ગુજરાત
4272 लेख
નર્મદા જિલ્લા કક્ષાની નવરાત્રી પ્રાચીન-અર્વાચીન ગરબા અને રાસ સ્પર્ધાનું આયોજન
આ સ્પર્ધા માટે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ, ૨૫ જુલાઈ ૨૦૨૫. ફોર્મ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, બીજો માળ, રૂમ નં. ૨૧૭, જિલ્લા સેવા સદન, રાજપીપળા ખાતે જમા કરાવવાના રહેશે.
ગુજરાત રાજ્ય ઇન્સ્ટિટ્યૂશન ફોર ટ્રાન્સફોર્મેશન-GRITની નવનિર્મિત કચેરીનું ઉદઘાટન-વેબસાઈટ તથા ડિજિટલ ડેશબોર્ડનું લોન્ચિંગ
મુખ્યમંત્રીએ ‘ગ્રીટ’ની નવનિર્મિત કચેરીનું ગાંધીનગરમાં ઉદઘાટન કર્યું હતું. તેમણે મુખ્ય સચિવ પંકજ જોશીની ઉપસ્થિતિમાં ‘ગ્રીટ’ની વેબસાઈટ તેમજ ડિજિટલ ડેશબોર્ડના લોન્ચિંગ અને ‘ગ્રીટ’ દ્વારા ઊંડાણપૂર્વક તૈયાર કરાયેલા પોલીસી પેપર્સ, વર્કશોપ અહેવાલો અને સેક્ટર સ્પેસિફિક ડીપ ડાઇવ સ્ટડી રિપોર્ટ્સના અનાવરણ કર્યા હતા.
Farming Tips: કપાસની વાવણી બાદ ચૂસીયા પ્રકારની જીવાતોના સંકલિત વ્યવસ્થાપન માટેના મહત્વપૂર્ણ પગલા
કપાસના પાકમાં જીવાતોના નિયંત્રણ માટે લેવાના પગલા સૂચવતી ખેતી નિયામક કચેરીની માર્ગદર્શિકા જાહેર.
કચ્છ અને સૌરાષ્ટ્ર ઝોનના અનેક વિસ્તારોમાં આજે ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગની આગાહી
ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છ ઝોનના અનેક વિસ્તારોમાં આજે ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ વરસવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. જ્યારે, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ આજે ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે.
ચેસની રમતમાં ગુજરાતે અત્યાર સુધીમાં આંતરરાષ્ટ્રીય-રાષ્ટ્રીય કક્ષાએ ૧૭ જેટલા સુવર્ણ,રજત અને કાસ્ય પદક હાંસલ કર્યા
ગુજરાતમાં ચેસની રમતમાં બે ગ્રાન્ડ માસ્ટર,ત્રણ ઇન્ટરનેશનલ માસ્ટર, બે મહિલા ઇન્ટરનેશનલ માસ્ટર,ચાર ફિડે માસ્ટર અને એક મહિલા ઇન્ટરનેશનલ માસ્ટર.
ગુજરાત: નર્મદા નહેરો પરના 5 ખતરનાક પુલ બંધ, 4 પર ભારે વાહનોને પ્રવેશવાની મંજૂરી નથી
ગયા અઠવાડિયે ગુજરાતમાં ગંભીરા પુલ દુર્ઘટનામાં 20 લોકોના મોત બાદ, નર્મદા નદીની નહેરો પર બનેલા 5 પુલ બંધ કરવામાં આવ્યા છે. સમારકામ કાર્ય માટે તાત્કાલિક અસરથી 36 અન્ય પુલ બંધ કરવાની સૂચના આપવામાં આવી છે.
વડોદરા જિલ્લામાં બિસ્માર રસ્તાઓને યુદ્ધના ધોરણે રિપેર કરવાની કામગીરી
સાવલી, વાઘોડીયા, શિનોર તાલુકાઓમાં ખાડાઓ પૂરીને માર્ગોને દુરસ્ત કરવામાં આવ્યા. માર્ગો-પુલોના મરામત કામોની જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સઘન સમીક્ષા કરવામાં આવી રહી છે
અમદાવાદ RPFની ઉલ્લેખનીય પહેલ: મજૂરી માટે લાવવામાં આવેલા 11 સગીરોને રેસ્ક્યૂ કરવામાં આવ્યા
પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ પર ચલાવવામાં આવી રહેલા "માનવ તસ્કરી વિરોધી" અભિયાન હેઠળ, તારીખ 14.07.2025 ના રોજ સમય 11.30 વાગ્યે અમદાવાદ રેલ્વે સ્ટેશન પર એક સંયુક્ત ચેકિંગ અભિયાન ચલાવવામાં આવ્યું હતું.
16 જુલાઈથી વલસાડ-વડનગર એક્સપ્રેસનું આંબલિયાસન સ્ટેશન પર વધારાનું સ્ટોપેજ
પશ્ચિમ રેલવે દ્વારા યાત્રીઓની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને 16 જુલાઈ 2025 થી ટ્રેન સંખ્યા 20959/20960 વલસાડ-વડનગર-વલસાડ સુપરફાસ્ટ એક્સપ્રેસને આંબલિયાસન સ્ટેશન પર પ્રાયોગિક ધોરણે વધારાનું સ્ટોપેજ આપવામાં આવી રહ્યું છે તથા મહેસાણા અને વિસનગર સ્ટેશન પર આગમન/પ્રસ્થાન ના સમયમાં આંશિક સુધારો કરવામાં આવ્યો છે. જેનું વિગતો આ મુજબ છે.
ગુજરાતમાં અંદાજે ૫૦થી વધુ સાપની પ્રજાતિઓ અસ્તિત્વમાં
ઇન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાનના સર્પગૃહમાં નાગ, કાળોતરો, ફુરસો અને ખળચિતડો જેવા ઝેરી તથા અજગર, ધામણ, ભમ્ફોડી, આંધળી ચાકળ જેવા બિનઝેરી સાપો આકર્ષણનું કેન્દ્ર.
અમૃતસર–જામનગર એક્સપ્રેસવેના 28 કિલોમીટર સ્ટ્રેચમાં આજથી ટોલ વસૂલાત સ્થગિત
રિપેરિંગની કામગીરી ચાલુ હોવાના લીધે રાષ્ટ્રીય રાજમાર્ગ પ્રાધિકરણ (NHAI) દ્વારા જનહિતમાં નિર્ણય.
પશ્ચિમ રેલ્વેના વડોદરા વિભાગમાં રોજગાર મેળાનું આયોજન
વડોદરામાં લગભગ 63 નવા ઉમેદવારોને નિમણૂક પત્રોનું વિતરણ,જેમાંથી મહત્તમ 51 ઉમેદવારો રેલવેના. આ રોજગાર મેળામાં બિહાર અને યુપીના બે દિવ્યાંગ ઉમેદવારને મળી રોજગારની તક.
કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી અન્ન પૂર્ણાદેવીએ વિશ્વ વન ખાતે વૃક્ષારોપણ કર્યું
મહિલા અને બાળ વિકાસ રાજ્ય મંત્રી સાવિત્રી ઠાકુર અને ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રી ભાનુબેન બાબરિયા સહિતના મંત્રીશ્રીઓ-સનદી અધિકારીઓની પ્રેરક ઉપસ્થિતિ.
રાજકોટ ખાતે ૧૬મો રોજગાર મેળો યોજાયો
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વ હેઠળ અને કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયાની હાજરીમાં રાજકોટ ખાતે ૧૬મો રોજગાર મેળો યોજાયો.
સિવિલ હોસ્પિટલ અમદાવાદે પાર કર્યો ૨૦૦ અંગદાનનો માઇલસ્ટોન
અમદાવાદ સિવિલ હોસ્પિટલ બની ૨૦૦ અંગદાન કરનાર રાજ્યની એકમાત્ર હોસ્પિટલ. સિવિલ હોસ્પિટલમાં અત્યારસુધી ૧૭૫ લીવર, ૩૬૪ કીડની, ૧૪ સ્વાદુપિંડ, ૬૪ હૃદય, ૬ હાથ, ૩૨ ફેફસા, ૨ નાના આંતરડા તથા ૨૧ ચામડીનું દાન મળ્યું.
ગુજરાતના વડોદરામાં પુલ તૂટી પડ્યો, 12 લોકોના મોત
વડોદરામાં મહિસાગર નદી પર બનેલો ગંભીરા પુલ વચ્ચેથી તૂટી પડ્યો. ઘણા વાહનો નદીમાં પડી ગયા, જેના કારણે 12 લોકોનું દુઃખદ મૃત્યુ થયું અને ઘણા લોકો ઘાયલ થયા.
છેલ્લાં ૨૪ કલાક દરમિયાન બનાસકાંઠાના વડગામ તાલુકામાં સૌથી વધુ ૮.૬ ઇંચ જેટલો વરસાદ વરસ્યો
આજે સવારે ૬ થી ૧૦ કલાક સુધીમાં બનાસકાંઠાના ધાનેરા તાલુકામાં ૪ ઇંચ કરતાં વધુ જ્યારે સાબરકાંઠાના ઇડર તાલુકામાં ૩ ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો.
4 જુલાઇના રોજ ગાંધીનગરમાં અભિવાદન સમારોહ
મુખ્યમંત્રીશ્રીના હસ્તે 761 સમરસ ગ્રામ પંચાયતોને ₹35 કરોડથી વધુની ગ્રાન્ટની ફાળવણી થશે. રાજ્યમાં કુલ 56 મહિલા સમરસ ગ્રામ પંચાયત જાહેર, નવા ચૂંટાયેલા 4876 સરપંચશ્રી તેમજ મહિલા સમરસ ગ્રામ પંચાયતના 600 સભ્યો જોડાશે
મુખ્યમંત્રીના હસ્તે આ વર્ષે વિશ્વ પર્યાવરણ દિવસે ૨૬૦ કાપડની બેગના નવા વેન્ડીંગ મશીનનું લોકાર્પણ કરાયું
પર્યાવરણને બચાવવાના પ્રયાસોમાં એક મહત્વનું પગલું એટલે પ્લાસ્ટીક બેગના વપરાશને ઓછું કરવું. ગત વર્ષે રાજ્યના વિવિધ જાહેર સ્થળો પર પ્લાસ્ટીક બેગનો વપરાશ ઘટાડવા બેગ એટીએમ મુકવાના મહત્વના પર્યાવરણલક્ષી નિર્ણય બાદ માત્ર ૨૦૦ દિવસમાં એક લાખથી વધુ નાગરીકોએ કાપડની થેલીનો ઉપયોગ કરીને પર્યાવરણ બચાવવાના સંકલ્પને ખરા અર્થમાં ચરીતાર્થ કર્યો છે.
અન્નપૂર્ણા સહાય યોજના હેઠળ ૫૨ પ્રજ્ઞાચક્ષુ પરિવારોને અનાજકીટનું વિતરણ
શ્રીમતી હીનાબેન મુકેશભાઈ ઓઝા, શ્રી શહેનાઝબેન યાસીનઅલી વકીલ અને શ્રીમતી ચેતનાબેન પુનિતભાઈ ઓઝાનાં આર્થિક સહયોગથી અનાજકીટનું વિતરણ તા.૦૨/૦૭/૨૦૨૫ ને બુધવારના રોજ શ્રી કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળાના સભાગૃહ ખાતે બાવન પ્રજ્ઞાચક્ષુ લાભાર્થીઓને કરવામાં આવ્યું હતું.