ગુજરાત
4271 लेख
આશીર્વાદ ફાઉન્ડેશન દ્વારા સ્તન કેન્સર જાગૃતિ કાર્યક્રમનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું
સ્તનના સ્વ-પરીક્ષણ દ્વારા ૫ મહત્વના પગલાં દ્વારા કોઈ નાની ગાંઠ, લાલ ચકામા, કે ખીલ, ફોલ્લી અથવા નિપલમાં થી પ્રવાહી જરતું હોય તો આ ચિન્હો દેખાય તો ડૉક્ટરી તપાસ કે મેમોગ્રાફી અને સોનોગ્રાફી દ્વારા વહેલા તબક્કે થતું સ્તન કેન્સરનું નિદાન થઈ શકે છે.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ પ્રારંભ કરાવેલી અમદાવાદની મેટ્રો રેલ સેવાની સફળતાનું એક વર્ષ પૂર્ણ
શહેરી વિકાસ અને આધુનિક પરિવહનના ઉત્કૃષ્ટ ઉદાહરણ સમી મેટ્રો રેલનો એક વર્ષમાં અઠવાડિયાના સામાન્ય દિવસોમાં સરેરાશ ૯૦ હજાર તથા રજાના દિવસોમાં સરેરાશ ૭૫ હજાર મુસાફરો પ્રવાસ કર્યો. મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલના સતત માર્ગદર્શનમાં મેટ્રો રેલ સેવાઓથી શહેરી પરિવહન સુખાકારીને વધુ સુવિધાસભર અને સંગીન બનાવવાની પ્રતિબદ્ધતા.
અમદાવાદ મંડળના વિવિધ સ્ટેશનોથી ચાલતી ટ્રેનોના 01 ઓક્ટોબર 2023 થી સમયમાં ફેરફાર
પશ્ચિમ રેલવે દ્વારા અમદાવાદ મંડળથી ચાલતી ઘણીખરી ટ્રેનોના સમયમાં 01 ઓક્ટોબર 2023 થી પરિવર્તન કરવામાં આવ્યું છે. જેમાં કેટલીક ટ્રેનોની વિગતો નીચે મુજબ છે તો આવો જાણીએ....
લિંગ સમાનતાને આગળ વધારવા અને યુવાન લોકોને સશક્ત બનાવવા માટે ધર્મેન્દ્ર પ્રધાને CRIIIO 4 ગૂડ મોડ્યુલ લોન્ચ કર્યા
કેન્દ્રીય શિક્ષણ અને કૌશલ્ય વિકાસ તથા ઉદ્યોગસાહસિકતા મંત્રી શ્રી ધર્મેન્દ્ર પ્રધાને છોકરીઓ અને છોકરાઓ વચ્ચે લિંગ સમાનતાને પ્રોત્સાહન આપવા માટે એક નવું ઓનલાઇન, લાઇફ સ્કિલ લર્નિંગ મોડ્યુલ 'CRIIIO 4 GOOD' લોન્ચ કર્યું હતું.
ઉધના અને નિયોલ વચ્ચે બ્લોકને કારણે કેટલીક ટ્રેનોને અસર
પશ્ચિમ રેલવેના મુંબઈ ડિવિઝનના તાપ્તી વેલી (ટીવી) વિભાગ પર ઉધના અને નિયોલ વચ્ચે રોડ ફ્લાયઓવર માટે ખુલ્લા વેબ ગર્ડર માટે 29 સપ્ટેમ્બર, 2023ના રોજ 13.25 કલાકથી 17.25 કલાક સુધીના ચાર કલાકના બ્લોકને કારણે, કેટલીક ટ્રેનોનું નિયમન કરવામાં આવશે.
વિશ્વ હૃદય દિવસ: છેલ્લા 5 વર્ષમાં, AB PMJAY-MA હેઠળ 2 લાખ 95000થી વધુ હૃદયરોગના દર્દીઓને મફત સારવાર મળી
2018 થી સપ્ટેમ્બર 2023 સુધીમાં, ગુજરાત સરકારે હૃદયરોગના દર્દીઓના પરીક્ષણ અને સારવાર માટે અંદાજે ₹1614 કરોડનો ખર્ચ કર્યો, ગુજરાત સરકારે AB PMJAY-MA હેઠળ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ પ્રોસીજરનો સમાવેશ કર્યો, આમ કરનાર ગુજરાત દેશનું પ્રથમ અને એકમાત્ર રાજ્ય.
રાજપીપળા શહેરમાં આનંદચૌદસના દિવસે ગણેશજીની પ્રતિમાઓનું સરકારી ઓવારે વિસર્જન થયું
રાજપીપળા શહેરમાં બપોર બાદ ગણેશજીની નાની પ્રતિમાઓ વિસર્જન માટે નીકળી ત્યારબાદ સાંજથી મોટી પ્રતિમાઓ નિકળવાની શરૂઆત થઈ જેમાં ગણેશ ભક્તો પોતના કાફલા સાથે કરજણ નદીના ઓવરે પહોંચ્યા હતા.જ્યાં નગરપાલિકાની ફાયર ટીમના કર્મચારીઓએ સલામત રીતે બાપ્પાની પ્રતિમાનું કરજણ નદીમાં વિસર્જન કર્યું હતું.
રાજપીપળા ખાતે મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદ એ મિલાદની ઉલ્લાસભેર ઉજવણી : જુલૂસ શહેરમાં ફર્યું
આજે ઇસ્લામના મહાન પયગંબરનો જન્મ દિવસ સમગ્ર વિશ્વમાં મુસ્લિમ બિરાદરો ધામધૂમથી ઉજવતા હોય છે ત્યારે રાજપીપળા માં પણ ઈદ-એ- મિલાદની ઉલ્લાસથી ઉજવણી કરાઇ હતી.
તિલકવાડાનાં ચુડેશ્વર વિસ્તારમાં મગર દેખા દેતા લોકો માં ફફડાટ : રેસ્ક્યૂ કરતા રાહત
તિલકવાડા વન વિભાગ દ્વારા મગરનું રેસ્ક્યુ કરી સલામત સ્થળે છોડી મુકવામાં આવ્યો.
રાજપીપળાની કોમર્સ કોલેજમાં કેન્સર નિવારણ અને સ્વસ્થ જીવનશૈલી પર વિષય પર વ્યાખ્યાન યોજાયુ
ઇલાબેન વોરાને થયેલા કેન્સરની સંવેદનામાંથી અન્ય લોકોને પણ કેન્સર ના થાય અને લોકોની જીવનશૈલી બદલાય તે માટે તેમને પોતાનું જીવન કેન્સરની જાગ્રૃતિ માટે વ્યતિત કરવાનું નક્કી કર્યું.
તિલકવાડાના કાલાઘોડા ગામે વાંછરડીનો દીપડા એ કર્યો શિકાર : વન વિભાગ નિષ્ક્રિય
પ્રાપ્ત વિગત અનુસાર તિલકવાડા તાલુકાના કાલાઘોડા ગામે રાત્રિના સમય દરમિયાન દીપડાએ ઘર નજીક બાંધેલી વાંછરડી નો શિકાર કરતા સમગ્ર વિસ્તારમાં ડર જોવા મળી રહ્યો છે. અને ફોરેસ્ટ વિભાગ તરફથી પાંજરું મુકીને આ દીપડાને ઝડપી પાડવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.
નર્મદા ખાણખનીજ વિભાગના રોયલ્ટી ઇન્સ્પેકટર સાગર પંડ્યા ને રૂ.૫0000ની લાંચના ગુનામાં એક વર્ષની સજા
રોયલ્ટી ઇન્સ્પેકટર સાથે તેના બે મળતીયાઓ નેપણ કોર્ટે એક વર્ષ અને બે વર્ષની સજાનો હુકમ કર્યો .
અમદાવાદ ડિવિઝનમાંથી ચાલતી/પસારથતી ત્રણ જોડી ટ્રેનો માં વધારાના સ્લીપર ક્લાસ કોચ ઉમેરવામાં આવશે
પશ્ચિમ રેલ્વે દ્વારા મુસાફરોની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને તેમની સુવિધા માટે અમદાવાદ ડિવિઝનમાં થી ચાલતી/પસાર થતી સાપ્તાહિક ટ્રેનોની ત્રણ જોડીમાં વધારાના સ્લીપર ક્લાસ કોચ ઉમેરશે. આ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે.
આણંદ યાર્ડના રીમોડલીંગ કામને કારણે અમદાવાદ મંડળની કેટલીક ટ્રેનો પ્રભાવિત રહેશે
પશ્ચિમ રેલવેના વડોદરા ડિવિઝનના આણંદ સ્ટેશન પર યાર્ડ રીમોડલીંગ કામને કારણે 30 સપ્ટેમ્બર અને 01 ઓક્ટોબર 2023 ના રોજ કેટલીક ટ્રેનો રદ્દ રહેશે, કેટલીક ટ્રેનો આંશિક રૂપે રદ્દ રહેશે. જેની વિગત નીચે મુજબ છે.
આશીર્વાદ ફાઉન્ડેશન દ્વારા સ્તન કેન્સર જાગૃતિ કાર્યક્રમનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું
આશીર્વાદ ફાઉન્ડેશન દ્વારા ૨૭ સપ્ટેમ્બર, ૨૦૨૩ના રોજ વુમન વેલનેસ ક્લિનિક પ્રોગ્રામ હેઠળ આશીર્વાદ ફાઉન્ડેશનના સંસ્થાપક સીએ શ્રી આર. એસ. પટેલ સાહેબ તથા બહેનોમાં રોલ મોડેલ એવા આશીર્વાદ મેડિકલ સેન્ટરના ડિરેક્ટર શ્રીમતિ હિનાબેન જરીવાલાના સહયોગથી લાભાર્થીઓ માટે પ્રોજેક્ટ ઇન્ચાર્જ કિન્નરી ભટ્ટ, કો-ઓર્ડીનેટર અર્ચના સોમાણી તથા ટીમ દ્વારા સ્તન કેન્સર જાગૃતિ કાર્યક્રમ નું સફળતાપૂર્વકનું આયોજન કરવામાં આવ્યું.
મંગેતર પાસેથી પૈસા માંગ્યા પછી મિત્રની હત્યા, લાશ સળગેલી મળી
4 સપ્ટેમ્બરના રોજ કાથલાલ તાલુકાના ખલાલ સીમની ઝાડીઓમાંથી એક અનામી યુવકની સળગેલી લાશ મળી આવી હતી, જેના કારણે ખળભળાટ મચી ગયો હતો. મૃતક યુવકની છાતી પર ચીકુ નામનું ટેટૂ હતું અને આ કેસની તપાસ કરી રહેલી એલસીબી પોલીસે હત્યાનો ભેદ ઉકેલવા આ માહિતીનો ઉપયોગ કર્યો હતો.
વરસાદી પાણીની સમસ્યાના નિરાકરણ માટે જામનગર રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ મંજૂર
જામનગર રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મંજૂર કરવામાં આવ્યો છે, જે સમુદાયના વરસાદી પાણીના પ્રશ્નો માટે રાહત આપે છે. આ પ્રોજેક્ટમાં 600 કરોડ રૂપિયાનો ખર્ચ થવાનો અંદાજ છે અને તેમાં નદીની સફાઈ અને વિસ્તરણ, બંને કિનારે આરસીસી પ્રોટેક્શન વોલનું નિર્માણ અને વિસ્તારને પ્રવાસી આકર્ષણ તરીકે વિકસાવવાનો સમાવેશ થશે.
અમદાવાદમાં વેપારીના ઘરમાં થયેલ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો: બે શકમંદો કસ્ટડીમાં
અમદાવાદના વેજલપુરમાં એક વેપારીના નિવાસસ્થાને થયેલી ઘરફોડ ચોરીનો કેસ સફળતાપૂર્વક ઉકેલવામાં આવ્યો છે, જેના પરિણામે બે શકમંદોની ધરપકડ કરવામાં આવી છે.
PM મોદીએ વાઈબ્રન્ટ સમિટ ઈવેન્ટમાં વિપક્ષ પર કર્યો પ્રહાર, કોંગ્રેસે વળતો પ્રહાર કર્યો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વાઇબ્રન્ટ સમિટના 20 વર્ષની ઉજવણી નિમિત્તે યોજાયેલી સમિટ ઑફ સક્સેસ ઇવેન્ટમાં ગોધરાકાંડને લઈને વિપક્ષ પર પ્રહારો કર્યા હતા. તેમણે આક્ષેપ કર્યો હતો કે ઘણા લોકો ગુજરાત વિશે ખોટી માહિતી ફેલાવે છે અને તેની વિરુદ્ધ ઝુંબેશ ચલાવે છે.
ફ્લાઇંગ સ્ક્વોડ-સ્થાનિક ફૂડ ટીમ દ્વારા નડીઆદમાંથી અંદાજે રૂા. ૪ લાખથી વધુ કિંમતનો ૧૪૬૨ કિ.ગ્રામ ભેળસેળવાળો ઘીનો શંકાસ્પદ જથ્થો જપ્ત કરાયો
નાગરિકોને શુદ્ધ ખાદ્ય ચીજવસ્તુઓ મળી રહે તે માટે રાજ્ય સરકાર કટીબદ્ધ, આગામી તહેવારોને અનુલક્ષીને ખોરાક અને ઔષધ નિયમન તંત્રનું આગોતરું આયોજન.