ગુજરાત
4272 लेख
નશા મુક્તિનાં ભાગરૂપે રમત સંકુલ વિભાગ સાથે રહી સ્પોર્ટ્સ સંકુલ રાજપીપળા ખાતે દોડનું આયોજન
૨૯ મી ફેબ્રુઆરીના રોજ જિલ્લામાં બાળકો,યુવાનો મહિલાઓમાં નશાકારક દ્રવ્યોની ખરાબ અસરો અને દુરપયોગ તેના સારવાર તેમજ નશા મુક્તિ અંગે રમત સંકુલ વિભાગ સાથે રહી સ્પોર્ટ્સ સંકુલ રાજપીપળા ખાતે નશામુક્તિ અંગે દોડનું આયોજન કરવામા આવ્યું હતું.
મુખ્યમંત્રીની પ્રોત્સાહક ઉપસ્થિતિમાં નર્મદા બાયો-કેમ લિમિટેડની વાર્ષિક ડીલર્સ કોન્ફરન્સ યોજાઈ
અમદાવાદ ખાતે મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં નર્મદા બાયો-કેમ લિમિટેડ કંપનીની વાર્ષિક ડીલર્સ કોન્ફરન્સ યોજાઈ હતી. આ પ્રસંગે કેન્દ્રીય રસાયણ અને ખાતર મંત્રી ડો. મનસુખભાઈ માંડવિયાએ વિડિયો કોન્ફરન્સના માધ્યમથી કોન્ફરન્સમાં સહભાગી થયા હતા.
રાજ્યના હાઉસિંગ બોર્ડના જુના આવાસોના રિ-ડેવલપમેન્ટને વેગ આપવા મુખ્યમંત્રીના મહત્વપૂર્ણ જન હિતકારી નિર્ણયો
આ નિર્ણયો થવાથી આવા મકાનોના રહેણાંકના માલિકી હક્ક અને દસ્તાવેજના થતા પ્રશ્નો નિવારી શકાશે. માલિકી હક્ક પ્રસ્થાપિત નહીં થવાને કારણે ફ્લેટ પ્રકારના મકાનોમાં રિ-ડેવલપમેન્ટ પોલિસીના અમલમાં આવતું વિઘ્ન પણ દૂર થશે.
બિલ ગેટસનું એકતાનગર હેલિપેડ ખાતે ઉષ્માભર્યું સ્વાગત કરાયુ
નર્મદા જિલ્લાના એકતાનગરના આંગણે બિલ એન્ડ મેલિન્ડા ગેટસ ફાઉન્ડેશનના સહઅધ્યક્ષ શ્રીયુત બિલ ગેટસ આજે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત માટે એકતાનગર હેલીપેડ ખાતે આવી પહોંચ્યા હતા.
GPCB ગાંધીનગર ખાતે તૈયાર કરવામાં આવેલા અદ્યતન કમિટી હૉલનું આજે અનાવરણ કરાયું
ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ, ગાંધીનગર ખાતે તૈયાર કરવામાં આવેલા અદ્યતન કમિટી હૉલનું આજે વન અને પર્યાવરણ મંત્રી મૂળુભાઈ બેરા અને રાજ્ય મંત્રી મુકેશભાઈ પટેલના હસ્તે અનાવરણ કરવામાં આવ્યું હતું.
PDEU ખાતે પાણીની સારવાર અને વ્યવસ્થાપનમાં પ્રગતિ પર તૃતીય આંતરરાષ્ટ્રીય પરિષદ
PDEUએ GUJCOST અને શાસ્ત્રી ઈન્ડો-કેનેડિયન ઈન્સ્ટિટ્યૂટના સહયોગથી સંયુક્ત રીતે "પાણીની સારવાર અને વ્યવસ્થાપનમાં પ્રગતિ" (ICAWTM-24) વિષય પર યુરોપિયન ડિસેલિનેશન સોસાયટીના સમર્થન સાથે ત્રીજી આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સનું બે દિવસીય આયોજન કર્યું હતું.
આશિર્વાદ ફાઉન્ડેશન દ્વારા સ્તન કેન્સર જાગૃતિ સંદર્ભે વોક ફોર HER-2 ચેરીટી વોકનું આયોજન
આશિર્વાદ ફાઉન્ડેશનને દાનમાં મળેલા કુલ પગલા સામે દર 5000 પગલાએ એક મહિલાના સ્તન કેન્સરની તપાસ વિનામૂલ્યે કરી આપવામાં આવશે.
જામનગર: અંબાણીના ભવ્ય કાર્યક્રમથી સ્થાનિકો તરફથી આનંદ અને ગર્વની લાગણી
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના હાઈ-પ્રોફાઈલ પ્રી-વેડિંગ સેલિબ્રેશનની તૈયારી કરી રહેલું જામનગર શહેર ટોક ઓફ ધ ટાઉન બન્યું છે અને વૈશ્વિક ધ્યાન ખેંચ્યું છે.
આણંદ-ગોધરા સેક્શનમાં ડબલિંગ કામને કારણે કેટલીક ટ્રેનો રદ રહેશે
પશ્ચિમ રેલવેના આણંદ-ગોધરા સેક્શનના આણંદ-ઓડ સ્ટેશનો વચ્ચે ડબલિંગ કામને કારણે બ્લોકના કારણે 01 માર્ચ 2024થી 04 માર્ચ 2024 દરમિયાન કેટલીક ટ્રેનો રદ કરવામાં આવશે.
નર્મદા જિલ્લાના વિવિધ ગ્રામ પંચાયત ખાતે ગ્રામસભા યોજાઈ
નર્મદા જિલ્લામાં તા.૨૬ ફેબ્રુઆરી થી ૨૯ ફેબ્રુઆરી દરમિયાન તમામ તાલુકાઓના વિવિધ ગ્રામ પંચાયતો ખાતે ગ્રામસભા યોજાઈ હતી. જેમાં ગ્રામજનોને માળખાકીય સુવિધાઓ અંગે વિસ્તૃતમાં માહિતી આપવામાં આવી હતી.
રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં જુલાઈ-2023થી 4 ટકાનો વધારો જાહેર કરતા શ્રી ભૂપેન્દ્ર પટેલ
રાજ્યસેવાના અને પંચાયત સેવા તથા અન્ય મળી 4.45 લાખ કર્મચારીઓ અને 4.63 લાખ પેન્શનર્સને મળશે લાભ. મોંઘવારી ભથ્થામાં વધારાની 8 માસની તફાવત રકમ-એરિયર્સ ત્રણ હપ્તામાં પગાર સાથે ચૂકવાશે.
મોરારજીભાઈ દેસાઈની ૧૨૯મી જન્મ જયંતી નિમિત્તે વિધાનસભા પોડિયમ ખાતે પુષ્પાંજલિ અર્પણ કરાઇ
ભારતની આઝાદીની ચળવળમાં અમૂલ્ય ફાળો આપનાર શ્રી મોરારજીભાઈ દેસાઈની ૧૨૯મી જન્મ જયંતી નિમિત્તે વિધાન સભા પોડિયમ ખાતે તેમના તૈલ ચિત્ર સમક્ષ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ તથા વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
વિધાનસભા ખાતે સાયબર ક્રાઇમ અવરનેસ અંતર્ગત એક ખાસ કાર્યક્રમ યોજાયો
સાયબર હુમલો : આપણી સુરક્ષા, આપણા હાથમાં' માહિતીપ્રદ ગુજરાતી નાટક પ્રસ્તુત કરાયું. રાજ્ય મંત્રી મંડળના તમામ સભ્યશ્રીઓ તેમજ તમામ ધારાસભ્યશ્રીઓએ સાયબર અવેરનેસ નાટક નિહાળ્યું
તમારા સપનાઓને સાકાર કરવા, નારાયણા હવે અમદાવાદમાં
યુવા મહત્વાકાંક્ષીઓના સપનાને સાકાર કરવા માટેની કટિબદ્ધતા સાથે નારાયણા એજ્યુકેશન ઈન્સ્ટીટ્યુટે ગૌરવપૂર્ણ રીતે અમદાવાદ, ગુજરાત ખાતે પોતાની નવી શાખાના ઉદ્ઘાટનની જાહેરાત કરી છે.
Gujarat Suicide Case: ગુજરાતમાં આત્મહત્યાના ચોંકાવનારા આંકડા, છેલ્લા ત્રણ વર્ષમાં આટલા લોકોએ આત્મહત્યા કરી
Suicide Case in Gujarat: ગુજરાતમાં રાજ્ય સરકારે કહ્યું છે કે છેલ્લા 3વર્ષમાં આત્મહત્યાના સંદર્ભમાં ચોંકાવનારા આંકડાઓ સામે આવ્યા છે. જાણો છેલ્લા ત્રણ વર્ષમાં કેટલા લોકોએ આત્મહત્યા કરી છે.
અમદાવાદમાં SUV અને ડમ્પર વચ્ચે અથડામણમાં 5નાં મોત, બે ગંભીર રીતે ઘાયલ
અમદાવાદમાં વહેલી સવારે એક માર્ગ અકસ્માતમાં પાંચ લોકોના મોત થયા છે. વાસ્તવમાં, એક ઝડપી એસયુવીએ રસ્તાના કિનારે પાર્ક કરેલા ડમ્પરને ટક્કર મારી હતી. જેના કારણે એસયુવીમાં મુસાફરી કરી રહેલા પાંચ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા.
નર્મદા જિલ્લાનાં નાંદોદનાં ધાનપોર ગામ ખાતે ગ્રામસભા યોજાઈ
ગ્રામ પંચાયત કક્ષાએ ગ્રામસભા મળે અને પંચાયત વિકાસ સૂચકાંકનો ઉદેશો સિધ્ધ થાય તેમજ વધુને વધુ લોકભાગીદારીથી ગ્રામસભાનું સરળતા પૂર્વજ સંચાલન થાય તે હેતુથી આજરોજ નાંદોદ તાલુકાના ધાનપોર ગામ ખાતે ગ્રામસભા યોજી હતી.
સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે આચાર્ય દેવવ્રતજીની અધ્યક્ષતામાં પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ યોજાયો
ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ, બનાસકાંઠા અંતર્ગત સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી, દાંતીવાડા ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની ગરિમામય ઉપસ્થિતિમાં પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ યોજાયો હતો.
સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજી વાસદ ખાતે ૨૭મો વાર્ષિકોત્સવ ઉજવાયો
સમારંભના મુખ્ય અતિથિ તરીકે શ્રી રામાકૃષ્ણન કોડોમારતી ( હેડ ટાટા એડવાન્સ સિસ્ટમ લિમિટેડ. ) તેમજ અતિથિ વિશેષ તરીકે આર્કિટેકટ રશ્મી દવેઢ (ભૂતપૂર્વ આચાર્ય આર્કિટેક્ચર કોલેજ) ઉપસ્થિત રહ્યા હતા.
અમિત શાહે ગાંધીનગરમાં સ્વામિનારાયણ મેડિકલ કોલેજનું ઉદ્ઘાટન કર્યું
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે મંગળવારે ગુજરાતના ગાંધીનગરમાં સ્વામિનારાયણ મેડિકલ કોલેજનું ઉદ્ઘાટન કર્યું.ઉદ્ઘાટન સમારોહમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ હાજર રહ્યા હતા.