ઇન્ડિયા
12506 लेख
ડાંગના કોટબા ગામે ડેમના પાણીમાં ડૂબી જવાથી ૫ વર્ષના બાળકનું મોત
ડાંગ જિલ્લાના આહવા તાલુકાના કોટબા ગામે ૫ વર્ષીય માસૂમ આયુષ પવારનું ડેમના પાણીમાં ડૂબી જવાથી કરુણ મોત નીપજતાં સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ.
શ્રી જુનાગઢ મહિલા શરાફી સહકારી મંડળી દ્વારા શાળામાં કીટ વિતરણ
શ્રી જુનાગઢ મહિલા શરાફી સહકારી મંડળી દ્વારા વણઝારી પ્રાથમિક સ્કુલના તેજસ્વી વિદ્યાર્થીઓને સ્કુલબેગ, કલરકીટ અને શૈક્ષણિક સામગ્રીનું વિતરણ કરાયું.
જૂનાગઢ ગિરનાર પર્વત પર સિંહ ૧૨ વર્ષના બાળકને ઉઠાવી ગયો
જૂનાગઢ ગિરનાર પર્વત પર વહેલી સવારે સિંહે ૫૦મા પગથિયાં પાસેથી ૧૨ વર્ષના બાળકને જંગલમાં ખેંચી લીધો. વન વિભાગને શોધખોળ દરમિયાન બાળકના અવશેષો મળ્યા.
સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે યોજાયો અન્નકૂટ
સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે ૧૧ જુલાઈ ૨૦૨૬ ના રોજ હનુમાનજી દાદાને કેરી, કેળાં અને તરબૂચ સહિત વિવિધ ફ્રૂટનો ભવ્ય અન્નકૂટ ધરાયો.
જુનાગઢ મહાનગરપાલિકા દ્વારા દિવ્યાંગો માટે સાધન સહાય કેમ્પનું આયોજન
જુનાગઢ મહાનગરપાલિકા અને ALIMCO ના સંયુક્ત ઉપક્રમે આગામી ૧૭ જુલાઈ ૨૦૨૬ ના રોજ દિવ્યાંગો માટે સાધન સહાય અને UDID કાર્ડ અંગેનો વિશેષ કેમ્પ યોજાશે.
આયુષ્માન આરોગ્ય મંદિર લખપત ખાતે શાળાના બાળકોની તપાસ કરાઈ
આયુષ્માન આરોગ્ય મંદિર લખપત ખાતે પ્રાથમિક શાળાના બાળકો માટે વિશેષ હેલ્થ ચેકઅપ અને TiD રસીકરણ કાર્યક્રમ અંતર્ગત સ્વાસ્થ્ય તપાસ હાથ ધરવામાં આવી.
શિવાશ્રય તેજસ્વીની છાત્રાલય વાસુરણા માં સેવા અને સંસ્કારનો સંગમ
ડાંગના શિવાશ્રય તેજસ્વીની છાત્રાલય વાસુરણા ખાતે અનાવિલ સૈયરસખા ચેરિટેબલ ટ્રસ્ટ સુરત દ્વારા 50 દીકરીઓને જીવન જરૂરિયાતની સામગ્રી અને રોકડ દાન અપાયું.
નીરોણા ગામની શાળાના બાળકો માટે 108 એમ્બ્યુલન્સ જાગૃતિ કાર્યક્રમ
નીરોણા ગામની કુમાર અને કન્યા શાળામાં ધોરણ 6થી 8ના વિદ્યાર્થીઓ માટે 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ સેવા અને પ્રાથમિક સારવાર અંગે વિશેષ જાગૃતિ કાર્યક્રમ યોજાયો.
હાર્દિક ગઢવી નખત્રાણા ટીડીઓ એ લોકસાહિત્યકારની મુલાકાત લીધી
નખત્રાણા ટીડીઓ Hardik Gadhvi એ જાણીતા લોકસાહિત્યકાર રાજેશ ગઢવીની દેવપર ખાતે શુભેચ્છા મુલાકાત લીધી હતી. આ દરમિયાન કચ્છી સંસ્કૃતિનું સન્માન કરાયું હતું.
કચ્છ ના ખીરસરા ગામે સારા વરસાદ માટે નમાઝે ઈસ્તિસ્કા અદા કરાઈ
કચ્છ ના અબડાસા તાલુકાના ખીરસરા વિંઝાણ ગામે શુક્રવારે નમાઝે ઈસ્તિસ્કા પઢીને સમગ્ર પંથકમાં સારા વરસાદ અને ખેડૂતોની ખુશહાલી માટે સામૂહિક દુઆ કરાઈ.
સરકારી ઇજનેરી કોલેજ દાહોદ ના વિદ્યાર્થીઓની શૈક્ષણિક મુલાકાત
સરકારી ઇજનેરી કોલેજ દાહોદ ના પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓએ નગરપાલિકાના ફાયર સ્ટેશનની શૈક્ષણિક મુલાકાત લઈને આપત્તિ વ્યવસ્થાપનનું વ્યવહારુ જ્ઞાન મેળવ્યું.
રેલ્વે પરિવાર માટે સ્વાસ્થ્ય સુવિધા: વડોદરામાં ફાઈબ્રોસ્કેન કેમ્પનું સફળ આયોજન
પશ્ચિમ રેલ્વેના વડોદરા મંડળ દ્વારા રેલ્વે કર્મચારીઓ અને તેમના પરિવારો માટે સ્વાસ્થ્ય જાગૃતિના ભાગરૂપે પ્રતાપનગર સ્થિત મંડળ રેલ્વે ચિકિત્સાલયમાં એક વિશેષ 'લીવર સ્ક્રીનિંગ કેમ્પ' યોજવામાં આવ્યો હતો.
સુરત પૂર રાહત: ગોડાદરામાં અસરગ્રસ્ત પરિવારોને મળી આર્થિક સહાય, કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલની હાજરીમાં વિતરણ
સુરતના ગોડાદરા વિસ્તારમાં પૂરને કારણે નુકસાન વેઠનારા પરિવારોને ત્વરિત આર્થિક સહાય મળી રહે તે હેતુથી કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર. પાટીલ અને રાજ્યના નાણા મંત્રી તથા સુરત જિલ્લા પ્રભારી કનુભાઈ દેસાઈના હસ્તે કેશ ડોલ્સ અને ઘરવખરી સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું.
ભૂસ્ખલનના કારણે રાજકોટ ડિવિઝન સંબંધિત કેટલીક ટ્રેનોના રૂટ ડાયવર્ટ કરાયા
મુસાફરોની સુવિધા માટે જાણ કરવામાં આવે છે કે દક્ષિણ પૂર્વ રેલવેના બિલાસપુર ડિવિઝનમાં ઠાકુરવાડી–મંકી હિલ રેલવે સ્ટેશનો વચ્ચે ભૂસ્ખલનના કારણે રેલ વ્યવહાર પ્રભાવિત થયો છે. જેના પરિણામે પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝન સંબંધિત નીચે મુજબની ટ્રેનોના રૂટ બદલવામાં (ડાયવર્ટ) આવ્યા છે.
દિલ્હીમાં ડિજિટલ લોકનાયક જેપી લાઇબ્રેરી શરૂ, ગૃહમંત્રી અમિત શાહે યુવાનોને વાંચન માટે પ્રોત્સાહિત કર્યા
ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે રાષ્ટ્રનું ભવિષ્ય ઉદ્યોગો કે બજારો નહીં, પરંતુ પુસ્તકાલયોમાં જ્ઞાન મેળવતા યુવાનો દ્વારા ઘડાય છે. તેમણે યુવા પેઢીને પુસ્તક સંસ્કૃતિ સાથે જોડવા માટે વિશેષ ભાર મૂક્યો હતો.
કન્નુરમાં હોસ્પિટલની ગંભીર બેદરકારી? એનેસ્થેસિયા બાદ દોઢ વર્ષના બાળકનું નિધન
કન્નુરની બેબી મેમોરિયલ હોસ્પિટલમાં રમતી વખતે થયેલી નાની ઈજાના ડ્રેસિંગ અને ટાંકા લેવાની પ્રક્રિયા દરમિયાન દોઢ વર્ષના બાળક દેવાંશ શૌર્યનું મૃત્યુ થતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. આ ઘટના અંગે પરિવાર દ્વારા તબીબી બેદરકારીનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
DMRL-DRDO માં કારકિર્દી બનાવવાની તક: 15 જુલાઈ પહેલા કરો અરજી
DRDO ની DMRL સુવિધા દ્વારા એન્જિનિયરિંગ અને વિજ્ઞાનના અંતિમ વર્ષના વિદ્યાર્થીઓ માટે છ મહિનાનો પેઇડ ઇન્ટર્નશિપ પ્રોગ્રામ જાહેર કરવામાં આવ્યો છે. આ પ્રોગ્રામ વિદ્યાર્થીઓને સંરક્ષણ સંશોધનના પ્રોજેક્ટ્સ પર કામ કરવાનો અને DRDO નું પ્રમાણપત્ર મેળવવાનો શ્રેષ્ઠ અવસર પૂરો પાડે છે.
૭૦ વર્ષની ઉંમરે સાહિત્યિક નવી સફર: વર્ષા સી. જોશીની ૫ નવલકથાઓનું વિમોચન
અમદાવાદમાં આયોજિત એક વિશેષ કાર્યક્રમમાં સાહિત્ય અકાદમીના ચેરમેન શ્રી ભાગ્યેશ ઝાના હસ્તે સુશ્રી વર્ષા સી. જોશી 'અશ્ક' ની પાંચ નવલકથાઓનું વિમોચન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સાહિત્ય જગતના અનેક દિગ્ગજો અને તેમના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા.
શિક્ષણથી વંચિત ન રહે કોઈ બાળક: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો વિદ્યાર્થીઓ સાથે પ્રેરણાદાયી સંવાદ
રાજ્ય સરકારના શિક્ષણના સાર્વત્રિકીકરણ અને શાળા ડ્રોપ-આઉટ દર ઘટાડવાના સંકલ્પ સાથે સમગ્ર રાજ્યમાં ‘બેક ટુ સ્કૂલ મિશન’ કાર્યરત છે. આ અભિયાન હેઠળ બનાસકાંઠાના તેનીવાડા ગામે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે શાળામાં પુનઃપ્રવેશ પામેલા વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ સાથે આત્મીય સંવાદ સાધ્યો હતો.
પંજાબ સરકાર અનધિકૃત વસાહતોના રહેવાસીઓને રાહત આપવાની તૈયારી કરી રહી છે
પંજાબના મુખ્યમંત્રી ભગવંત સિંહ માને રાજ્યભરની અનધિકૃત વસાહતોમાં વસતા લાખો પરિવારોને મોટી રાહત આપવાનો સંકલ્પ કર્યો છે. વર્ષોથી પાયાની સુવિધાઓ અને કાનૂની માન્યતાની રાહ જોઈ રહેલા નાગરિકો માટે સરકાર એક વ્યાપક અને પારદર્શક નીતિ તૈયાર કરી રહી છે.