પોલિટિક્સ
1395 लेख
’આપ’ નેતા ઇસુદાન ગઢવીએ 'ગુજ્જુ લવ ગુરુ' ને શ્રદ્ધાંજલિ આપી અને પરિવારને સાંત્વના પાઠવી
ગુજરાતમાં સોશિયલ મીડિયા પર ‘ગુજ્જુ લવ ગુરુ’ તરીકે જાણીતા ચંદન રાઠોડનું અકસ્માતમાં નિધન થતાં સમગ્ર ગુજરાતમાં શોકની લાગણી પ્રસરી છે. આ દુઃખની ઘડીમાં ચંદન રાઠોડને શ્રદ્ધાંજલિ પાઠવવા અને તેમના પરિવારને સાંત્વના આપવા આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવી પહોંચ્યા હતા.
ગાંધીનગર મનપા ચૂંટણી અંતર્ગત આમ આદમી પાર્ટી દ્વારા બીજી યાદી જાહેર કરવામાં આવી
આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મંત્રી તથા પ્રદેશ મુખ્ય પ્રવક્તા ડૉ.કરન બારોટે એક વીડિયોના માધ્યમથી મહત્વપૂર્ણ જાહેરાત કરતા જણાવ્યું હતું કે, ગાંધીનગરમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી અંતર્ગત આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાએ 23 ઉમેદવારોના નામોની યાદી જાહેર કરી હતી.
થરા નગરપાલિકા ચૂંટણી: AAP પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ કર્યું કાર્યાલયનું ઉદઘાટન
આમ આદમી પાર્ટી દ્વારા આજે બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાની થરા નગરપાલિકા ખાતે કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ તથા જાણીતા ખેડૂત નેતા ઈસુદાન ગઢવી ઉપસ્થિત રહ્યા હતા. સાથે સાથે પ્રદેશના પદાધિકારીઓ, સ્થાનિક પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓએ પણ આ પ્રસંગે હાજરી આપી હતી.
આમ આદમી પાર્ટીના પ્રદેશ નેતા પ્રવિણ રામનું સૌરાષ્ટ્રમાં બુથ સંગઠન અભિયાન
સોમવારના રોજ ગુજરાતભરમાં રાજકીય ગલિયારામાં ભારે ચર્ચાનો વિષય બનેલા આમ આદમી પાર્ટીના મહત્વાકાંક્ષી સંગઠન નિર્માણ અભિયાન અંતર્ગત પ્રદેશના કદાવર નેતા પ્રવિણ રામ સીધા ગ્રાઉન્ડ ઝીરો પર ઊતરી આવ્યા હતા.
ચૂંટણીમાં ભાજપ સામે અસંતોષ વ્યક્ત કરવાનો સુવર્ણ અવસર : ઈસુદાન ગઢવી
ગુજરાત રાજ્યના પાટનગર ગાંધીનગર તેમજ જામખંભાળિયા સહિતના વિવિધ વિસ્તારોમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો માહોલ અત્યંત ગરમાયો છે, ત્યારે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ શાસક પક્ષ સામે આક્રમક તેવર અપનાવતા સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે આ ચૂંટણીઓ એટલે પ્રજાના મનમાં ભરાયેલા રોષ અને અત્યાચારનો જવાબ આપવાનો સૌથી યોગ્ય અને મહત્વપૂર્ણ સમય.
ગાંધીનગરમાં આમ આદમી પાર્ટીના ચૂંટણી પ્રચાર અભિયાને જોર પકડ્યું
ગુજરાત રાજ્યના પાટનગર ગાંધીનગર ખાતે સોમવારના રોજ આમ આદમી પાર્ટી દ્વારા આગામી મહાનગરપાલિકાની ચૂંટણીના સંદર્ભમાં એક વિશાળ અને વ્યાપક ચૂંટણી પ્રચાર અભિયાનનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો, જેમાં પ્રદેશના શીર્ષ નેતાઓથી લઈને સ્થાનિક ઉમેદવારોએ પ્રત્યેક નાગરિકના ઘરે-ઘરે જઈને લોક સંપર્ક સાધ્યો હતો અને પક્ષની નીતિઓથી વાકેફ કર્યા હતા.
યુએસ-ચીન સ્પર્ધા વૈશ્વિક વેપારને નવો આકાર આપી રહી છે – યુરોપ વચ્ચે ફસાયું
યુએસ અને ચીન વચ્ચેની વધતી જતી આર્થિક અને રાજકીય સ્પર્ધા વૈશ્વિક વેપારના લેન્ડસ્કેપને ધરમૂળથી બદલી રહી છે. આ સ્પર્ધા માત્ર બે મહાસત્તાઓ પૂરતી સીમિત નથી, પરંતુ તે...
પાકિસ્તાન-ચીન સરહદી કરાર: ભારત માટે શા માટે ચિંતાનો વિષય?
ભારત દાયકાઓથી પાકિસ્તાન અને ચીન વચ્ચેના સરહદી વિસ્તારોને પોતાના ગણાવે છે અને ત્યાં કોઈપણ સરહદને માન્યતા આપતું નથી. પરંતુ તાજેતરમાં પાકિસ્તાન અને ચીન દ્વારા આ સર...
ટાટા સન્સમાં બોર્ડરૂમ સંઘર્ષ: ભારતના કોર્પોરેટ જગતમાં હલચલ
આ અઠવાડિયે, ભારતના સૌથી જૂના અને પ્રતિષ્ઠિત સમૂહો પૈકીના એક, ટાટા સન્સના બોર્ડે તેના સૌથી મોટા શેરધારક, ટાટા ટ્રસ્ટ્સના નિર્ણયનો વિરોધ કરીને એન. ચંદ્રશેખરનને ચે...
ગાંધીનગર મનપા ચૂંટણીને લઈને AAP દ્વારા મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન
ગાંધીનગર: આગામી ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આમ આદમી પાર્ટી (AAP) દ્વારા સત્તાવાર રીતે મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આ શુભારંભ પ્રસંગે પાર્ટીના શીર્ષ નેતાઓ અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
AAP ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ જૂનાગઢ જિલ્લા ફરિયાદ કમિટીની મિટિંગમાં આપી હાજરી
જૂનાગઢ: આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ તાજેતરમાં મળેલી જૂનાગઢ જિલ્લાની સંકલન અને ફરિયાદ સમિતિની મીટિંગમાં વિશેષ ઉપસ્થિતિ રહીને પોતાના મતવિસ્તારના લાંબા સમયથી પેન્ડિંગ રહેલા અનેક મહત્વપૂર્ણ પ્રશ્નો ઉગ્રતાપૂર્વક રજૂ કર્યા હતા અને તેના નિકાલ માટે માંગણી કરી હતી.
ગાંધીનગર મહાનગરપાલિકા ચૂંટણી: આપ દ્વારા 23 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર, મનોજ સોરઠીયાએ કર્યા પ્રહાર
ગુજરાતના પાટનગર ગાંધીનગર મહાનગરપાલિકાની આગામી ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો વધી ગયો છે, ત્યારે આમ આદમી પાર્ટી (આપ) દ્વારા 23 ઉમેદવારોની પ્રથમ યાદી સત્તાવાર રીતે જાહેર કરવામાં આવી છે. આપના પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાએ પ્રેસવાર્તા યોજીને આ જાહેરાત કરી હતી અને સત્તાધારી પક્ષ પર આકરા પ્રહારો કર્યા હતા.
વિસાવદર પંથક માટે વિકાસના દ્વાર ખુલ્લા: ઓજત નદી પર ખંભાળિયા અને વેકરિયા ગામે બે નવા ચેકડેમ મંજૂર
વિસાવદર મતવિસ્તારના વિકાસ માટે વધુ એક મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ થઈ છે, જ્યાં ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાના વિશેષ પ્રયાસોથી ઓજત નદી પર ખંભાળિયા ગામે અંદાજે બે કરોડના ખર્ચે અને વેકરિયા ગામે નવા ચેકડેમ બનાવવા માટે સરકારી મંજૂરી મળી ગઈ છે, જેના કારણે સ્થાનિક ખેડૂતોમાં ભારે ખુશીની લહેર ફેલાઈ ગઈ છે.
ભારતમાં હોસ્પિટલનો ઉછાળો: સુલભતા વધી પણ લાખો લોકો માટે મોંઘી સારવાર
ભારતમાં ખાનગી હેલ્થકેર ઉદ્યોગમાં અભૂતપૂર્વ વૃદ્ધિ જોવા મળી રહી છે, જે સુલભતામાં સુધારો કરી રહી છે પરંતુ તે જ સમયે લાખો લોકોને ગંભીર સારવારથી વંચિત પણ કરી રહી છે...
ભાજપ શાસનમાં દીવા પાછળ અંધારું છે મનોજ સોરઠીયા
અમદાવાદ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસે શાસક પક્ષ દ્વારા લોકોને દીવા પ્રગટાવવાની અપીલ કરવામાં આવી રહી છે, ત્યારે આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાએ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે જણાવ્યું હતું કે લોકો દીવા પ્રગટાવે કે ન પ્રગટાવે, પરંતુ ભાજપના વર્તમાન શાસનમાં ચારેય બાજુ દીવા પાછળ અંધારું જ જોવા મળી રહ્યું છે.
નેપાળના પર્વતો પર કુદરતનો પ્રકોપ: આબોહવા પરિવર્તન કેવી રીતે વિનાશનો સૂત્રધાર બન્યું?
નેપાળમાં તાજેતરમાં થયેલી ભયાનક ગ્લેશિયર અને ખડક ધસી પડવાની ઘટનાએ લગભગ ૧૪૦૦ લોકોનો ભોગ લીધો છે, જ્યારે હજારો લોકો હજુ પણ ગુમ છે. આ ઘટનાએ હિમાલય ક્ષેત્રમાં આબોહવા...
PM મોદીના જન્મદિવસે AAP શરૂ કરશે “દીવા તળે અંધારું” નામનું કેમ્પેઇન: મનોજ સોરઠીયા
આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાએ એક વીડિયોના માધ્યમથી ગંભીર મુદ્દાઓ પર પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે ભાજપ હંમેશા નવા નવા નાટકો લઈને તૈયાર રહે છે. ભાજપના મંત્રીઓ, ધારાસભ્યો અને નેતાઓ પાસે જનતાની પીડા સાંભળવાનો કે એસી ઓફિસમાં બેસીને જનતાના કામ કરવાનો બિલકુલ સમય નથી, પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જન્મજયંતી નિમિત્તે તેઓ બાઇકો લઈને તાયફા કરવા માટે તૈયાર બેઠા છે.
નર્મદા જિલ્લામાં નકલી દવાના છંટકાવથી કપાસનો પાક બળીને ખાખ: નિરંજન વસાવા દ્વારા ખેડૂતોને ન્યાય અપાવવા ઉગ્ર માંગ
આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મંત્રી અને નર્મદા જિલ્લા પ્રમુખ નિરંજન વસાવાએ એક અખબારી નિવેદનમાં જણાવ્યું છે કે નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર અને તિલકવાડા સહિતના વિવિધ તાલુકાઓના ખેડૂતોએ કપાસના પાકમાં 'મોનોક્રોટોફોસ' નામની દવાનો છંટકાવ કર્યો હતો. વરસાદ બાદ પિયત આપીને દવાનો છંટકાવ કરતાની સાથે જ સમગ્ર કપાસનો પાક બળીને ખાખ થઈ ગયો છે.
યુપીઆઈ મર્ચન્ટ ટ્રાન્ઝેક્શન પર ૦.૪% ટેક્સના શાહી ફરમાન સામે 'આપ'નો ઉગ્ર વિરોધ: મનોજ સોરઠીયાની આક્રમક રજૂઆત
આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાએ પત્રકાર પરિષદને સંબોધન કરતા જણાવ્યું હતું કે તાજેતરમાં દિલ્હીથી એક શાહી ફરમાન બહાર પાડવામાં આવ્યું છે, જે દેશના લોકોના ખિસ્સા કાપવાની શરૂઆત સમાન છે. ડિજિટલ ઇન્ડિયા અને યુપીઆઈ ટેક્નોલોજી દેશ માટે અત્યંત મહત્વપૂર્ણ છે, પરંતુ તેને બરબાદ કરવાના હેતુથી સરકાર બિનજરૂરી ટેક્સ નાખી રહી છે.
તાળાગ્રસ્ત કાર્યાલયો અને કરોડોના દાન: ભારતના અજાણ્યા રાજકીય પક્ષોની કથા
પશ્ચિમ ભારતના ગુજરાત રાજ્યના આણંદમાં એક તાળાગ્રસ્ત ફ્લેટ જોઈને કોઈને પણ ખ્યાલ ન આવે કે આ કોઈ રાજકીય પક્ષનું મુખ્ય કાર્યાલય હશે. અહીં ન કોઈ સાઈનબોર્ડ હતું, ન કોઈ...