ઇન્ડિયા
11596 लेख
માનનીય રેલ્વે રાજ્ય મંત્રી, શ્રીમતી દર્શના જરદોષે પશ્ચિમ રેલ્વે અને મધ્ય રેલ્વે સાથે સંયુક્ત બેઠક યોજી
માનનીય રેલ્વે અને કાપડ રાજ્ય મંત્રી શ્રીમતી દર્શના જર્દોષે 13મી સપ્ટેમ્બર, 2023ના રોજ પશ્ચિમ રેલ્વે મુખ્યાલય, ચર્ચગેટ, મુંબઈ ખાતે પશ્ચિમ રેલ્વે અને મધ્ય રેલ્વેના વરિષ્ઠ રેલ્વે અધિકારીઓ સાથે સંયુક્ત બેઠકની અધ્યક્ષતા કરી હતી.
ભારતીય રેલ્વે બજેટ લક્ષ્યાંકના 46.6 ટકા ખર્ચ કરીને કેન્દ્ર સરકારના મુખ્ય ઉપક્રમોમાં અગ્રેસર છે
ભારતીય રેલ્વે એપ્રિલથી ઓગસ્ટના સમયગાળામાં રૂ. 2.44 લાખ કરોડના વાર્ષિક લક્ષ્યાંકમાંથી રૂ. 1.13 લાખ કરોડ (46.6 ટકા) ખર્ચીને યાદીમાં ટોચ પર છે. એ જ તર્જ પર, પશ્ચિમ રેલવેએ એપ્રિલથી સપ્ટેમ્બર (12.09.2023 સુધી) વાર્ષિક બજેટ લક્ષ્યાંકના 46% કરતાં વધુ ખર્ચ કરીને અસાધારણ રીતે સારું પ્રદર્શન કર્યું છે.
રાજપીપળામાં ફિલ્ટર પ્લાન્ટ 9 વર્ષ બાદ પુનઃ ચાલુ કરાયો, ફિલ્ટરવાળું શુદ્ધ પાણી હવે નગરજનોને મળશે
કરજણ ડેમમાંથી પાણી લઇ શુદ્ધ કરવા છતાં ઘરોમાં ડહોળું પાણી આવતી હોવાની બૂમથી પ્લાન્ટ બંધ કરવો પડયો હતો. જે અલગ સ્ટોરેજ સંપ બનાવી પાણી શુદ્ધ કરાયું.
રેલ મંત્રાલયે અમદાવાદ મંડળના ગાંધીનગર, કલોલ તેમજ ખોડિયાર સેક્શનમાં ત્રણ રોડ ઓવર બ્રિજ બનાવવા માટેની મંજૂરી આપી
રેલ મંત્રાલયએ બહુપ્રતિક્ષિત ત્રણ રેલવે ઓવર બ્રિજોને અમ્બ્રેલા પ્રોજેક્ટ અંતર્ગત બનાવવાની મંજૂરી આપી. આ પ્રોજેક્ટ લગભગ 340 કરોડના ખર્ચે કલોલ-ગાંધીનગર સેક્શનમાં લેવલ ક્રોસિંગ નંબર 11, ખોડિયાર-ગાંધીનગર સેક્શનમાં લેવલ ક્રોસિંગ નંબર 13 અને કલોલ-ગાંધીનગર સેક્શનમાં લેવલ ક્રોસિંગ નંબર 9 પર ત્રણ રોડ ઓવર બ્રિજ બનાવવામાં આવશે.
અમદાવાદ મંડળ પર મંડળ રેલ ઉપભોક્તા સલાહકાર સમિતિની ચોથી બેઠકનું આયોજન
પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ ખાતે તા. 13-09-2023ના રોજ મંડળ રેલ ઉપભોક્તા સલાહકાર સમિતિ (DRUCC)ની ચોથી બેઠકનું આયોજન મંડળના કાર્યાલયમાં કરવામાં આવ્યું. આ બેઠકમાં હાજર સભ્યોએ પોતપોતાના ક્ષેત્ર સંબંધિત તમામ સુવિધાઓને વધારવા, રેલવે સંબંધિત સમસ્યાઓનું તાત્કાલિક ધોરણે ઉકેલ લાવવા અને તેમની યોગ્ય માગણીઓ અંગે સકારાત્મક ચર્ચાવિચારણા કરી.
અદાણી ફાઉન્ડેશન દ્વારા નર્મદામાં રાષ્ટ્રીય પોષણ માસની ઉત્સાહભેર ઉજવણી
સુપોષિત ભારત, સાક્ષર ભારત અને સશક્તના સમાજના થીમ સાથે ફોર્ચ્યુન સુપોષણ દ્વારા નર્મદા જિલ્લામાં રાષ્ટ્રીય પોષણ માસની ઉજવણી કરવામાં આવી રહી છે. અદાણી ફાઉન્ડેશન અને આઈસીડીએસના સંયુક્ત પ્રયાસથી સમાજમાં હકારાત્મક બદલાવ માટે પહેલ કરવામાં આવી છે.
લુણાવાડા ખાતે ચાલતી શિવ કથામાં ગીરીબાપુ બોલ્યા મુર્દો કો જલાયા જાતા હૈ ઉસે સ્મશાન કહેતે હૈ કૈલાશ નહીં* સ્મશાનમાં કૈલાશ શબ્દ ના લખવો જોઈએ
કોઠંબા તાલુકામાં સુપ્રસિદ્ધ શિવ કથાકાર ગીરીબાપુએ લુણાવાડા ખાતે ચાલતી શિવ કથામાં પાંચમા દિવસે ઉપસ્થિત શ્રોતાગણ ભક્તોને પોતાની કથાવાણીમાં જણાવ્યું હતું કે જ્યાં શિવાલય છે ત્યાં શાંતિ છે. શિવાલયની આજુબાજુની ભૂમિ છે તે તીર્થ છે તેની આજુબાજુમાં રહેતો અજાણ્યો મનુષ્ય પોતાનો જીવ છોડે ચાહે તે પાપી હોય તો પણ તે શિવલોકનો અધિકારી છે અને તે શિવગતિને પામે છે.
સિકંદરાબાદ ડિવિઝનમાં નોન ઇન્ટરલોકિંગ કામગીરીને કારણે અમદાવાદ મંડળની કેટલીક ટ્રેનો પરિવર્તિત માર્ગે ચાલશે
દક્ષિણ મધ્ય રેલવેના સિકંદરાબાદ ડિવિઝનના કાઝીપેટ-બલ્હારશાહ સેક્શનના માકુડી-સિરપુર ટાઉન-સિરપુર કાગજનગર સ્ટેશનો વચ્ચે ત્રીજી લાઇન કમિશ્નિંગ અંગે પ્રી-નોન ઇન્ટરલોકિંગ/નોન ઇન્ટરલોકિંગ કામગીરીને કારણે ગાંધીધામ-વિશાખાપટ્ટનમ એક્સપ્રેસ અને અમદાવાદ-એમજીઆર ચેન્નાઇ સેન્ટ્રલ નવજીવન એક્સપ્રેસ ટ્રેનો પરિવર્તત માર્ગે દોડશે. વધુ વિગત માટે આગડ વાંચો.
આત્મહત્યા કોઈ સમસ્યાનું નિવારણ નથી એ વિષય પર તિલકવાડા પોલીસનું સરાહનીય કાર્ય
નર્મદા જિલ્લામાં કેટલાક તાલુકામાં આપઘાતનું વધતું પ્રમાણ ચિંતાજનક છે માટે આવી ઘટના અટકાવવા તિલકવાડા પોલીસે એક સંવાદનું આયોજન કરી લોકોને જાગૃત કરવા પ્રયાસ કર્યો હતો.
નર્મદા જિલ્લાના લાછરસ ગામનું તળાવ અમૃત સરોવર બનાવી ગ્રામજનોને સોંપાયું
નાંદોદ તાલુકાના લાછરસ ગામે આવેલ મોટું તળાવ જેને જેસીબી કંપનીના સીએસઆર ફંડમાંથી લેડી બેંમફોર્ડ ચેરીટેબલ ટ્રસ્ટના સહયોગથી પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર અમદાવાદ દ્વારા આ તળાવને ઊંડું કરી આજુબાજુ પેવરબ્લોક ગ્રીલ લગાડી એક કિલોમીટર જેટલો વોકવે બનાવી અને સુંદર ફૂલોના વૃક્ષો વાવીને સુંદર બનાવી અમૃત સરોવર તૈયાર થયા બાદ ગ્રામજનોને સોંપવામાં આવ્યું.
રાજપીપળા નગરપાલિકાના પ્રમુખ તરીકે ધર્મિષ્ઠાબેન પટેલ અને ઉપપ્રમુખ તરીકે ગિરિરાજસિંહ ખેરની વરણી
રમુખની સીટ રોસ્ટરમાં SC મહિલા સીટ હતી સાશક પક્ષ પાસે યોગ્ય ઉમેદવાર નહિ હોવાથી સીટ બદલાવી જનરલ મહિલા કેટેગરી કરાવી હોવાનો વિરોધપક્ષનો આક્ષેપ સાથે વિરોધ પક્ષનો વોક આઉટ.
નર્મદા જિલ્લાના ઉમેદવારોએ આદિવાસી સમાજની કુળદેવી યાહા મોગી માતાને હૂંડી સ્વરૂપે આવેદન આપ્યું
જ્ઞાન સહાયક રદ કરાવવા માટે ઉમેદવારો પોહંચ્યા આદિવાસી કુળદેવી યાહા મોગી માતાના શરણે, જે નીતિથી શિક્ષકનું જ પોતાનું ભવિષ્ય નિશ્ચિત નહીં હોય તો તે બાળકોનું ભવિષ્ય કઈ રીતના બનાવશે, નવી શિક્ષણ નીતિ - ૨૦૨૦ ના નામે ૧૧ મહિનાના કરાર પર શિક્ષકોની ભરતી રદ કરી કાયમી શિક્ષકોની ભરતી કરવા રજૂઆત
નેત્રંગથી ચોરી કરેલી મોટર સાયકલ ડેડીયાપાડા વિસ્તારમાંથી લઇ જતા સખ્સને નર્મદા એલ.સી.બી.એ ઝડપી લીધો
એક વર્ષ અગાઉ નેત્રંગ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી આ મોટર સાયકલ ચોરી કરેલ હોવાની હકીકત જણાવેલ તેમજ મોટર સાઇકલ ચોરીની છે તે બાબતે કોઇને ખબર ન પડે તે માટે પોતે ખોટી નંબર પ્લેટ લગાવેલ હોવાની હક્કીકત જણાવતા આં ઇસમ પાસેથી કબજે કરી મો.સા.જેની કિ.રૂ.૨૦,૦૦૦/- ગણી તેને અટક કરવામાં આવ્યો હતો.
એકતા નગર ખાતે ગુજરાત પ્રદેશ આદિજાતિ મોરચા દ્વારા સોશિયલ મીડિયા વર્કશોપનું આયોજન કરાયું
એકતા નગર ખાતે ગુજરાત પ્રદેશ આદિજાતિ મોરચા દ્વારા સોશિયલ મીડિયા વર્કશોપનું આયોજન થયું. આ વર્કશોપમાં ગુજરાત પ્રદેશ ભા.જ.પ.આદિજાતિ મોરચાના સોશિયલ મીડિયા ઇન્ચાર્જ અને સહ ઇન્ચાર્જ ને માર્ગદર્શન આપવામાં આવ્યું.
J&K: અનંતનાગ ગામમાં એન્કાઉન્ટર, 2 આર્મી ઓફિસર અને પોલીસ DSP શહીદ
એન્કાઉન્ટરઃ જમ્મુ અને કાશ્મીરના અનંતનાગમાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં કમાન્ડિંગ કર્નલ અને રાષ્ટ્રીય રાઈફલ્સ યુનિટના એક મેજર શહીદ થયા છે. આ અધિકારી 19RR કમાન્ડ કરી રહ્યા હતા. ભારતીય સેનાના અધિકારીએ આ વાતની પુષ્ટિ કરી છે.
સૂર્યનો ક્રોધ! શ્રીનગરમાં ગરમીનો 53 વર્ષનો રેકોર્ડ તોડ્યો, સપ્ટેમ્બરનો સૌથી ગરમ દિવસ, પારો 34 ડિગ્રીને પાર
સ્થાનિક હવામાન વિભાગના નિર્દેશક સોનમ લોટસના જણાવ્યા અનુસાર, 12 સપ્ટેમ્બરે શ્રીનગરનું મહત્તમ તાપમાન 34.2 ડિગ્રી સેલ્સિયસ પર પહોંચી ગયું હતું, જે સામાન્ય કરતાં 6 ડિગ્રી વધુ છે. આ અસાધારણ ગરમીએ 53 વર્ષ જૂનો રેકોર્ડ તોડી નાખ્યો છે.
આયુષ્માન ભવ : યોજનાનો વર્ચ્યુઅલી શુભારંભ કરાવતા ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ
ગુજરાતની મુલાકાતે પધારેલા દેશના મહામહિમ રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ આજે આયુષ્માન ભવ:નો વર્ચ્યુઅલી શુભારંભ કર્યો હતો.
આઝમ ખાનના અનેક સ્થળો પર ઈન્કમ ટેક્સના દરોડા, રામપુર સહિત આ જગ્યાઓ પર ITની ટીમ પહોંચી
આઈટી રેઈડઃ આ સ્થળોમાં રામપુર, લખનૌ, મેરઠ, ગાઝિયાબાદ, સહારનપુર અને સીતાપુરનો સમાવેશ થાય છે. તેમાં લખનૌની રિવર બેંક કોલોનીમાં સ્થિત આઝમ ખાનની બહેનનું ઘર પણ સામેલ છે. અલી જોહર ટ્રસ્ટના તમામ 11 ટ્રસ્ટીઓ પર દરોડા પાડવામાં આવ્યા છે.
ફોજદારી કેસોમાં મીડિયા ટ્રાયલ અંગે SCનો મોટો હસ્તક્ષેપ, કેન્દ્રને માર્ગદર્શિકા બનાવવા કહ્યું
CJI DY ચંદ્રચુડે કહ્યું કે મીડિયા ટ્રાયલથી ન્યાય પ્રશાસન પ્રભાવિત થઈ રહ્યું છે. પોલીસમાં સંવેદનશીલતા લાવવી જરૂરી છે. તપાસની વિગતો કયા તબક્કે જાહેર કરવી તે નક્કી કરવાની જરૂર છે.
રાષ્ટ્રપતિ શ્રી દ્રૌપદી મુર્મુજીના વરદ હસ્તે ગુજરાત વિધાનસભામાં રાષ્ટ્રીય ઈ- વિધાન એપ્લિકેશન NeVAનું ઉદઘાટન
કોઈપણ રાજ્યની આર્થિક પ્રગતિમાં માનવ સંસાધન મહત્વની ભૂમિકા ભજવે છે અને ગુજરાત સરકારે આ બાબત પર સંપૂર્ણ ધ્યાન આપ્યું છે એની ખુશી છે: રાષ્ટ્રપતિ મુર્મુ