્કૂલ સ્પોર્ટ્સ કોમ્પિટિશનનો પ્રારંભ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં આવેલી સેવી સ્વરાજ સ્પોર્ટ્સ ક્લબ ખાતે આયોજિત બે દિવસીય ઇન્ટર સ્કૂલ સ્પોર્ટ્સ કોમ્પિટિશનનો પ્રારંભ કરાવ્યો છે. આ ઇન્ટર સ્કૂલ સ્પોર્ટ્સ કોમ્પિટિશન પ્રોગ્રેસિવ સ્કૂલ સ્પોર્ટ્સ ફેડરેશન દ્વારા આયોજિત કરવામાં આવી છે.